AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર રાજીવ શુક્લાએ આપ્યું ‘મોટું નિવેદન’, ટીમ મેનેજમેન્ટનો વિરોધ કરનારાઓને લીધા ‘આડે હાથ’

ઇંગ્લેન્ડ સામે માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ ડેબ્યૂ કરીને નવો ઈતિહાસ રચી દીધો છે. તેના આ ડેબ્યૂ સાથે જ બીસીસીઆઈ (BCCI) ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ટીમ મેનેજમેન્ટના નિર્ણયનું જોરદાર સમર્થન કર્યું છે અને સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવતા આલોચકોની બોલતી બંધ કરી દીધી છે.

Breaking News: વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર રાજીવ શુક્લાએ આપ્યું 'મોટું નિવેદન', ટીમ મેનેજમેન્ટનો વિરોધ કરનારાઓને લીધા 'આડે હાથ'
| Updated on: Jul 05, 2026 | 8:34 PM
Share

ઈંગ્લેન્ડ સામેની બીજી ટી20 મેચમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરનાર વૈભવ સૂર્યવંશીને લઈને બીસીસીઆઈ (BCCI) ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ટીમ મેનેજમેન્ટના નિર્ણયનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માં ખેલાડીઓને તક યોગ્યતાના આધારે મળે છે અને કોઈની સાથે અન્યાય કરવામાં આવતો નથી.

રાજીવ શુક્લાએ શું કહ્યું?

સમાચાર એજન્સી એએનઆઈ (ANI) સાથેની વાતચીતમાં રાજીવ શુક્લાએ કહ્યું કે, “વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ અને આ તક મળવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન. બીસીસીઆઈ કોઈની સાથે અન્યાય કરતું નથી. બીજું કે, જે ખેલાડીઓ આના હકદાર હોય છે, તેમને તક ચોક્કસ મળે છે.”

તેમણે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી એ ચર્ચાઓને પણ ફગાવી દીધી હતી, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે વૈભવને તક આપવામાં આવી રહી નથી. શુક્લાએ કહ્યું કે, કેટલાક લોકો કોચ અને કેપ્ટનની આલોચના કરી રહ્યા હતા પરંતુ ટીમ મેનેજમેન્ટ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યું હતું.

તેમણે કહ્યું કે, “મેં થોડા દિવસો પહેલા પણ કહ્યું હતું કે જ્યારે યોગ્ય સમય આવશે, ત્યારે વૈભવને ચોક્કસ તક મળશે. ગઈકાલે તેને તક મળી અને મને વિશ્વાસ છે, કે તે ભવિષ્યમાં સારું પ્રદર્શન કરશે અને ભારતીય ટીમમાં પોતાની ઓળખ બનાવશે. આ ટીમ મેનેજમેન્ટનો શાનદાર નિર્ણય છે અને તેની પ્રશંસા થવી જોઈએ.”

સૌથી નાની ઉંમરે ભારત માટે ‘ડેબ્યૂ’

15 વર્ષ અને 99 દિવસની ઉંમરે વૈભવ સૂર્યવંશી ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. આ સાથે જ તે કોઈપણ ટેસ્ટ રમતા દેશ તરફથી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરના ખેલાડી પણ બની ગયો છે.

વૈભવે આ મામલે સચિન તેંડુલકર અને પિયૂષ ચાવલા જેવા ખેલાડીઓના રેકોર્ડ પાછળ છોડી દીધા છે. સચિને ભારત માટે 16 વર્ષ 205 દિવસની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, જ્યારે પિયૂષ ચાવલાએ 17 વર્ષ 75 દિવસની ઉંમરે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

ડેબ્યૂ મેચમાં બતાવ્યો ‘દમ’

માન્ચેસ્ટરમાં રમાયેલી બીજી ટી20 મેચમાં વૈભવે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત આક્રમક અંદાજમાં કરી હતી. તેણે 10 બોલમાં 14 રન બનાવ્યા, જેમાં બે શાનદાર સિક્સર ફટકારી હતી. જો કે, બાદમાં તે વિલ જેક્સના બોલ પર સ્ટમ્પ આઉટ થઈ ગયો હતો.

મેચની વાત કરીએ તો, ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 190/7 નો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં જેકોબ બેથેલની અણનમ 76 રનની ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડે 19 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો અને પાંચ મેચની સિરીઝમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. જણાવી દઈએ કે, પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.

Breaking News : ICC Women’s T20 World Cup final માં ભારતની દીકરી વૃંદા રાઠી ઇતિહાસ રચશે

Follow Us
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ
મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
g clip-path="url(#clip0_868_265)">