ODI World Cup Qualifier : ઓમાનના બેટ્સમેને સદી ફટકાર્યા બાદ જડ્ડુની સ્ટાઈલમાં કરી ઉજવણી, જુઓ Video
વર્લ્ડ કપ ક્વોલિફાયરના સુપર સિકસ રાઉન્ડમાં ઝીમ્બાબ્વે સામે ઓમાનના બેટ્સમેન કશ્યપ પ્રજાપતિએ પોતાની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. સદી બાદ પ્રજાપતિએ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની સ્ટાઈલમાં ઉજવણી કરી હતી.
ઓમાનના બેટ્સમેન કશ્યપ પ્રજાપતિએ ICC વર્લ્ડ કપ ક્વોલિફાયરની સુપર-6ની પ્રથમ મેચમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. કશ્યપ પ્રજાપતિએ પોતાની ODI કારકિર્દીની આ બીજી સદી ફટકારી છે. કશ્યપ પ્રજાપતિએ ટેસ્ટ રમતી ટીમ સામે પ્રથમ સદી ફટકારી છે. આવું કરનાર તે ઓમાનનો પ્રથમ ખેલાડી બન્યો હતો.
Kashyap Prajapati brings up his second ODI ton 👏#CWC23 | #ZIMvOMA: https://t.co/Q8Wfk9smu0 pic.twitter.com/H8ViXHK2CI
— ICC (@ICC) June 29, 2023
ODI કારકિર્દીની બીજી સદી
ઝિમ્બાબ્વે દ્વારા આપવામાં આવેલા વિશાળ લક્ષ્યનો પીછો કરતા કશ્યપ પ્રજાપતિએ 93 બોલમાં પોતાની સદી ફટકારી હતી. આ પહેલા તેણે આયર્લેન્ડ સામે 72 રનની ઇનિંગ રમી છે. સંપૂર્ણ ICC ટીમ (ટેસ્ટ અને ODI રમી રહેલી ટીમ) સામે કશ્યપે પ્રથમ સદી ફટકારી છે. કશ્યપે આકિબ ઇલ્યાસ (45) સાથે 99 બોલમાં 83 રનની ભાગીદારી કરી હતી.
Jadduson kashyap prajapati 👏👏pic.twitter.com/wubsIGgVRv
— sword$man🕉️ (@backwardpoint_) June 29, 2023
જાડેજાની સ્ટાઈલમાં કરી ઉજવણી
ઓમાનના બેટ્સમેન કશ્યપ પ્રજાપતિએ પોતાની ODI કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. સદી ફટકાર્યા બાદ કશ્યપ પ્રજાપતિએ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની જેમ તલવારની જેમ બેટ હવામાં ચલાવીને ઉજવણી કરી હતી. કશ્યપ ઓમાન તરફથી ICC સભ્ય ટીમ સામે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. જો કે તેની સદી ઓમાનની ટીમને જીતાડી શકી ન હતી. ઝિમ્બાબ્વેએ ઓમાનને 14 રને હરાવ્યું હતું.
આ પણ વાંચોઃ રહાણેને ટેસ્ટ ટીમનો વાઈસ-કેપ્ટન બનાવવામાં આવતા સૌરવ ગાંગુલી થયો ગુસ્સે
Oman 🇴🇲 started the chase to 333 set by Zimbabwe 🇿🇼 in fashion with Kashyap Prajapati standing out scoring a century 💯 to fancy chances for Oman 🇴🇲 along with Aaqib Ilyas’ 45 , Zeeshan Maqsood’s 37 , Ayaan Khan’s 47 and Mohammed Nadeem’s 30 in the back end contributing to the… pic.twitter.com/Roua2xC0BR
— Oman Cricket (@TheOmanCricket) June 29, 2023
વર્ષ 2021માં ODIમાં કર્યું હતું ડેબ્યૂ
કશ્યપે તેની પ્રથમ વનડે 26 સપ્ટેમ્બર 2021ના રોજ પાપુઆ ન્યુ ગિની સામે રમી હતી. કશ્યપે ઓમાન તરફથી અત્યાર સુધીમાં 28 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેણે 27 ઇનિંગ્સમાં લગભગ 30ની એવરેજથી 790 રન બનાવ્યા છે. જેમાં તેણે 1 સદી અને 5 અડધી સદી ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ 75.16નો રહ્યો છે.