Breaking News : ફાઈનલ પહેલા RCB ને મોટો ફટકો, શું સ્ટાર ખેલાડી ફાઇનલ મેચમાંથી થશે બહાર ? કેપ્ટને જ આપ્યું અપડેટ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હવે તેની પહેલી IPL ટ્રોફીની રાહ ખતમ કરવાથી માત્ર 1 ડગલું દૂર છે. ફાઇનલ મેચમાં તેનો સામનો પંજાબ કિંગ્સ સામે થવાનો છે. પરંતુ તેમની ટીમનો સ્ટાર ખેલાડી ફાઈનલ મેચમાં રમશે કે નહીં, આ અંગે હજુ પણ સસ્પેન્સ છે.

IPL 2025 ની આજે છેલ્લી મેચ રમાશે. આજની મેચના અંતની સાથે IPL 2025 પૂર્ણ થશે. સિઝનની ટાઇટલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સની ટીમો વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી છે. આ મેચ આ બંને ટીમો માટે IPL ટાઇટલ માટે 18 વર્ષની લાંબી રાહ ખતમ કરવાની તક લઈને આવી છે. જોકે, ફાઇનલ પહેલા જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ચિંતા વધી ગઈ છે. તેમની ટીમનો એક સ્ટાર ખેલાડી ઈજાને કારણે છેલ્લી કેટલાક મેચોમાં રમ્યો નથી. આ ખેલાડી ફાઇનલનો ભાગ બનશે કે નહીં તે હજુ પણ સસ્પેન્સ રહ્યું છે.
RCBના સ્ટાર ખેલાડી પર સસ્પેન્સ
ઓસ્ટ્રેલિયન પાવર હિટર ટિમ ડેવિડ, જે પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે, તે છેલ્લી બે મેચમાં હેમસ્ટ્રિંગ ઈજાને કારણે મેદાનની બહાર રહ્યો છે. જો કે, ટિમ ડેવિડની ગેરહાજરીમાં પણ, RCB એ શાનદાર દેખાવ કર્યો અને ક્વોલિફાયર 1 માં પંજાબ કિંગ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. પરંતુ ફાઇનલ જેવી મોટી મેચમાં વિસ્ફોટક બેટ્સમેન ટિમ ડેવિડની હાજરી RCB માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. જો કે, ટિમ ડેવિડ આજની ફાઈનલ મેચનો ભાગ બનશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.
મેચ પહેલા, યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં, RCB ના કેપ્ટન રજત પાટીદારે ટિમ ડેવિડની ઉપલબ્ધતા અંગે મોટી જાણકારી આપી હતી. રજત પાટીદારે કહ્યું, ‘અત્યાર સુધી અમને ટિમ ડેવિડની સ્થિતિ વિશે સ્પષ્ટ માહિતી મળી નથી. અમારી મેડિકલ ટીમ અને ડોકટરો તેની સાથે છે, અને સાંજ સુધીમાં અમને તેની ફિટનેસ વિશે છેલ્લી અપડેટ મળશે. અત્રે ઉલ્લેખનીય છ કે, આ સિઝન ટિમ ડેવિડ માટે અત્યાર સુધી ખૂબ સારી રહી છે અને તેણે RCB ની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, તેથી જો તે આ મેચમાંથી બહાર રહે છે તો તે RCB માટે મોટો આંચકો હશે.
IPL 2025 માં બેટ સારી રીતે ચાલી રહ્યું છે
ટિમ ડેવિડે આ સિઝનમાં 12 મેચમાં 187 રન બનાવ્યા છે, જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 185.14 રહ્યો છે. આ દરમિયાન તેણે એક અડધી સદી પણ ફટકારી છે. તેની આક્રમક