AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Cricket T20 WC 2026: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત, 1 જ ઓવરમા 3 વિકેટ ગુમાવી..!

T20 વર્લ્ડ કપ 2026ના પ્રથમ મુકાબલામાં અમેરિકા સામે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત નબળી રહી છે. અભિષેક શર્મા શૂન્ય રને આઉટ થયા બાદ મધ્યમ ક્રમ પણ સસ્તામાં પેવેલિયન ભેગો થયો છે.

ICC Cricket T20 WC 2026: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત, 1 જ ઓવરમા 3 વિકેટ ગુમાવી..!
Image Credit source: Getty Images & ICC
| Updated on: Feb 07, 2026 | 8:38 PM
Share

T20 વર્લ્ડ કપ 2026નો શાનદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી ગ્રુપ સ્ટેજની મહત્વની મેચમાં યજમાન ભારતનો સામનો અમેરિકા સામે થઈ રહ્યો છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા જીત સાથે આગાઝ કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતરી છે, પરંતુ મેચની શરૂઆત ધારણા મુજબ રહી નથી. ટોસ અને શરૂઆત યુએસએની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી અભિષેક શર્મા અને ઈશાન કિશનની જોડીએ ઇનિંગની શરૂઆત કરી હતી. ઈશાન કિશને શાનદાર સિક્સર ફટકારીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું, પરંતુ પ્રથમ ઓવરમાં ટીમ માત્ર 7 રન જ બનાવી શકી હતી.

એક બાદ એક પડી ગઈ 6 વિકેટ

ઝડપી વિકેટોનું પતન ટીમ ઈન્ડિયાને પહેલો મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે યુવા ઓપનર અભિષેક શર્મા ‘ગોલ્ડન ડક’ (0 રન) પર આઉટ થઈ ગયો. 8 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ટીમ દબાણમાં આવી ગઈ હતી. ત્યારબાદ ઈશાન કિશન 16 બોલમાં 20 રન બનાવીને વાન શલ્કવિકનો શિકાર બન્યો હતો.

મધ્યમ ક્રમ નિષ્ફળ ટીમનો સ્કોર હજુ 46 રન સુધી પહોંચ્યો હતો ત્યાં જ તિલક વર્મા 25 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારત માટે સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે શિવમ દુબે પણ શૂન્ય રને (પહેલા જ બોલે) આઉટ થઈ ગયો. 46 રનના સ્કોર પર ભારતની 4 મહત્વની વિકેટો પડી જતાં ભારતીય છાવણીમાં ચિંતા પ્રસરી ગઈ હતી.

શું છે વર્તમાન સ્થિતિ..?

વર્તમાન સ્થિતિ 8 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાને 52 રન છે. અત્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંઘ ક્રિઝ પર હાજર છે. જેમા રિંકુ સિંઘ 14 બોલમા 6 રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતાં આને હાલમા, સૂર્યકુમાર યાદવ અને અક્સર પટેલની સારી ભાગીદારી ચાલી રહી છે.

IND vs USA T20 World Cup Live Streaming: વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત, 11 ઓવરમાં અડધી ટીમ પેવેલિયન પરત ફરી, હાર્દિક આઉટ થતા 6ઠ્ઠી વિકેટ ગુમાવી-જુઓ અહીંયાં

Follow Us
'ભાજપ નેતા' ભરત ડાંગરના ભાઈની કરજણમાં ગુંડાગીરી - જુઓ Video
'ભાજપ નેતા' ભરત ડાંગરના ભાઈની કરજણમાં ગુંડાગીરી - જુઓ Video
સુરતમાં 25 લાખની નવી ટાંકીમાં પડ્યા ભ્રષ્ટાચારના 'મોટા હોલ'! જુઓ Video
સુરતમાં 25 લાખની નવી ટાંકીમાં પડ્યા ભ્રષ્ટાચારના 'મોટા હોલ'! જુઓ Video
ઉમરગામમાં વૃદ્ધાને બંધક બનાવી હથિયારબંધ લૂંટ
ઉમરગામમાં વૃદ્ધાને બંધક બનાવી હથિયારબંધ લૂંટ
31મીએ પીએમ મોદી આવશે ગુજરાત, કોબા, સાણંદ, ડીસામાં સંબોધશે જાહેરસભા
31મીએ પીએમ મોદી આવશે ગુજરાત, કોબા, સાણંદ, ડીસામાં સંબોધશે જાહેરસભા
ગુજરાત ટાઈટન્સની ટીમ આક્રમક રમત અને મજબૂત સ્ટ્રેટેજી તૈયાર
ગુજરાત ટાઈટન્સની ટીમ આક્રમક રમત અને મજબૂત સ્ટ્રેટેજી તૈયાર
ભગવાનના દરબારમાં ચોરી
ભગવાનના દરબારમાં ચોરી
મારી પાસે બોમ્બ છે, તેમ કહેતા જ એરપોર્ટ પર થઈ દોડાદોડી, Video
મારી પાસે બોમ્બ છે, તેમ કહેતા જ એરપોર્ટ પર થઈ દોડાદોડી, Video
ટોલ પ્લાઝા પર કાયદાના દુરુપયોગ, ન્યાયાધીશના વિશેષાધિકારનો દાવો
ટોલ પ્લાઝા પર કાયદાના દુરુપયોગ, ન્યાયાધીશના વિશેષાધિકારનો દાવો
ક્રિએટિવ પ્રોજેક્ટ્સમાં જોડાવા અને નવા મિત્રો બનાવવાનો શ્રેષ્ઠ સમય
ક્રિએટિવ પ્રોજેક્ટ્સમાં જોડાવા અને નવા મિત્રો બનાવવાનો શ્રેષ્ઠ સમય
પીએમ મોદીનું મિશન ઈન્ડિયા: યુદ્ધના સંકટ સામે સુરક્ષા કવચની સમીક્ષા
પીએમ મોદીનું મિશન ઈન્ડિયા: યુદ્ધના સંકટ સામે સુરક્ષા કવચની સમીક્ષા
g clip-path="url(#clip0_868_265)">