AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs RR IPL 2023 : અમદાવાદમાં ફરી ગુજરાત ટાઈટન્સની હાર, હેટમાયરે આસાન જીત છીનવી લીધી

Gujarat Titans vs Rajasthan Royals IPL 2023 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. ગુજરાત ટાઈટન્સની ટીમે 178 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

GT vs RR IPL 2023 : અમદાવાદમાં ફરી ગુજરાત ટાઈટન્સની હાર, હેટમાયરે આસાન જીત છીનવી લીધી
IPL 2023 Gujarat Titans vs Rajasthan Royals Match Result
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 11:15 PM
Share

આજે ફરી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. ટોસ હારીને ગુજરાત ટાઈટન્સની ટીમ બેટિંગ કરવા ઉતરી હતી. 20 ઓવરના અંતે ગુજરાતનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 177 રન રહ્યો હતો. 178 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમની શરુઆત ખરાબ રહી હતી. હેટમાયર અને સંજૂ સૈમસેને ધમાકેદાર બેટિંગથી રાજસ્થાનની આ મેચમાં વાપસી કરાવી હતી. 19.2 ઓવરમાં રાજસ્થાનની ટીમે 7 વિકેટના નુકશાન સાથે આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

ગુજરાત ટાઈટન્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહાએ 4 રન, શુભમન ગિલે 45 રન, સાઇ સુધરસને 20 રન, હાર્દિક પંડ્યાએ 28 રન, અભિનવ મનોહરે 27 રન, ડેવિડ મિલરે 46 રન, રાહુલ તેવટિયાએ 1 રન અને રાશિદ ખાને 1 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 7 સિક્સર અને 13 ચોગ્ગા જોવા મળ્યા હતા.

બીજી ઈનિંગમાં મોહમ્મદ શામીએ 4 ઓવરમાં 25 રન આપી 3 વિકેટ લીધી હતી. તેણે 1 મેડન ઓવર પણ નાંખી હતી. રાશિદ ખાને 4 ઓવરમાં 46 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિંક પંડયા અને નૂર અહેમદે 1-1 વિકેટ લીધી હતી.

રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં રાજસ્થાન રોયલ્સ તરફથી ચહલ, ઝામ્પા અને ટ્રેન્ટ બોલ્ટે 1-1 વિકેટ લીધી હતી. સંદીપ શર્માએ 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં રાજસ્થાન તરફથી જોસ બટલરે 0 રન, યશસ્વી જયસ્વાલે 1 રન, સંજુ સેમસને 60 રન, રિયાન પરાગે 5 રન, પડિકલે 26 રન, શિમરોન હેટમાયરે 56 રન, ધ્રુવ જુરેલે 18 રન અને રવિચંદ્રન અશ્વિને 10 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 15 સિક્સર અને 10 ચોગ્ગા જોવા મળ્યા હતા.

મેચની મોટી વાતો

  • આજે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડયાએ આઈપીએલમાં 2000 રન પૂરા કર્યા હતા.
  • પ્રથમ ઓવરમાં રિદ્ધિમાન સાહાનો કેચ પકડવા માટે ત્રણ ખેલાડીઓ એક સાથે અથડાયા હતા અને અંતે થોડા ખેલાડીએ કેચ કપડયો હતો.
  • 5  મેચમાં 11 વિકેટ સાથે યુઝવેન્દ્ર ચહલ પર્પલ કેપનો હકદાર બન્યો હતો.
  • કેપ્ટન સંજૂ સૈમસને આઈપીએલ કરિયરની 19મી ફિફટી ફટકારી હતી.

મેચની રોમાંચક ક્ષણો

મેચની પ્રથમ ઓવરમાં જ રોમાંચક ઘટના મેદાન પર બની હતી. રિદ્વિમાન સાહા ટ્રેન્ટ બોલ્ટની ઓવરમાં ત્રીજી બોલ પર શોર્ટ મારવાના ચક્કરમાં બોલ હવામાં ઊંચાઈ પર પહોંચાડી બેઠો હતો. આ કેચ પકડવા માટે કેપ્ટન સંજૂ સહિત ટીમના ત્રણ ખેલાડીઓ બોલ તરફ જોઈને દોડયા હતા.

અંતે ત્રણેય ખેલાડીઓ એકબીજા સાથે અથડાયા હતા. પણ બોલ એક ખેલાડીને અથડાઈને બોલર ટ્રેન્ટ બોલ્ટના હાથમાં પહોંચ્યો હતો. સાહા માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો.

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન): રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), શુભમન ગિલ, સાઇ સુધરસન, હાર્દિક પંડ્યા(કેપ્ટન), અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી, મોહિત શર્મા

રાજસ્થાન રોયલ્સ (પ્લેઇંગ ઇલેવન): જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, એડમ ઝમ્પા, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">