AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બર્થ ડે બોય મોહમ્મદ સિરાજ હૈદરાબાદમાં ઘર બાદ આ સ્થળે જવાનું ભૂલતો નથી

ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનો આજે 30 મો જન્મદિવસ છે. આ ખાસ દિવસ પર BCCIએ સિરાજનો ખાસ વીડિયો શેર કર્યો છે. જેમાં સિરાજ હૈદરાબાદમાં ફરી રહ્યો છે, મિત્રોને મળી રહ્યો છે, ચાયની ચૂસકી લેતા-લેતા પોતાના બાળપણ અને જવાનીના મજેદાર કિસ્સા શેર કરી રહ્યો છે.

બર્થ ડે બોય મોહમ્મદ સિરાજ હૈદરાબાદમાં ઘર બાદ આ સ્થળે જવાનું ભૂલતો નથી
Mohammed Siraj
| Updated on: Mar 13, 2024 | 9:38 PM
Share

મોહમ્મદ સિરાજ હવે IPL 2024ની તૈયારીમાં વ્યસ્ત છે. IPLની 17મી સિઝનમાં પણ તે RCB માટે જ રમતો જોવા મળશે. તેનું પ્રદર્શન RCB માટે પણ મહત્વનું રહેશે કારણ કે તે બોલિંગમાં આ ટીમની મહત્વની કડી છે. IPL 2024નું બ્યુગલ વાગતા પહેલા સિરાજ 30 વર્ષનો થઈ ગયો છે. તેનો જન્મ 13 માર્ચ 1994ના રોજ થયો હતો. તેનું બાળપણ હૈદરાબાદમાં વિત્યું હતું, જ્યાં BCCIએ તેના 30માં જન્મદિવસ પર તેની યાદો અને કેટલાક કિસ્સાઓનો વીડિયો શેર કર્યો છે.

મોહમ્મદ સિરાજ પહોંચ્યો હૈદરાબાદ

BCCI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં મોહમ્મદ સિરાજ પોતાના વિશે ઘણી વાતો કહેતો જોવા મળી રહ્યો છે. તેની હૈદરાબાદ શહેર સાથે જોડાયેલી યાદો, ત્યાંના લોકો, તેના મિત્રો અને પરિચિતોને તે ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર બન્યા બાદ પણ ભૂલી શક્યો નથી. બીસીસીઆઈના વીડિયોમાં સિરાજના મિત્રો પણ તેમના સ્ટાર ખેલાડી સિરાજ વિશે વાતો શેર કરે છે.

સિરાજને ઈદગાહમાં શાંતિ મળે છે

મોહમ્મદ સિરાજનો આ વીડિયો હૈદરાબાદનો છે, જેની શરૂઆત ત્યાંના ટ્રાફિક સાથે જોડાયેલી વાતથી થાય છે. પોતે કાર ચલાવી રહેલો સિરાજ જણાવી રહ્યો છે કે હૈદરાબાદ પહોંચ્યા બાદ તે પોતાના ઘર પછી ઈદગાહ જવાનું ભૂલતો નથી. ઘર પછી, તે બીજું સ્થાન છે જ્યાં તે જાય છે. સિરાજના કહેવા પ્રમાણે, તે દુનિયામાં ગમે ત્યાં જાય, તેને ઈદગાહમાં જે શાંતિ મળે છે તે બીજે ક્યાંય નથી મળતી.

બેટિંગનો શોખ હતો, લાંબી સિક્સર મારતો

હૈદરાબાદમાં પોતાની શાંતિપ્રિય જગ્યા જાહેર કર્યા પછી, સિરાજ શહેરની તે જગ્યાઓ વિશે કહે છે જે હવે ઘણી બદલાઈ ગઈ છે. તે જગ્યાઓ હવે તેના બાળપણના દિવસો જેવી નથી રહી. આ પછી સિરાજ તે મેદાન પર પહોંચે છે જ્યાં તેણે ક્રિકેટ રમતા બાળપણ વિતાવ્યું હતું. મેદાન પર પહોંચ્યા બાદ સિરાજ કહે છે કે તેને બોલિંગ ખૂબ જ ગમે છે. જો કે, ત્યાં હાજર એક વ્યક્તિ જે સિરાજને બાળપણથી ઓળખતો હતો તેણે કહ્યું કે સિરાજને બેટિંગનો પણ શોખ હતો અને તે લાંબી સિક્સર ફટકારતો હતો.

આ પણ વાંચો : અશ્વિને પોતાની જ મજાક ઉડાવી, કહ્યું- આટલા વર્ષોમાં પણ કોઈ સુધારો થયો નથી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">