AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Auction: પાકિસ્તાની મૂળના ખેલાડીને IPL 2026 મીની ઓક્શનમાં ભાગ લેવા BCCI એ આપી મંજૂરી

IPL 2026 સિઝન માટે યોજાનારા મીની ઓક્શન માટે ખેલાડીઓની અંતિમ યાદી જાહેર થઈ છે, જેમાં કુલ 350 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં પાકિસ્તાની મૂળના ખેલાડી મોહમ્મદ અબ્બાસનું નામ પણ શામેલ છે. BCCI એ પાકિસ્તાની મૂળના આ ખેલાડી IPL ઓક્શનમાં ભાગ લેવા મંજુરી આપી છે.

IPL Auction: પાકિસ્તાની મૂળના ખેલાડીને IPL 2026 મીની ઓક્શનમાં ભાગ લેવા BCCI એ આપી મંજૂરી
Muhammad AbbasImage Credit source: Getty Images
| Updated on: Dec 09, 2025 | 6:40 PM
Share

IPL 2026 મીની ઓક્શન 16 ડિસેમ્બર, 2025 ના રોજ અબુ ધાબીમાં યોજાશે, જેના માટે BCCI એ ખેલાડીઓની અંતિમ યાદી પણ જાહેર કરી છે, જેમાં કુલ 350 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ માટે દસ ફ્રેન્ચાઇઝી તેમના ખજાના ખોલશે. શરૂઆતમાં કુલ 1,390 ખેલાડીઓએ ઓક્શન માટે નોંધણી કરાવી હતી, પરંતુ ફક્ત 240 ભારતીય અને 110 વિદેશી ખેલાડીઓને જ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ 350 ખેલાડીઓમાં પાકિસ્તાની મૂળનો એક ક્રિકેટરનો સમાવેશ થાય છે.

IPL હરાજીમાં પાકિસ્તાની મૂળનો ખેલાડી

આ 350 નામોમાં એક નામ જેણે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું, તે છે ન્યુઝીલેન્ડનો યુવા ઓલરાઉન્ડર મોહમ્મદ અબ્બાસ. આ 22 વર્ષનો ખેલાડી ભલે ન્યુઝીલેન્ડની જર્સી પહેરે છે, પરંતુ તેનો જન્મ 29 નવેમ્બર, 2003 ના રોજ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. તેના પિતા અઝહર અબ્બાસ, ભૂતપૂર્વ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર છે જેમણે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ બંનેમાં સ્થાનિક ક્રિકેટ રમી હતી. જ્યારે તે નાનો હતો ત્યારે પરિવાર ઓકલેન્ડમાં સ્થળાંતર થયો હતો.

ડેબ્યૂમાં જોરદાર પ્રદર્શન

16 વર્ષની ઉંમરે, ન્યુઝીલેન્ડ ક્રિકેટે તેને તેના ટેલેન્ટ પાથવે પ્રોગ્રામ માટે પસંદ કર્યો, અને આ વર્ષે તેની મહેનત રંગ લાવી. 29 માર્ચ, 2025 ના રોજ, તેણે નેપિયરમાં પાકિસ્તાન સામેની ODI ડેબ્યૂમાં ધમાલ મચાવી. માત્ર 24 બોલમાં 52 રનની વિસ્ફોટક ઇનિંગ સાથે, તેણે ડેબ્યૂમાં સૌથી ઝડપી અડધી સદીનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. અગાઉ, આ રેકોર્ડ ભારતના કૃણાલ પંડ્યાના નામે હતો, જેણે 26 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. મોહમ્મદની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ જબરદસ્ત છગ્ગાનો સમાવેશ થતો હતો.

ન્યુઝીલેન્ડનો બીજો મુસ્લિમ ખેલાડી

ઓલરાઉન્ડર મોહમ્મદ અબ્બાસે પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાનને આઉટ કરીને બધાને આશ્ચર્યચકિત પણ કર્યા. આ પ્રભાવશાળી ડેબ્યૂ પછી, ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે તરત જ તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યો. એજાઝ પટેલ પછી, તે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ઇતિહાસનો માત્ર બીજો મુસ્લિમ ખેલાડી છે.

મોહમ્મદ અબ્બાસની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

મોહમ્મદ અબ્બાસે અત્યાર સુધીમાં ન્યુઝીલેન્ડ માટે ત્રણ વનડે રમી છે, જેમાં તેણે 34.66 ની સરેરાશથી 104 રન બનાવ્યા છે અને બોલર તરીકે બે વિકેટ લીધી છે. તેણે પાકિસ્તાન સામે ત્રણેય મેચ રમી છે. તેણે 19 T20 મેચ પણ રમી છે, જેમાં 391 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: IPL 2026 Auction: 3 સ્ટાર ખેલાડીઓ પર IPL ઓક્શનમાં પ્રતિબંધ, BCCI એ કરી કડક કાર્યવાહી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">