AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જીત બાદ નાઈટક્લબમાં કર્યો ઝઘડો, આ વિવાદે કેપ્ટન અને ખેલાડીની ચિંતા વધારી

આમ તો તમે ક્રિકેટમાં અવાર નવાર વિવાદો વિશે તો સાંભળ્યું હશે. પરંતુ હાલમાં એક એવી ઘટના સામે આવી છે. જેનાથી ક્રિકેટ બોર્ડથી લઈ ખેલાડી અને કેપ્ટનની ચિંતા વધી ગઈ છે. આ બધાનું કાણ નાઈક્લબમાં વિવાદનું કારણ છે. તો ચાલો વિસ્તારથી જાણીએ.

Breaking News : જીત બાદ નાઈટક્લબમાં કર્યો ઝઘડો, આ વિવાદે કેપ્ટન અને ખેલાડીની ચિંતા વધારી
Image Credit source: AI
| Updated on: Jun 09, 2026 | 11:39 AM
Share

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ લોર્ડર્સ ટેસ્ટ મેચમાં શાનદાર જીત પછી થોડા જ કલાકોમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ એક નવા વિવાદમાં ફસાય છે. ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગસ એટકિસન પર ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તપાસ શરુ કરી છે.બંન્ને ખેલાડી સોમવારના રોજ એક નાઈટ ક્લબમાં જોવા મળ્યા હતા. અહી એક ઘટના બની હતી. જેમણે ઈસીબીએ ટીમના પ્રોટોકોલનું ઉલ્લંધન માન્યું છે.

ઈસીબીએ તપાસ શરુ કરી

ESPN-Cricinfoના રિપોર્ટ મુજબ, ECB એ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રથમ ટેસ્ટના અંત પછી ટીમ પ્રોટોકોલના ભંગની તપાસ કરવામાં આવી રહી છે. બોર્ડે પુષ્ટિ કરી છે કે, પ્રતિબંધ સ્ટોકસ અને ગસ એટકિસન તે સમયે નાઈટક્લબમાં હાજર હતા. જ્યાં આ ઘટના બની હતી. આ સમગ્ર મામલાની જાણકારી ક્રિકેટ રેગુલેટરને પણ આપવામાં આવી છે. તેમજ આગળની તપાસ શરુ છે. રિપો્ર્ટ મુજબ આ ઘટના એક વિવાદ બાદ થઈ જેમાં ગસ એટકિસન અને એક એકેડમીના ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો હતો. પરંતુ કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થયું હોવાની વિગતે સામે આવી નથી.

તપાસ પૂર્ણ થયા પછી બંન્ને ખેલાડીઓને 17 જૂનથી ઓવરમાં શરુ થાનારી બીજી ટેસ્ટ મેચમાં રમવાની તક મળશે નહી તેવી શક્યતાઓ છે. જો સ્ટોક્સ ટીમમાંથી બહાર થાય છે. તો વાઈસકેપ્ટન હૈરી બ્રુક ઈંગ્લેન્ડની કમાન સંભાળી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ આ સમગ્ર મામલો એટલો ગંભીર માનવામાં આવી રહ્યો છે કે, સ્ટકોસ પોતાની કેપ્ટનશીપને લઈ વિચાર કરી રહ્યો છે.જોકે, આ સંદર્ભમાં ECB દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

પહેલા પણ વિવાદમાં રહી ચૂક્યો છે સ્ટોકસ

બેન સ્ટોક્સના કરિયર મેદાનની અંદર જેટલું શાનદાર રહ્યું છે. તેટલું મેદાનની બહાર પણ વિવાદો સાથે જોડાયેલું છે 2017માં એક વનડે મેચ દરમિયાન મોડી રાત્રે રસ્તા પર મારપીટની ઘટના બની હતી. જોકે પાછળથી તેમને કાનૂની રાહત મળી, પરંતુ ECB એ તેમને દંડ ફટકાર્યો.

ઇંગ્લેન્ડના ઓસ્ટ્રેલિયા પ્રવાસની પણ તેમના ખેલાડીઓના વર્તન માટે નોંધપાત્ર ટીકા થઈ હતી. આ પછી, ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે મધ્યરાત્રિ કર્ફ્યુ લાદ્યો હતો. તાજેતરના મહિનાઓમાં હેરી બ્રુક, જેકબ બેથેલ અને બેન ડકેટ જેવા ખેલાડીઓ સાથે સંકળાયેલા વિવાદો પણ સામે આવ્યા છે, જેનાથી ટીમ સંસ્કૃતિ અને શિસ્ત પર પ્રશ્નો ઉભા થયા છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
g clip-path="url(#clip0_868_265)">