અમ્પાયરની મોટી ભૂલ! ODIમાં એક બોલરે 11 ઓવરનો સ્પેલ ફેંકી બનાવ્યો અનોખો રેકોર્ડ
ન્યૂઝીલેન્ડની ઓફ સ્પિનર એડન કાર્સને શુક્રવારે શ્રીલંકા સામેની ODIમાં 11 ઓવર ફેંકી કમાલ કરી હતી. તેણીએ 11 ઓવરમાં 41 રન આપી 2 વિકેટ ઝડપી હતી અને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે રમાયેલી મેચમાં એક અનોખો રેકોર્ડ બન્યો હતો. કિવી બોલર એડન કાર્સને અમ્પાયરની ભૂલને કારણે ODI ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત 11 ઓવરનો સ્પેલ નાખ્યો હતો. એકતરફી મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને હરાવ્યું હતું. શ્રીલંકાની આખી ટીમ માત્ર 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
અમ્પાયરની ભૂલને કારણે અનોખો રેકોર્ડ બન્યો
ક્રિકેટની રમતમાં મેદાન પર અમ્પાયરની મોટી ભૂમિકા હોય છે. ઘણી મેચોના પરિણામ પણ અમ્પાયરના નિર્ણયથી પલટી જાય છે. જો કે, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલી મેચમાં અમ્પાયરની ભૂલને કારણે આવો અનોખો રેકોર્ડ બન્યો છે જે આજથી પહેલા વન-ડેના ઈતિહાસમાં ક્યારેય બની શક્યો ન હતો.
New Zealand off spinner Eden Carson bowls 11 overs in an ODI against Sri Lanka yesterday.
She finished with the spell of 2/41 in 11 overs. pic.twitter.com/XgqGLjehI6
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 1, 2023
બોલરે 11 ઓવરનો સ્પેલ ફેંક્યો
ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં કિવી બોલર એડન કાર્સને 11 ઓવરનો સ્પેલ ફેંક્યો હતો. કાર્સને મેચની 45મી ઓવર ફેંકતાની સાથે જ તેના સ્પેલની 10 ઓવર પૂરી કરી લીધી હતી. જો કે, અમ્પાયરની ભૂલને કારણે ન્યૂઝીલેન્ડના બોલરે ઇનિંગ્સની 47મી અને તેની 11મી ઓવર પણ નાખી હતી. ODI ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ બોલરે 11 ઓવરનો સ્પેલ નાખ્યો હોય.
કાર્સનની દમદાર બોલિંગ
એડન કાર્સને તેના 11 ઓવરના સ્પેલમાં માત્ર 41 રન જ આપ્યા હતા અને શ્રીલંકાના બે સ્ટાર ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. કાર્સને તેની 11મી ઓવરમાં પાંચ બોલ ડોટ ફેંક્યા અને માત્ર એક જ રન આપ્યો હતો.
11 overs for a bowler in a 50-over match? 🤔
New Zealand’s Eden Carson did that due to an oversight in the second #SLvNZ ODI!
Since the last 55-overs-a-side match in ODIs in 1995, there have been five instances (across men’s and women’s games) where a bowler has bowled beyond… pic.twitter.com/capOHd8Zfv
— ESPNcricinfo (@ESPNcricinfo) July 1, 2023
આ પણ વાંચોઃ ભારતની યુવા ઓફ સ્પિનરે રચ્યો ઈતિહાસ, કેરેબિયન લીગમાં રમનારી પ્રથમ ભારતીય ખેલાડી બની
ODI શ્રેણીમાં 1-1ની બરોબરી કરી
શ્રીલંકા સામે રમાયેલી બીજી મેચમાં કિવી ટીમે પ્રથમ બેટિંગ કરતા 329 રન બનાવ્યા હતા. સોફિયા ડિવાઇન અને અમિલા કેરે સદી ફટકારી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 229 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી, જે વનડે ક્રિકેટમાં શ્રીલંકા સામેની સૌથી મોટી ભાગીદારી પણ છે. અમિલા કેરે 108 રન જ્યારે ડેવિને 137 રન બનાવ્યા હતા. 330 રનના ટાર્ગેટનો પીછો કરતા શ્રીલંકાની આખી ટીમ 218 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-1થી બરાબર કરી લીધી હતી.