AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 193 દિવસની રાહ પૂરી… ટીમ ઈન્ડિયા તૈયાર, 8 વર્ષ પછી અફઘાનિસ્તાન સામે ટેસ્ટ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ 6 જૂનથી મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય ચાહકો અને તેમ માટે ખૂબ જ ખાસ રહેશે. 193 દિવસ બાદ ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં રમશે. 8 વર્ષ પછી ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ટેસ્ટ રમશે.

Breaking News: 193 દિવસની રાહ પૂરી... ટીમ ઈન્ડિયા તૈયાર, 8 વર્ષ પછી અફઘાનિસ્તાન સામે ટેસ્ટ
Team IndiaImage Credit source: X
| Updated on: Jun 05, 2026 | 5:36 PM
Share

ભારતીય ક્રિકેટ ચાહકો જેની મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા, તે ક્ષણ આખરે આવી ગઈ છે. 193 દિવસની લાંબી રાહ જોયા પછી, ભારતીય ટીમ ફરી એકવાર સફેદ જર્સી અને લાલ બોલ સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ એકમાત્ર ટેસ્ટ મેચ 6 જૂનથી ચંદીગઢના મુલ્લાનપુર સ્થિત મહારાજા યાદવિન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

8 વર્ષ પછી અફઘાનિસ્તાન સામે ટેસ્ટ

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ બીજીવાર છે જ્યારે ભારત અને અફઘાનિસ્તાન આ ફોર્મેટમાં એકબીજા સામે ટકરાશે. બંને ટીમો વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ 2018 માં બેંગલુરુમાં રમાઈ હતી, જ્યાં ભારતીય ટીમે એક ઇનિંગ અને 262 રનથી શાનદાર વિજય મેળવ્યો હતો. હવે, આઠ વર્ષની લાંબી રાહ બાદ આ બંને ટીમો ટેસ્ટ ક્રિકેટમાં ફરી એકબીજા સામે ટકરાવવા માટે તૈયાર છે.

193 દિવસ બાદ ટેસ્ટ મેચ રમશે ટીમ ઈન્ડિયા

દરમિયાન, ભારતીય ટીમે ગયા વર્ષે નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. ત્યારથી, ટીમ સતત મર્યાદિત ઓવરના ક્રિકેટમાં વ્યસ્ત છે. આ મેચ ખેલાડીઓ અને ચાહકો માટે 193 દિવસના દુષ્કાળનો અંત લાવશે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળ યુવા અને અનુભવી ખેલાડીઓથી ભરેલી ભારતીય ટીમ આ મેચમાં જીતની દાવેદાર તરીકે પ્રવેશ કરશે. જોકે આ મેચ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) નો ભાગ નથી, પણ આ મેચ બંને ટીમો માટે તેમની રેડ-બોલ ક્રિકેટની તૈયારીઓનું પરીક્ષણ કરવા માટે એક સારું પ્લેટફોર્મ સાબિત થશે.

ઘરઆંગણે ટેસ્ટ મેચમાં જીત પર નજર

આ મેચમાં, ટીમ ઈન્ડિયા જીત સાથે લાંબી રાહનો અંત લાવવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમનો ઘરઆંગણે છેલ્લો ટેસ્ટ મેચ વિજય ગયા વર્ષે ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હતો. ત્યારથી, ટીમ ઈન્ડિયા ઘરઆંગણે એક પણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. આ સમયગાળા દરમિયાન, તેઓ દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી 0-2થી હારી ગયા હતા.

Big Cricket League: શ્રીસંતની ટીમ સતત બીજી મેચ હારી, ગુજરાત ડાયમંડ્સે શાનદાર જીત નોંધાવી

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">