Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : BCCI 5 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવ્યો, હવે IPL 2025માં બોલની સાથે આમ કરવું નહીં ગણાય ‘બોલ ટેમ્પરિંગ’

IPLની 18મી સીઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે અને તેના બે દિવસ પહેલા, BCCI એ તમામ 10 કેપ્ટનો સાથે બેઠક યોજી હતી અને તેમની સાથે વાત કર્યા પછી, બોલર માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પગલે, આઈપીએલમાં ઝડપી બોલરની બોલિંગમાં હવે ઘાર જોવા મળશે.

Breaking News : BCCI 5 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવ્યો, હવે IPL 2025માં બોલની સાથે આમ કરવું નહીં ગણાય 'બોલ ટેમ્પરિંગ'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2025 | 4:28 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની નવી સીઝનમાં એક જૂનો નિયમ પાછો ફર્યો છે. IPL 2025 સીઝન શરૂ થવાના 2 દિવસ પહેલા જ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બોલ પર લાળના ઉપયોગ કરવા પરનો પ્રતિબંધ હટાવીને બોલરોને મોટી રાહત આપી છે. આ પ્રતિબંધ 2020 માં કોરોના વાયરસના ચેપ દરમિયાન લાદવામાં આવ્યો હતો. શરૂઆતથી જ ક્રિકેટમાં બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ 2020 માં, કોરોના વાયરસ રોગચાળાને કારણે, ICC દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. પછી તેને IPLમાં પણ લાગુ કરવામાં આવ્યો હતો.

આગામી 22 માર્ચને શનિવારથી શરૂ થતી લીગની 18મી સીઝન પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) હવે આ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે, જેનાથી બોલરોને મોટી રાહત મળી છે. ગુરુવાર, 20 માર્ચના રોજ, મુંબઈમાં BCCI હેડ કવાર્ટર ખાતે, આઈપીએલની તમામ 10 ટીમોના અધિકારીઓ અને કેપ્ટનો વચ્ચે એક બેઠક યોજાઈ હતી.

આમાં બોર્ડે તમામ કેપ્ટનોને આ નિર્ણયની જાણ કરી હતી. આનો અર્થ એ થયો કે 22 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી શરૂ થતી આઈપીએલ સિઝન 18ની તમામ મેચમાં, બોલરો હવે પહેલાની જેમ IPLમાં બોલને ચમકાવવા માટે તેમની લાળનો ઉપયોગ કરી શકશે.

Vastu Tips : નસીબ બદલાઈ જશે, ઈશાન ખૂણામાં રાખો આ 3 વસ્તુઓ, જુઓ ચમત્કાર
Airtel યુઝરને આ પ્લાનમાં મળી રહ્યું JioHotstarનું સબસ્ક્રિપ્શન ! આખી IPL જોઈ શકશો
SRH ની માલકિન કાવ્યા મારનનો બોયફ્રેન્ડ કોણ છે?
સ્વપ્ન સંકેત: રાત્રે કયા સમયે જોયેલા સપના સાચા થાય છે?
વિરાટ-સચિનથી પણ વધારે પૈસાદાર છે KKRની માલિક, જુઓ ફોટો
Nails Cutting: રાત્રે નખ કેમ ન કાપવા જોઈએ? જાણો ક્યારે અને કયા દિવસે નખ કાપવા શુભ છે!

જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પ્રતિબંધ હજુ પણ યથાવત છે. કોરોના મહામારીના અંત પછી, ICC એ તેને કાયમી ધોરણે લાગુ કર્યો છે. આવી સ્થિતિમાં, ખેલાડીઓ ફક્ત પોતાના પરસેવાનો ઉપયોગ કરીને બોલને ચમકાવી શકે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી, આ પ્રતિબંધ ઉઠાવી લેવાની અને જૂના સમયની જેમ લાળનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાની માંગ કરવામાં આવી રહી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચના થોડાક કલાકો પહેલા જ સ્ટાર ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પણ આ પ્રતિબંધ હટાવવાની માંગ કરી હતી અને હવે બોર્ડે તાત્કાલિક આના પર કાર્યવાહી કરીને પ્રતિબંધ હટાવી દીધો છે.

આ સિવાય હવે IPLમાં બીજો એક મહત્વપૂર્ણ નિયમ આવી રહ્યો છે. સાંજે રમાતી મેચોમાં, ઝાકળની અસર ઓછી કરવા માટે બીજા દાવ દરમિયાન બે બોલનો ઉપયોગ કરવામાં આવશે. આ અંતર્ગત, બીજી ઇનિંગમાં બોલિંગ કરનારી ટીમ 10મી ઓવર સુધી નવા બોલનો ઉપયોગ કરી શકશે. આ પછી, 11મી ઓવરથી બોલ બદલવામાં આવશે અને બાકીની મેચ તેની સાથે પૂર્ણ કરવામાં આવશે. જોકે, આ બીજો બોલ નવો નહીં હોય, પણ થોડો જૂનો હશે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે બોલ બદલવો ફરજિયાત છે કે ફિલ્ડિંગ ટીમ પોતાની પસંદગી મુજબ આમ કરી શકે છે.

આઈપીએલ 2025ના તમામ સમાચાર જાણવા માટે તમે અમારા આઈપીએલ ટોપિક પર ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">