Breaking News: ટીમ ઈન્ડિયામાંથી 2 ખેલાડીઓ બહાર, સંજુ સેમસનને ફરી તક નહીં, પ્લેઈંગ-11 માં ફેરફાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી T20માં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઈજાના કારણે બે ખેલાડીઓ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થયા છે અને તેમની જગ્યાએ નવા ખેલાડીઓને તક મળી છે. બીજી તરફ, સંજુ સેમસનને સતત બીજી મેચમાં પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી.

બ્રિસ્ટલ T20 માટે ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈંલેવનમાં બે મોટા ફેરફાર કરવા પડ્યા હતા. હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી બંને ટીમમાંથી બહાર થયા છે. બંનેને હેમસ્ટ્રિંગ ઈજાઓ થઈ હતી, અને BCCI એ જાહેરાત કરી છે કે બંને ખેલાડીઓ હવે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. પ્લેઈંગ ઈંલેવનમાં હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીના સ્થાને વોશિંગ્ટન સુંદર અને પ્રસિદ્ધ કૃષ્ણાને સ્થાન આપવામાં આવ્યું છે.
શ્રેયસ અય્યરે ટોસ જીતી બેટિંગ પસંદ કરી
બ્રિસ્ટલમાં T20 મેચ પહેલા ટોસ યોજાયો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શ્રેયસ અય્યરે ફરીથી ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અય્યરે ટોસ બાદ ટીમની જાહેરાત કરી હતી. સંજુ સેમસનને ફરીથી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
Toss #TeamIndia have won the toss and elected to bat first in Bristol.
Updates ▶️ https://t.co/vKZQwVKyYP #ENGvIND pic.twitter.com/aUpy0IxQAc
— BCCI (@BCCI) July 9, 2026
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈંલેવન
અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણા.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈંલેવન
ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને જોશ ટંગ.
Here’s a look at #TeamIndia‘s Playing XI for the 4️⃣th T20I
Updates ▶️ https://t.co/vKZQwVKyYP #ENGvIND pic.twitter.com/0PUFUE2V0s
— BCCI (@BCCI) July 9, 2026
બ્રિસ્ટલની પિચ કેવી છે?
બ્રિસ્ટલની પિચ બેટિંગ માટે ઉત્તમ માનવામાં આવે છે. પિચ રિપોર્ટ મુજબ ભારત-ઈંગ્લેન્ડ ચોથી T20 મેચમાં બેટ્સમેનોને મદદ મળશે, પરંતુ વિકેટમાં ઉછાળ છે અને બોલ સારો બાઉન્સ પણ થશે, જે બેટ્સમેન માટે સમસ્યારૂપ બની શકે છે. બ્રિસ્ટલના મેદાનમાં ટૂંકી ફ્રન્ટ બાઉન્ડ્રી છે, તેથી શોર્ટ બોલ અહીં મુખ્ય હથિયાર રહેશે. ત્રીજી T20 મેચમાં જોફ્રા આર્ચર અને જોશ ટોંગે શોર્ટ બોલથી ભારતીય બેટ્સમેનોને આઉટ કર્યા હતા.
