AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતની યુવા ઓફ સ્પિનરે રચ્યો ઈતિહાસ, કેરેબિયન લીગમાં રમનારી પ્રથમ ભારતીય ખેલાડી બની

શ્રેયંકા પાટીલ વેસ્ટ ઈન્ડિઝમાં રમાતી વિમેન્સ કેરેબિયન પ્રીમિયર લીગમાં ભાગ લેનારી પ્રથમ ભારતની ખેલાડી બનશે. શ્રેયંકા પાટીલ મહિલા IPLની પ્રથમ આવૃત્તિમાં અને હાલમાં જ સમાપ્ત થયેલ ઇમર્જિંગ વિમેન્સ એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરી ચર્ચામાં આવી હતી.

ભારતની યુવા ઓફ સ્પિનરે રચ્યો ઈતિહાસ, કેરેબિયન લીગમાં રમનારી પ્રથમ ભારતીય ખેલાડી બની
Shreyanka Patil
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 6:22 PM
Share

મહિલા કેરેબિયન પ્રીમિયર લીગમાં પ્રથમ વખત કોઈ ભારતીય ક્રિકેટર જોવા મળશે. ભારતની યુવા ઓફ સ્પિનર ​​શ્રેયંકા પાટીલ આ લીગમાં સામેલ થનારી દેશની પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ છે. તેણે ગયાના એમેઝોન વોરિયર્સ સાથે કરાર કર્યો છે અને જલ્દી તે આ લીગમાં રમી ઇતિહાસ રચશે.

T20 લીગમાં પ્રથમ અનકેપ્ડ ખેલાડી

31 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી રમાનારી આ લીગમાં શ્રેયંકા પાટીલ ગયાના એમેઝોન વોરિયર્સ તરફથી રમતી જોવા મળશે. શ્રેયંકા પાટીલ વિદેશી T20 લીગમાં કરાર મેળવનારી પ્રથમ અનકેપ્ડ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. તેને વેસ્ટ ઈન્ડિઝની પૂર્વ કેપ્ટન સ્ટેફની ટેલરની ટીમમાં પસંદ કરવામાં આવી છે. વિમેન્સ કેરેબિયન પ્રીમિયર લીગ ગયા વર્ષે શરૂ થઈ હતી. ગયા વર્ષે ફાઈનલ સહિત કુલ 4 મેચ રમાઈ હતી. આ વખતે મેચોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

શૌચાલયનો મુદ્દો ઉઠાવી લાઈમલાઈટમાં આવી

શ્રેયંકા પાટીલ ગયા મહિને ઇમર્જિંગ વિમેન્સ એશિયા કપમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બની હતી. શ્રેયંકાએ થોડા મહિના પહેલા એક ઈન્ટરવ્યુમાં બેંગ્લોરમાં મહિલાઓ માટેના ટોઈલેટની સફાઈનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે કહ્યું કે મહિલા ક્રિકેટ પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ જ્યારે મહિલા ખેલાડીઓ સ્થાનિક મેચ રમવા જાય છે ત્યારે તેમને સ્વચ્છ શૌચાલય નથી મળતા. તેમને વારંવાર સ્વચ્છ શૌચાલય શોધવું પડતું હોય છે.

RCB તરફથી રમી મેળવી પ્રશંસા

મહિલા પ્રીમિયર લીગ 2023માં શ્રેયંકા પાટીલનું નામ પ્રથમ વખત ચર્ચામાં આવ્યું હતું. 20 વર્ષીય સ્પિન બોલરે મહિલા IPLની પ્રથમ આવૃત્તિમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા 7 મેચમાં 6 વિકેટ ઝડપી હતી અને તેના બોલિંગ પ્રદર્શન માટે ખૂબ પ્રશંસા મેળવી હતી.

આ પણ વાંચોઃ Pakistan: પાકિસ્તાનની ટીમનો આ ખેલાડી સૌથી વધારે જૂઠ્ઠો! પૂર્વ ઝડપી બોલરે બતાવી હતી તોફાની હરકતની વાત-Video

ઇમર્જિંગ એશિયા કપમાં શાનદાર પ્રદર્શન

શ્રેયંકાનું શાનદાર પ્રદર્શન ગયા મહિને હોંગકોંગ દ્વારા યોજાયેલી ઇમર્જિંગ એશિયા કપ ટુર્નામેન્ટમાં પણ જોવા મળ્યું હતું. શ્રેયંકાએ 2 મેચમાં 7 ઓવર ફેંકી હતી જેમાં તેણે 15 રન આપીને 9 વિકેટ લીધી હતી. ફાઈનલ મેચમાં શ્રેયંકાએ 4 વિકેટ લઈને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. શ્રેયંકાને તેના પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">