વિરાટ કોહલી વિશે ફેલાઈ ખોટી અફવા, BCCI એ કરવી પડી સ્પષ્ટતા…
છેલ્લા દિવસોમાં વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની અફવાઓ વ્યાપક બની હતી. જોકે, BCCIએ આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવીને સત્તાવાર સ્પષ્ટતા કરી છે.

છેલ્લા બે દિવસથી ક્રિકેટ ચાહકોમાં એક જ પ્રશ્ન ગૂંજી રહ્યો હતો. શું વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચશે? સોશિયલ મીડિયા પર આ અફવા એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે અંતે BCCIને સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરવી પડી.
અફવાની શરૂઆત કેવી રીતે થઈ?
દક્ષિણ આફ્રિકા સામે પહેલી ODIમાં વિરાટ કોહલીએ 135 રનની શાનદાર સદી ફટકારી હતી. તેમની આ ધમાકેદાર ઇનિંગ દરમિયાન જ સોશિયલ મીડિયા પર એક મોટું જુઠ્ઠાણું ફેલાયું, વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે અને BCCI તેમને વાપસી માટે મનાવી રહી છે.
આ દાવાઓ વંટોળની જેમ ફેલાતા રહ્યા, પરંતુ હવે BCCI એ ખોટી ગણાવી
BCCI ની સ્પષ્ટતા
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ મુદ્દે સત્તાવાર નિવેદન આપ્યું. તેમણે કહ્યું: “વિરાટ કોહલી વિશે જે પણ નિવૃત્તિની અફવાઓ ફેલાઈ રહી છે, તે સંપૂર્ણપણે ખોટી છે. BCCIએ વિરાટ સાથે નિવૃત્તિ અંગે કોઈ ચર્ચા નથી કરી અને ન તો કરવાનું છે. આ સમાચારને વિશ્વસનીય ન ગણો.”
વિરાટની વાપસીની વાત કેમ શરૂ થઈ?
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતને 0–2થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો. બેેય ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ બરાબર ન ચાલતાં યુવા ખેલાડીઓની શોટ પસંદગી પર પ્રશ્નો ઉઠ્યા. જેના બાદ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં પાછા લાવવા માટે માંગ ઉઠી.
આ રુમર્સના આધારે મીડિયા રિપોર્ટ્સે દાવો કર્યો કે BCCI, વિરાટ અને રોહિત સાથે નિવૃત્તિમાંથી વાપસીની ચર્ચા કરવા જ રહી છે — પરંતુ BCCI એ તેનો પૂરો ઇનકાર કર્યો છે.
વિરાટ કોહલીનો પરફોર્મન્સ હવે શી રીતે?
વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં પાછા ફરે કે ન ફરે, એક વાત સ્પષ્ટ છે કે તે હાલ જે પણ ફોર્મેટ રમે છે તેમાં શાનદાર ફોર્મમાં છે.
રાંચીમાં ફટકારેલી 52મી ODI સદી સાથે વિરાટે એક જ ફોર્મેટમાં સૌથી વધુ સદીનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો. ચાહકોને આશા છે કે તે આવતા ODIs માં પણ આવું જ પ્રદર્શન જાળવી રાખશે.
ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વાર, 18 વર્ષના બેટ્સમેને તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, જાણો
