ક્રિકેટ ચાહકોનું ધ્યાન હાલમાં IPL 2025 માટે જાહેર થનારી રિટેન્શન લિસ્ટ પર છે. આ બધા વચ્ચે RCB ફ્રેન્ચાઈઝીએ વિમેન્સ પ્રીમિયર લીગની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે યુપી વોરિયર્સ સાથે સ્ટાર પ્લેયરનો ટ્રેડ કરી છે.
વુમન્સ પ્રીમિયર લીગ 2025 પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઈંગ્લેન્ડની આક્રમક બેટ્સમેન ડેની વ્યાટને પોતાની ટીમમાં સામેલ કરી છે. ડેની વ્યાટ ગત સિઝનમાં યુપી વોરિયર્સની ટીમનો ભાગ હતી. હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ડેની વ્યાટને યુપી વોરિયર્સ સાથે રૂ. 30 લાખમાં ટ્રેડ કરી છે. ડેની વ્યાટ ઈંગ્લેન્ડની સૌથી સિનિયર ખેલાડીઓમાંથી એક છે અને તેણે ઘણી વખત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે તેનું સપનું પૂરું થયું છે.
Official Announcement: #ನಮಸ್ಕಾರDanni
Star English all-rounder and 2017 ICC Women’s World Cup winner, Danielle Wyatt Hodge joins RCB for #WPL2025, in the pre-season trade window.
Welcome to RCB, Danni! @Danni_Wyatt | #PlayBold #SheIsBold pic.twitter.com/76i5p8XTXW
— Royal Challengers Bengaluru (@RCBTweets) October 30, 2024
ડેની વ્યાટે ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધીમાં 2 ટેસ્ટ, 112 વનડે અને 164 T20 મેચ રમી છે. તે ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ T20 મેચ રમનાર ખેલાડી પણ છે. તેણે ટેસ્ટમાં 129 રન, વનડેમાં 1907 રન અને T20માં 2979 રન બનાવ્યા છે. T20માં તેની સરેરાશ 22.91 છે, જેમાં 16 અડધી સદી અને 2 સદી પણ સામેલ છે. તાજેતરમાં જ તેણે T20 વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 મેચમાં 50.33ની એવરેજથી 151 રન બનાવ્યા, જેમાં 1 અડધી સદી સામેલ છે.
ડેની વ્યાટ એ જ ખેલાડી છે જેણે વિરાટ કોહલીને જાહેરમાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા 2014માં બાંગ્લાદેશ પ્રવાસ પર હતી અને તે સમયે ડેની વ્યાટે વિરાટ કોહલી માટે એક પોસ્ટ કરી હતી. તેણે લખ્યું હતું કે, ‘કોહલી, મારી સાથે લગ્ન કરશો?’ આ પોસ્ટ બાદ ડેની વ્યાટ ખૂબ જ ચર્ચામાં રહી હતી. જોકે, બાદમાં એક ઈન્ટરવ્યુમાં તેણે એમ પણ કહ્યું હતું કે તે માત્ર એક મજાક હતી. ડેની વ્યાટે તાજેતરમાં જ્યોર્જી હોજ સાથે લગ્ન કર્યા છે.
આ પણ વાંચો: IPL 2025 : વિરાટ કોહલીની કેપ્ટનશિપ RCB માટે ‘હાનિકારક’ છે, આ આંકડા છે સાબિતી