AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અફઘાનિસ્તાન શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગી બાદ BCCI સિલેકશન કમિટીના 5 નિર્ણયો પણ ઉઠ્યા સવાલ

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગી સમિતિ દ્વારા પાંચ એવા નિર્ણયો લેવામાં આવ્યા છે જેનાથી ક્રિકેટ ફેન્સ નિરાશ થયા છે. સોશિયલ મીડિયા પર આ નિર્ણયો સામે સવાલો ઉભા થયા છે.

Breaking News: અફઘાનિસ્તાન શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગી બાદ BCCI સિલેકશન કમિટીના 5 નિર્ણયો પણ ઉઠ્યા સવાલ
Question raised on BCCIImage Credit source: X
| Updated on: May 19, 2026 | 8:42 PM
Share

ટીમ ઈન્ડિયાની પસંદગી બાદ વિવાદ ના થાય તે અશક્ય છે. મંગળવારે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી, અને પસંદગીકારોએ ખરેખર આશ્ચર્યજનક નિર્ણયો લીધા હતા. આ નિર્ણયો પછી ચાહકોએ મુખ્ય પસંદગીકાર અજિત અગરકરની વિચારસરણી પર સવાલ ઉઠાવ્યા હતા. સોશિયલ મીડિયા અમુક ખેલાડીઓ સાથે થયેલા અન્યાય અંગેની પોસ્ટ્સથી છલકાઈ ગયું હતું. ચાલો આપણે ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા લેવામાં આવેલા પાંચ નિર્ણયો જાણીએ જેના પર સવાલો પ્રશ્નો ઉભા થયા છે.

રિષભ પંત સાથે આવું કેમ?

IPL દરમિયાન રિષભ પંતને ODI ટીમમાંથી ભાર કરવાની અટકળો ખૂબ જ ચાલી રહી હતી, અને એવું જ થયું. પસંદગીકારોએ પંતને અફઘાનિસ્તાન ODI શ્રેણી માટે ટીમમાં સામેલ ન કર્યો, પરંતુ અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે તેને ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન પદેથી શા માટે દૂર કરવામાં આવ્યો. પંત ટેસ્ટ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરે છે અને તેને શુભમન ગિલના ડેપ્યુટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેની જગ્યાએ અચાનક 34 વર્ષીય કેએલ રાહુલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

અક્ષર બહાર, સુંદર દરેક ટીમમાં સામેલ

ભારતને ત્રણ ICC ટ્રોફી અપાવનાર અક્ષર પટેલને ODI ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તે ટેસ્ટ ટીમમાં પણ સ્થાન મેળવી શક્યો નથી. આ એક આશ્ચર્યજનક નિર્ણય છે. જોકે, વોશિંગ્ટન સુંદરને ટેસ્ટ અને ODI બંને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ નિર્ણય ખૂબ જ ચોંકાવનારો છે.

આકિબ નબીની કેમ પસંદગી નહીં?

જમ્મુ અને કાશ્મીરને રણજી ટ્રોફીમાં વિજય અપાવનાર ફાસ્ટ બોલર આકિબ નબીની ટેસ્ટ ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી. તેણે છેલ્લી રણજી ટ્રોફી સિઝનમાં 60 વિકેટ લીધી હતી, છતાં તેની ટેસ્ટ ટીમમાં પસંદગી ના થઈ. પ્રશ્ન એ છે કે, જો રણજી ટ્રોફીમાં શ્રેષ્ઠ પ્રદર્શનથી ટેસ્ટ ટીમમાં સ્થાન નથી મળતું, તો બીજી કેવી રીતે મળશે? જોકે, ગુર્નુર બ્રારને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

યશસ્વી જયસ્વાલ વનડે ટીમમાંથી બહાર

યશસ્વી જયસ્વાલ વર્તમાન ભારતીય ટીમમાં એકમાત્ર એવો ખેલાડી છે જેને ત્રણેય ફોર્મેટ: ટેસ્ટ, ODI અને T20 માટે ફિટ માનવામાં આવે છે. તેણે દરેક ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. જોકે, હવે તેને ODI ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. યશસ્વીએ છેલ્લી ODI શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારી હતી. તેને T20 ટીમમાંથી પણ બહાર કરવામાં આવ્યો છે અને હવે તે ફક્ત ટેસ્ટ ફોર્મેટ જ રમી રહ્યો છે.

મોહમ્મદ શમીનું કમબેક ના થયું

મોહમ્મદ શમીએ રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યું. IPL માં પણ સારી બોલિંગ કરી, પરંતુ તેને ટીમમાં તક નહીં મળી. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે તો એમ પણ કહ્યું કે ટેસ્ટ અને વનડે ટીમની પસંદગીમાં તેના નામની ચર્ચા પણ થઈ ન હતી. તેણે શમીને ફક્ત T20 માટે જ ફિટ જાહેર કર્યો.

Breaking News: રાજસ્થાને ટોસ જીતી બોલિંગ પસંદ કરી, લખનૌ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

Follow Us
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 5 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 5 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
g clip-path="url(#clip0_868_265)">