BCCI Big Announcement: બીસીસીઆઈની મોટી જાહેરાત, ડોમેસ્ટિક ક્રિકેટ બન્યું માલામાલ
BCCI : બીસીસીઆઈ ભારતીય ક્રિકેટનો સતત વિસ્તાર કરવામાં લાગી છે. બીસીસીઆઈના સચિવ જય શાહે હાલમાં એક મોટી જાહેરાત કરી છે. ડોમેસ્ટિક ક્રિકેટની ટુર્નામેન્ટની ઈનામી રકમમાં વધારો કરવામાં આવ્યો છે.

ભારતમાં હોકી ભલે રાષ્ટ્રીય રમત હોય પણ ભારતીયો ક્રિકેટને લઈને ભારે દીવાનગી જોવા મળે છે. બીસીસીઆઈ ભારતીય ક્રિકેટનો સતત વિસ્તાર કરવામાં લાગી છે. તેના માટે સંસ્થા મોટા મોટા નિર્ણયો લઈ રહી છે. બીસીસીઆઈના સચિવ જય શાહે હાલમાં એક મોટી જાહેરાત કરી છે. ડોમેસ્ટિક ક્રિકેટની ટુર્નામેન્ટની ઈનામી રકમમાં વધારો કરવામાં આવ્યો છે.
ડોમેસ્ટિક ક્રિકેટને આગળ વધારવા માટે બીસીસીઆઈએ ટૂર્નામેન્ટની ફીમાં વધારો કર્યો છે. ડોમેસ્ટિકમાં રણજી ટ્રોફી, ઈરાની, દિલીપ ટ્રોફી, વિજય હજારે ટ્રોફી, દેવધર ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી, સીનિયર મહિલા વનડે ટ્રોફી, સીનિયર મહિલા ટી 20 ટ્રોફી ટૂર્નામેન્ટનો સમાવેશ થાય છે.
પુરૂષોની ઈનામી ટુર્નામેન્ટમાં રકમમાં વધારો 60 ટકા અને 300 ટકાની વચ્ચે છે, જ્યારે બે મહિલા ટુર્નામેન્ટમાં 700 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. દરેક ટુર્નામેન્ટની નવી ઈનામી રકમ નીચે મુજબ છે.
આ પણ વાંચો : IPL 2023 VIDEO: કેપ્ટન રાણા અને યુવા બોલર વચ્ચે થઈ ગાળાગાળી, સૂર્યકુમારે શાંત કરાવ્યો મામલો
જય શાહે ટ્વિટ કરી આપી માહિતી
I’m pleased to announce an increase in prize money for all @BCCI Domestic Tournaments. We will continue our efforts to invest in Domestic Cricket – which is the backbone of Indian Cricket. Ranji winners to get ₹5 crores (from 2 cr), Sr Women winners ₹50 lacs (from 6 lacs)🇮🇳 pic.twitter.com/Cgpw47z98q
— Jay Shah (@JayShah) April 16, 2023
આ પણ વાંચો : GT vs RR IPL 2023 : અમદાવાદમાં ફરી ગુજરાત ટાઈટન્સની હાર, હેટમાયરે આસાન જીત છીનવી લીધી
ભારતીય ઘરેલું સિઝન 2023-24નું શેડ્યૂલ
1. દુલીપ ટ્રોફી – દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચો 28 જૂન 2023થી શરૂ થશે અને તેની છેલ્લી મેચ 16 જૂલાઈ રમાશે.
2. દેવધર ટ્રોફી– આ ટુર્નામેન્ટ 24 જુલાઈથી શરૂ થશે, જેની લીગ મેચો 24 જુલાઈ 2023 થી 1 ઓગસ્ટ સુધી રમાશે, જ્યારે નોકઆઉટ મેચો 3 ઓગસ્ટે રમાશે.
3. ઈરાની કપ – નોકઆઉટ મેચો – 1લી ઓક્ટોબર 2023 થી 5મી ઓક્ટોબર 2023 સુધી રમાશે.
4. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી – 16 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર 2023, નોકઆઉટ મેચો (31 ઓક્ટોબર 2023-6 નવેમ્બર 2023)
5.વિજય હઝારે ટ્રોફી – 23 નવેમ્બર 2023 – 5 ડિસેમ્બર 2023, નોકઆઉટ મેચો – 9 ડિસેમ્બર 2023 – 15 ડિસેમ્બર 2023
6. રણજી ટ્રોફી એલિટ – 5 જાન્યુઆરી 2024 – 19 ફેબ્રુઆરી 2024, નોકઆઉટ મેચ – 23 ફેબ્રુઆરી 2024 – 14 માર્ચ 2024
7. રણજી ટ્રોફી પ્લેટ – 5 જાન્યુઆરી 2024 – 5 ફેબ્રુઆરી 2024, નોકઆઉટ મેચો – 9 ફેબ્રુઆરી 2024 – 22 ફેબ્રુઆરી 2024
તમને જણાવી દઈએ કે સિનિયર મહિલા સીઝનની શરૂઆત નેશનલ ટી20 ચેમ્પિયનશિપથી થશે. જે 19 ઓક્ટોબરથી 9 નવેમ્બર 2023 સુધી રમાશે. આ પછી ઇન્ટર-ઝોનલ T20 ટ્રોફી 24 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2023 સુધી રમાશે. સીનિયર મહિલા ODI ટ્રોફી આવતા વર્ષે 4 જાન્યુઆરી 2024 થી 26 જાન્યુઆરી 2024 દરમિયાન યોજાશે. સીનિયર મહિલા T20 ટ્રોફી અને ODI ટ્રોફીમાં કુલ પાંચ ગ્રુપ હશે. છેલ્લે વિજય ટ્રોફી 10મી માર્ચ 2024 થી 16મી માર્ચ 2024 સુધી રમાશે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો