IPLની ફાઈનલ મેચ ફિક્સ હતી ? મેચનો પહેલો બોલ પણ નખાયો નહતો અને બેગ્લુરુમાં વિકટરી પરેડની RCB એ મંજૂરી માંગી હતી, FIR એ ઊભા કર્યા અનેક સવાલો
RCBના IPL ટ્રોફી વિક્ટ્રી પેરડ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગના સંદર્ભમાં પોલીસ દ્વારા RCB વિરુદ્ધ દાખલ કરાયેલી FIR અંગે ઘણા શંકાઓ અને પ્રશ્નો ઉભા થયા છે. આનું કારણ શું છે? FIRમાં શું છે? શંકા પેદા કરનારા પરિબળો કયા છે? સમગ્ર માહિતી જાણીએ.

શહેરમાં થયેલી ભયાનક નાસભાગથી સમગ્ર દેશ હચમચી ગયો. 11 આરસીબી ચાહકોના મોત થયા. આ દુર્ઘટનાના સંદર્ભમાં કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ ચૂકી છે અને આરસીબી માર્કેટિંગ ચીફ નિખિલ સોસાલે સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ હવે કર્ણાટક પોલીસે નોંધેલી FIR સામે કેટલાક પ્રશ્નો અને શંકાઓ ઉભી થઈ છે.
11 આરસીબી ચાહકોના મોત
પોલીસે આખરે આ ઘટના અંગે એફઆઈઆર નોંધી. પરંતુ હવે જે FIR દાખલ કરવામાં આવી છે તેનાથી ઘણી અટકળોને વેગ મળ્યો છે.FIRમાં ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, 3 જૂને સાંજે 6 વાગ્યે, KSCAના એક્ઝિક્યુટિવ ઓફિસર શુભેન્દુ ઘોષે જણાવ્યું હતું કે, 4 જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBની ઉજવણી થશે. આ માટે યોગ્ય સુરક્ષા પૂરી પાડવા વિનંતી કરવામાં આવી હતી.
તો એક સવાલ એ પણ ઉભો થાય છે કે, હજુ આઈપીએલ ફાઈનલ મેચનો એક બોલ પણ ફેંકાયો ન હતો અને ઉજવણી માટે સુરક્ષા માંગી હતી. તો કેટલાક લોકો એવા પણ સવાલો કરી રહ્યા છે કે, આઈપીએલ આરસીબીએ ફિક્સ કરી હતી. જેના માટે ઉજવણીની પરવાનગી વહેલી માંગી હતી.
આ તારીખ બેંગ્લોરના લોકો ક્યારે પણ ભૂલશે નહી
4 જૂન અને 5 જૂનની તારીખ બેંગ્લોરના લોકો ક્યારે પણ ભૂલશે નહી કારણ કે, 4 જૂને આઈપીએલ 2025માં આરસીબી આઈપીએલનો પહેલો ખિતાબ જીત્યો હતો. 5 જૂને આ જીતની ઉજવણી દરમિયાન અંદાજે 11 લોકોના મોત થયા હતા.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 4 જૂન મંગળવારના રોજ ફાઇનલમાં પંજાબ કિંગ્સને 6 રને હરાવીને પોતાનું પહેલું IPL ટાઇટલ જીત્યું. આ પછી, RCB તેના ચાહકો સાથે આ ખાસ જીતની ઉજવણી કરવા બેંગલુરુ પહોંચ્યું. ત્યારબાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે એક કાર્યક્રમ પણ યોજાયો હતો. જોકે, ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર લાખો ચાહકો વચ્ચે નાસભાગ મચી ગઈ હતી જેમાં અંદાજે 11 લોકોનાં મોત થયા હતા.
એક રિપોર્ટ મુજબ, બેંગલુરુ પોલીસે આજે સવારે FIR દાખલ કરી છે. તેનાથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે. FIRમાં કહેવામાં આવ્યું છે કે, RCB એ 3 જૂને સાંજે 6 વાગ્યે વિક્ટ્રી પરેડ માટે પરવાનગી માંગી હતી. પહેલો બોલ ફેંકાય તે પહેલાં કેવી રીતે નિર્ણય લઈ શકે. તો કેટલાક અન્ય પ્રશ્નો પણ ઉભા થયા છે.
પ્રશ્ન: તો, શું તમને ખબર હતી કે IPL ફાઇનલ મેચ શરૂ થાય તે પહેલાં જ RCB મેચ જીતશે? આશ્ચર્ય થાય છે કે આ કેવી રીતે શક્ય છે.
FIR: એવો ઉલ્લેખ છે કે પોલીસ કમિશનરની પરવાનગીથી 4 જૂને સવારે 9 વાગ્યે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
પ્રશ્ન: તો બીજો પ્રશ્ન એ ઊભો થયો છે કે શું કાર્યક્રમ માટે પરવાનગી નકારવામાં આવી હતી, તે નિવેદન ખોટું છે?
FIR: FIRમાં જણાવ્યા મુજબ, બપોરે 3:10 વાગ્યે થયેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા.
પ્રશ્ન: તો એ કહેવું ખોટું છે કે ઘટના સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે બની હતી.
પ્રશ્ન: કાર્યક્રમ સાંજે 5:45 વાગ્યે શરૂ થયો. ગેટ નંબર 9 પાસે નાસભાગ મચી ગઈ હતી, અને કયા ગેટ પરથી કોના મૃતદેહ મળી આવ્યા તે જાણી શકાયું નથી. 4 જૂનના રોજ તે સ્થળોની ઉજવણી વિશે કોઈ વિગતો નથી.
કબ્બન પાર્ક પોલીસ સ્ટેશન દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આ પાસાઓ હાલમાં ચર્ચાનો વિષય છે.