IPL 2023 VIDEO: કેપ્ટન રાણા અને યુવા બોલર વચ્ચે થઈ ગાળાગાળી, સૂર્યકુમારે શાંત કરાવ્યો મામલો
9મી ઓવરમાં હૃતિક શોકીન કોલકત્તાના કેપ્ટન રાણાને 5 રન પર કેચ આઉટ થયો હતો. આ દરમિયાન બંને ખેલાડીઓ વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. કેપ્ટન રાણા ગાળાગાળી કરતો પણ જોવા મળ્યો હતો. ચાવલા અને કેપ્ટન સૂર્યકુમાર બંનેની વચ્ચે આવીને બબાલ શાંત કરાવતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આઈપીએલ 2023ની 22મી મેચ આજે કોલકત્તા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ ઈનિંગમાં અર્જુન તેંડુલકરનું ડેબ્યૂ અને વેંકટેશ અય્યરની શાનદાર સેન્ચુરી જોવા મળી હતી. કોલકત્તાએ આપેલા 186 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 17.4 ઓવરમાં 5 વિકેટના નુકશાન સાથે 186 રન બનાવ્યા હતા.
વાનખેડે સ્ટેડિયમમાં આજે કોલકત્તા-મુંબઈની મેચ પહેલા રોમાંચક ઘટનાઓ બની હતી. સચિનના દીકરા અર્જુન તેંડુલકરે આજે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. રોહિત શર્માને સ્થાને સૂર્યકુમાર યાદવ આજે મુંબઈનો કેપ્ટન બન્યો હતો. રોહિત શર્મા આજે પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સની ઈમ્પેક્ટ પ્લેયરની લિસ્ટમાં જોવા મળ્યો હતો.
ખેલાડીઓ વચ્ચે બોલાચાલી
Nitish Rana abusing Shaukeen. IPL lafda! #MIvsKKR pic.twitter.com/Kc81l7dUoG
— Himanshu Pareek (@Sports_Himanshu) April 16, 2023
9મી ઓવરમાં હૃતિક શોકીન કોલકત્તાના કેપ્ટન રાણાને 5 રન પર કેચ આઉટ થયો હતો. આ દરમિયાન બંને ખેલાડીઓ વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. કેપ્ટન રાણા ગાળાગાળી કરતો પણ જોવા મળ્યો હતો. ચાવલા અને કેપ્ટન સૂર્યકુમાર બંનેની વચ્ચે આવીને બબાલ શાંત કરાવતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કોલકત્તા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન
પ્રથમ ઈનિંગમાં કોલકત્તા તરફથી ગુરબાઝે 8 રન, જગદીશને 0 રન, વેંકટેશ અય્યરે 104 રન, નીતીશ રાણાએ 5 રન, શાર્દુલ ઠાકુરે 13 રન, રિંકુ સિંહે 18 રન, આંદ્રે રસલે 21 રન અને સુનિલ નરેને 2 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં 10 સિક્સર અને 12 ચોગ્ગા જોવા મળ્યા હતા.
બીજી ઈનિંગમાં કોલકત્તા તરફથી સુયશ શર્માએ 4 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે શાર્દુલ, વરુણ અને લોકી ફ્ગ્યુસને 1-1 વિકેટ લીધી હતી.
મુુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન
અર્જુન તેંડુલકરે ડેબ્યૂ મેચમાં 2 ઓવરમાં 17 રન આપ્યા હતા. તે એક પણ વિકેટ લઈ શક્યો ન હતો. કેમરુન ગ્રીન, જાનસેન, ચાવલા અને મેરેડિથે 1-1 વિકેટ લીધી હતી. જ્યારે હ્તિક સોકિને 4 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી હતી.
બીજી ઈનિંગમાં રોહિત શર્માએ 20 રન, ઈશાન કિશને 58 રન, સૂર્યકુમાર યાદવે 43 રન, તિલક વર્માએ 30 રન, ટિમ ડેવિડે 24 રન, નેહાલ વધેરાએ 6 રન અને કેમરુન ગ્રીને 1 રન બનાવ્યો હતો. આ ઈનિંગમાં 13 સિક્સર અને 15 ચોગ્ગા જોવા મળ્યા હતા.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો