બેટીંગ કોચે કહ્યું Rohit Sharmaનું ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન આવવાનું હજુ બાકી

ઓપનર રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર રીતે રમતમાં પરત ફર્યો છે. દરમ્યાન ભારતીય ટીમના બેટીંગ કોચ વિક્રમ રાઠોર (Coach Vikram Rathour)એ કહ્યું છે કે રોહિતની શ્રેષ્ઠ રમત હજુ આવવાની બાકી છે.

બેટીંગ કોચે કહ્યું Rohit Sharmaનું ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન આવવાનું હજુ બાકી
Rohit Sharma

સાઉથ આફ્રિકા (South Africa) સામે 2020માં રોહિત શર્મા (Rohit Sharma)ને ઓપનીંગની જવાબદારી મળી હતી. ત્યારથી તેણે અત્યાર સુધી પોતાની શ્રેષ્ઠ રમતનું યોગદાન આપવા પ્રયાસ કર્યો છે. ઓપનર રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર રીતે રમતમાં પરત ફર્યો છે. દરમ્યાન ભારતીય ટીમના બેટીંગ કોચ વિક્રમ રાઠોર (Coach Vikram Rathour)એ કહ્યું છે કે રોહિતની શ્રેષ્ઠ રમત હજુ આવવાની બાકી છે.

 

કોચ રાઠોરે કહ્યું રોહિત શર્મા હવે તેવો વ્યક્તિ બની ચુક્યો છે, જે પોતાની પર અને વિચારો પર સ્વયં નિયંત્રિત છે. હવે તેને શું હાંસલ કરવુ અને અહીંથી આગળ ક્યાં જવાનુ છે તે પણ નિયંત્રિત વિચાર ધરાવે છે. રોહિત પાસે હંમેશાથી જ એવી રમત અને પ્રતિભા હતી, જે ટેસ્ટ ક્રિકેટમાં સફળતા અપાવે. આ બાબત થોડી મોડી થઈ પરંતુ આ ફોર્મેટ માટે તેણે પોતાનો ગેમ પ્લાન એકદમ બરાબર કરી લીધો છે. તમે જુઓ કે 2020થી ઓપનર તરીકે શરુઆત કરી છે, કેવી રીતે આ રેડ બોલ ક્રિકેટ રમ્યો છે.

 

તેની પાસે હંમેશાથી ખૂબ કમાલનો ગેમ પ્લાન હતો. તે પ્રકાર જેનાથી તેણે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં ખૂબ રન બનાવી સફળતા હાંસલ કરી. જોકે તે એ વાતને લઈને એટલો પાક્કો નહોતો કે ટેસ્ટ ક્રિકેટમાં રમતને કેવી રીતે વધારવાની છે. જોકે રોહિતને જ્યારે આજે ટેસ્ટ ક્રિકેટમાં રમતા જુઓ છો તો લાગે છે કે ખેલાડી પાસે એક પાકટ રમત યોજના છે. તેણે સતત તેની પર જ કાર્ય કરવુ શરુ કરી દીધુ છે.

 

આગળ કહ્યું હવે તે ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરતા પહેલાના પ્રમાણમાં વધારે સહજ અને અનુશાસનમાં નજર આવે છે. તે સમયને પસાર કરવાનું પસંદ કરે છે, જેનાથી તે સારી રીતે સંભાળી શકે. જ્યારે તે આમ કરી લે છે તો આપણને સૌને ખ્યાલ છે તેની કાબેલીયત.

 

હજુ અસલી રમત બાકી છે

બેટીંગ કોચ રાઠોરે કહ્યું રોહિત શર્માએ અત્યાર સુધીમાં જે રમત દર્શાવી છે, તે કંઈ નથી. હજુ તેમની શ્રેષ્ઠ રમત આવવાની બાકી છે. ટેસ્ટ ક્રિકેટમાં તો તેણે હજુ બસ શરુઆત કરી છે. જો તે આ જ રીતે આગળ વધશે તો આપણે ટેસ્ટ ક્રિકેટમાં એક અલગ જ રોહિતને જોઈશુ. હજુ તેમનુ સૌથી શાનદાર રમત આવવાની બાકી છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 55થી વધુની સરેરાશ

વિક્રમ રાઠોરે રોહિતના ફર્સ્ટ કલાસ ક્રિકેટના અંગે વાત કરીને કહ્યું કે તે હજુ શ્રેષ્ઠ કરશે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રોહિત શર્માએ 55 રનથી વધારે સરેરાશથી રન બનાવ્યા છે. 98 મેચ રમીને 7,592 રન બનાવ્યા છે. જેમાં 309 રનની ઈનીંગ રમી હતી. રોહિત શર્મા 24 સદી અને 32 અડધીસદી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં લગાવી ચુક્યો છે.

 

તેમણે આગળ કહ્યું કે જો તમે તેના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો રેકોર્ડ જુઓ તો તેમાંથી છે કે જે મોટો સ્કોર બનાવે છે. એટલે સુધી કે, એક વાર તે રન બનાવવા લાગે છે, બસ બનાવતા જ ચાલે છે. પાછળના કેટલાક મહિનાઓમાં તેમણે દેખાડ્યુ છે કે તે ટેસ્ટ ક્રિકેટની અંદર શું કરવાની કાબેલીયત ધરાવે છે.

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati