AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: લોર્ડ્સમાં ODI સિરીઝ જીતવા ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ફાઈનલ જંગ, જાણો કેવું રહેશે હવામાન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણી હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે. બંને ટીમો એક-એક મેચ જીતી હોવાથી હવે લોર્ડ્સમાં રમાનારી ત્રીજી વનડે શ્રેણીનો વિજેતા નક્કી કરશે. આ મેચ પહેલા સંભવિત સંભવિત પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને હવામાન વિશે જાણીએ .

IND vs ENG: લોર્ડ્સમાં ODI સિરીઝ જીતવા ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ફાઈનલ જંગ, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG ODIImage Credit source: X
| Updated on: Jul 18, 2026 | 10:46 PM
Share

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડે 19 જુલાઈએ ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. શ્રેણી હાલમાં 1-1 ની બરાબરી પર હોવાથી બંને ટીમો માટે આ મેચ ‘કરો યા મરો’ જેવી છે. ટીમ ઈન્ડિયા પાસે 2004 બાદ પ્રથમ વખત લોર્ડ્સમાં વનડે જીતવાની અને શ્રેણી પોતાના નામે કરવાની તક છે.

ભારતીય ટીમમાં ફેરફાર

ભારતીય ટીમને આ મેચ પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. બીજી વનડે દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા વોશિંગ્ટન સુંદર શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે અને તેના સ્થાને હર્ષ દુબેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બીજી તરફ, બીમારીના કારણે છેલ્લી મેચ ચૂકી ગયેલા કેએલ રાહુલની ઉપલબ્ધિ અંગે અંતિમ નિર્ણય મેચ પહેલા લેવામાં આવશે.

બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનમાં શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, ગુરનૂર બ્રાર અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ થઈ શકે છે. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર, સેમ કરન, વિલ જેક્સ, ગુસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને સાકિબ મહમૂદ રમી શકે છે.

હાઈ-સ્કોરિંગ મેચની અપેક્ષા

લોર્ડ્સની પિચ પર શરૂઆતમાં ઝડપી બોલરોને સારી મદદ મળવાની શક્યતા છે. નવા બોલથી સ્વિંગ જોવા મળે છે, પરંતુ સમય જતાં બેટિંગ સરળ બનતી જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં ઘણી 300 થી વધુ રનની ઇનિંગ જોવા મળી છે, તેથી ફરી એકવાર હાઈ-સ્કોરિંગ મેચની અપેક્ષા રાખી શકાય. હવામાન વિભાગ મુજબ વરસાદની કોઈ શક્યતા નથી.

લોર્ડ્સમાં ઈંગ્લેન્ડનો મજબૂત રેકોર્ડ

મેચના રેકોર્ડની વાત કરીએ તો લોર્ડ્સમાં ઈંગ્લેન્ડનો રેકોર્ડ ભારત સામે મજબૂત રહ્યો છે. 2019 બાદ ઈંગ્લેન્ડ અહીં ફક્ત એક જ વનડે હાર્યું છે, જ્યારે ટીમ ઈન્ડિયા 2004 પછી લોર્ડ્સમાં જીત મેળવી શકી નથી. તેથી શ્રેણી જીતવા માટે શુભમન ગિલની ટીમે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે મેદાનમાં ઉતરવું પડશે.

લોર્ડ્સમાં કેવું રહેશે હવામાન

મેચના દિવસે લોર્ડ્સમાં આકાશ સ્વચ્છ રહેવાની અપેક્ષા છે. થોડા સમય માટે વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદ કે ખરાબ હવામાનની કોઈ શક્યતા નથી . મેચ દરમિયાન તાપમાન 18-22 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

Breaking News: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું નેતૃત્વ કરશે બે સ્ટાર દીકરીઓ, મીરાબાઈ-લોવલીનાને મળ્યું મોટું સન્માન

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">