IPL ઈતિહાસનો સૌથી ખર્ચાળ સ્પેલ નાખનાર બોલર, બે બોલરનો 2023માં શરમજનક રેકોર્ડ
આઇપીએલ 2023માં ઘણા બોલર ચમકી રહ્યા છે તો ઘણાને કિસ્મતનો માર પડી રહ્યો છે. આ સીઝનમાં બે બોલર સામે આવ્યા છે જેમનું નામ આઇપીએલના ઈતિહાસમાં સૌથી ખર્ચાળ સ્પેલ નાખનાર બોલરની લિસ્ટમાં શામેલ થઈ ગયું છે.
આઇપીએલ 2023ને ઘણા ખેલાડી ગોલ્ડન ચાન્સના રૂપમાં લઈને સતત ચર્ચામાં રહ્યા છે. જ્યારે બીજી બાજુ થોડા બોલર કિસ્મતની માર સહન કરી રહ્યા છે. આઇપીએલના ઇતિહાસમાં ઘણા એવા બોલર્સ આવ્યા જેમની બોલિંગનો બેટ્સમેને ખૂબ જ ફાયદો ઉઠાવ્યો. આ બોલરોએ પોતાની એક મેચના સ્પેલમાં ખૂબ રન આપ્યા હતા. જ્યારે આઈપીએલ 2023માં પણ બે બોલર સામે આવ્યા, જેમનું નામ છેલ્લા 15 વર્ષમાં સૌથી વધુ રન આપવાવાળા બોલરની લીસ્ટમાં સામેલ થઈ ગયું છે.
આ પણ વાંચો: IPL : આઇપીએલના ઇતિહાસમાં કયા બેટ્સમેનના નામે છે સૌથી વધુ ‘ડકનો’ રેકોર્ડ ?
બાસિલ થમ્પીએ આપ્યા છે સ્પેલમાં સૌથી વધુ રન
આઇપીએલના ઇતિહાસમાં એક સ્પેલમાં સૌથી વધુ રન આપનાર બોલરમાં ટોચ પર બાસિલ થમ્પીનું નામ છે. આ ખેલાડીએ આરસીબી સામે વર્ષ 2018માં પોતાના સ્પેલમાં 70 રન આપ્યા હતા. બીજા સ્થાન પર આ વર્ષના ડેબ્યૂટન્ટ યશ દયાલ છે, જે રિંકુ સિંહને કેકેઆર સામેની મેચમાં 5 છગ્ગા આપ્યા બાદ ઘણી ચર્ચામાં રહ્યો હતો. ગુજરાત ટાઇટન્સના યશ દયાલ માટે આઇપીએલ કારકિર્દીની શરૂઆત અત્યંત ખરાબ રહી છે. ત્રીજા સ્થાન પર ઇશાંત શર્માનું નામ છે જેણે વર્ષ 2013માં સીએસકે સામે 66 રન આપ્યા હતા. તે બાદ મુજીબ ઉર રહેમાન છે, તેણે હૈદરાબાદ સામે પોતાના સ્પેલમાં 66 રન આપ્યા હતા.
સૌથી વધુ રન આપનાર ટોચના 5 બોલર
- બાસિલ થમ્પી- 70 રન
- યશ દયાલ- 69 રન
- મુજીબ ઉર રહેમાન-66 રન
- ઇશાંત શર્મા- 66 રન
- અર્શદીપ સિંહ-66 રન
અર્શદીપ માટે ઊભી થઇ મુશ્કેલી
1 વર્ષની અંદર પોતાના પ્રદર્શનના આધારે ટી20 વર્લ્ડ કપમાં પોતાની જગ્યા બનાવનાર યુવા બોલર અર્શદીપ સિંહ પણ આ લિસ્ટમાં સામેલ થઇ ગયો છે. અર્શદીપના નામે પોતાની ટૂંક સમયની કારકિર્દીમાં સૌથી વધુ નો બોલ નાખવાનો શર્મનાક રેકોર્ડ પણ સામેલ છે. આઇપીએલ 2023માં મુબંઇના બેટ્સમેન દ્વારા તેના સ્પેલમાં 66 રન ફટકારવામા આવ્યા. જે બાદ તે આ લિસ્ટમાં પાંચમાં સ્થાન આવી ગયો છે. તેની કારકિર્દી મહત્વપૂર્ણ પડાવ પર છે, આવામાં બાકી રહેલ મેચમાં અર્શદીપ કમબેકની આશા કરી રહ્યો હશે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…