T20 World Cup 2021: બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ખેલાડીઓ વચ્ચે થઇ ગાળા-ગાળી અને ઝપાઝપી, વાયરલ થયો Video, જુઓ

T20 World Cup 2021 ની 15 મી મેચમાં શ્રીલંકાના લાહિરુ કુમારા અને બાંગ્લાદેશી બેટ્સમેન (Sri Lanka vs Bangladesh) લિટન દાસ વચ્ચે ખૂબ ગાળા ગાળી અને ઝપાઝપી થઈ હતી.

T20 World Cup 2021: બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ખેલાડીઓ વચ્ચે થઇ ગાળા-ગાળી અને ઝપાઝપી, વાયરલ થયો Video, જુઓ
Sri Lanka vs Bangladesh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 5:23 PM

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) જીતવા માટે દરેક ટીમ પોતાના જાનની બાજી લગાવીલડી રહી છે. દરેક ખેલાડી ખૂબ જ ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરી રહ્યા છે. જો કે, કેટલાક ખેલાડીઓ ઉત્સાહમાં તેમના હોશ પણ ગુમાવી રહ્યા છે. કંઇક આવું જ બાંગ્લાદેશ અને શ્રીલંકા (Sri Lanka vs Bangladesh) વચ્ચેની મેચમાં જોવા મળ્યું હતું, જ્યાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચેની પિચ પર ટકરાયા હતા. મેચ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ખૂબ જ ગાળા-ગાળી થઇ હતી અને જો અમ્પાયર ન હોત તો મારામારી પણ થઇ જતી.

શારજાહમાં રમાઈ રહેલી મેચમાં લિટન દાસની વિકેટ પડ્યા બાદ આ ઘટના બની હતી. શ્રીલંકાના ઝડપી બોલર લહિરુ કુમારાએ લિટન દાસની વિકેટ લીધા બાદ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો અને બાંગ્લાદેશી બેટ્સમેનને કંઈક કહ્યું. જે બાદ લિટન દાસ ગુસ્સે થઈ ગયો અને બંને વચ્ચે ગાળા ગાળી થવા લાગી. આ પછી બાંગ્લાદેશના બીજા બેટ્સમેન મોહમ્મદ નઈમે લાહિરુ કુમારાને ધક્કો માર્યો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

લાહિરુ કુમારા ખૂબ જ આક્રમક અંદાજમાં જોવા મળ્યો હતો

શ્રીલંકાના ફાસ્ટ બોલર લાહિરુ કુમારા પોતાની પહેલી ઓવરથી જ ખૂબ જ આક્રમક દેખાઈ રહ્યો હતો. તેણે પોતાની પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર થ્રો ફેંક્યો, જેના પર મોહમ્મદ નઈમ માંડ માંડ બચી ગયો હતો. બોલ નઈમના હેલ્મેટ ઉપર થઇને નિકળ્યો હતો. જો બાંગ્લાદેશનો આ બેટ્સમેન નિચે બેઠો ન હોત તો બોલ તેને વાગી શક્યો હોત.

આ પછી, તેની આગળની ઓવરના પાંચમા બોલ પર લાહિરુએ લિટન દાસને આઉટ કર્યો. લિટન દાસ પેવેલિયનમાં પરત ફરી રહ્યો હતો. પરંતુ લાહિરુ તેની પાસે કંઈક કહેવા ગયો, જેના પછી મામલો ગંભીર બની ગયો. અમ્પાયરોએ દરમિયાનગીરી કરી નહિંતર મારામારી થઈ જતી. શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ઘણી વખત આકરી ટક્કર થતી હોય છે. આ T20 વર્લ્ડ કપમાં બંને ટીમોએ પહેલા રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સુપર-12માં જગ્યા બનાવી.

મેચની વાત કરીએ તો, શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમમાં એક-એક ફેરફાર કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશે એક ફેરફાર કર્યો અને તસ્કીન અહેમદની જગ્યાએ નસુમ અહેમદને ટીમમાં સામેલ કર્યો. શ્રીલંકાએ અનફિટ મહેશ થિક્ષાણાં સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં બિનુરા ફર્નાન્ડોનો સમાવેશ કર્યો હતો.

આ પણ વાંચોઃ IND vs PAK, T20 World Cup 2021: દુબઇમાં પાકિસ્તાનના નામે છે રન લુટાવવાનો રેકોર્ડ, જાણો દુબઇમાં ભારત-પાકિસ્તાને કેટલી મેચ રમી છે, કેવો છે ગ્રાઉન્ડ રેકોર્ડ, જાણો

આ પણ વાંચોઃ IND vs PAK, T20 World Cup 2021: પૂર્વ ક્રિકેટરે અમિતાભ બચ્ચનનો જાણીતો ડાયલોગ ‘મોત કે સાથ અપોઇન્ટમેન્ટ’ શેર કર્યો, ‘મૌકા-મૌકા’ ટ્રેન્ડ થવા લાગ્યુ

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">