IND vs PAK, T20 World Cup 2021: દુબઇમાં પાકિસ્તાનના નામે છે રન લુટાવવાનો રેકોર્ડ, જાણો દુબઇમાં ભારત-પાકિસ્તાને કેટલી મેચ રમી છે, કેવો છે ગ્રાઉન્ડ રેકોર્ડ, જાણો

દુબઇ (Dubai) માં ભારતીય ટીમ (Team India) બે વોર્મ મેચ રમીને બંને મેચ ને જીતી લીધી છે. પાકિસ્તાન માટે દુબઇને બીજુ હોમ ગ્રાઉન્ડ માનવામાં આવે છે.

IND vs PAK, T20 World Cup 2021: દુબઇમાં પાકિસ્તાનના નામે છે રન લુટાવવાનો રેકોર્ડ, જાણો દુબઇમાં ભારત-પાકિસ્તાને કેટલી મેચ રમી છે, કેવો છે ગ્રાઉન્ડ રેકોર્ડ, જાણો
Dubai Cricket Stadium
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 3:41 PM

દુબઇ (Dubai) માં આજે ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) નો થનારો છે મહાસંગ્રામ જેને લઇને આજે વિશ્વભરની નજર દુબઇ તરફ છે. આ જંગનુ વિશ્વના 200 દેશમાં લાઇવ સ્ટ્રીંમીંગ થનારુ છે. ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની મેચને લઇને વિશ્વભરના ક્રિકેટ એક્સપર્ટ થી માંડીને ફેન પણ અનેક ચર્ચાઓ કરી ચૂક્યા છે અને હવે સમય થઇ રહ્યો છે. વાસ્તવિક રમતને નિહાળવાનો. આ પહેલા એક નજર એ પણ કરી લઇએ કે જે મેદાનમાં મહાસંગ્રામ થનારો છે, ત્યાં કોનો કેવો અનુભવ છે.

આમ તો આ મેદાન પર બંને ટીમો એક બીજાની સામે પ્રથમવાર જ ટકરાઇ રહી છે. જોકે અનુભવની વાત કરવામાં આવે તો પાકિસ્તાનની ટીમ દુબઇના મેદાનમાં અનેક વાર પોતાની રમત રમી ચૂકી છે. સૌથી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ પણ તેના નામે છે. જ્યારે ભારતીય ટીમ યુએઇમાં એક પણ વાર ટી20 મેચ રમ્યુ નથી.

યુએઇમાં માત્ર 3 જ ટીમો 10 કે તેથી વધુ ટી20 મેચ રમવાનો અનુભવ ધરાવે છે. જેમાં પાકિસ્તાન, આયરલેન્ડ અને નેધરલેન્ડનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની ટીમ દુબઇમાં અત્યાર સુધીમાં 25 ટી20 મેચ રમવાનો અનુભવ ધરાવે છે. પાકિસ્તાનની ટીમ તે 25 મેચ પૈકી 14 મેચમાં જીતનો અનુભવ ધરાવે છે. જ્યારે 10 મેચમાં પરાજય સહન કર્યો છે. એક મેચ ટાઇ રહી હતી.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

પાકિસ્તાન બાદ આયરલેન્ડની ટીમ અહી 14 મેચ રમી ચૂક્યુ છે જેમાં તેણે 10 મેચોમાં જીત મેળવી છે અને 4 મેચ ગુમાવી હતી. જ્યારે નેધરલેન્ડે 12 મેચ રમી છે અને 8 મેચ જીતી હતી. ટીમ ઇન્ડિયા તેની પ્રથમ ટી20 મેચ દુબઇના ગ્રાઉન્ડ પર રમશે, જે મેચ સીધી જ હાઇવોલ્ટેજ મેચ રહેશે. બંને ટીમો એકબીજાનો સામનો 2019 ના વન ડે વિશ્વકપ બાદ કરી રહી છે. જે મેચ પણ ભારતે જીતી લીધી હતી.

દુબઇ T20I-પ્રથમ બેટીંગ કરનારી ટીમનુ નસીબ ઉજળું

દુબઇમાં અત્યાર સુધી 61 જેટલી આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ ચૂકી છે. જ્યારે ચાલુ વર્ષે આઇપીએલ સિઝનની બીજા તબક્કાની 13 મેચ અહીં રમાઇ હતી. આમ દુબઇના ગ્રાઉન્ડના રેકોર્ડને જોવામાં આવે તો આંતરરાષ્ટ્રીય મેચોમાં પ્રથમ બેટીંગ કરનારી ટીમની જીતની શક્યતા વધારે રહી છે. જ્યારે આઇપીએલમાં રન ચેઝ કરનારી ટીમો સફળ રહી છે.

દુબઇમાં રમાયેલી 61 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી 34 મેચ પ્રથમ બેટીંગ કરનારી ટીમની ફેવરમાં રહી છે. જ્યારે રન ચેઝ કરનારી ટીમોએ 26 વખત જીત મેળવી છે. આઇપીએલમાં 13 માંથી 9 મેચ રન ચેઝ કરનારી ટીમોએ જીતી છે. જ્યારે પ્રથમ બેટીંગ કરનારી ટીમોએ 4 જ મેચને ગુમાવી છે. તો વળી ભારતીય ટીમે તેની બંને વોર્મઅપ મેચ આ જ મેદાન પર રમી છે અને બંનેમાં જીત મેળવી છે.

પાકિસ્તાને રન લુટાવ્યાનો નોંધાવ્યો છે રેકોર્ડ

આંતરરાષ્ટ્રીય T20 મેચમાં અહીં પ્રથમ બેટીંગ રમનારી ટીમનો સરેરાશ સ્કોર 144 રનની આસપાસ રહેતો હોય છે. જ્યારે બીજી ઇનીંગમાં બેટીંગ કરનારી ટીમનો સરેરાશ સ્કોર 122 રહ્યો છે. અત્યાર સુધીમાં આ મેદાનમાં સૌથી મોટો સ્કોર 211 રનનો નોંધાયો છે. જે શ્રીલંકાએ માત્ર 3 વિકેટ ગુમાવીને પાકિસ્તાન સામે 2014 માં નોંધાવ્યો હતો.

જ્યારે સૌથી નિચો સ્કોર કેન્યાના નામે નોંધાયેલો છે. આયરલેન્ડ સામે રમતા માત્ર 71 રનનમાં જ કેન્યાની ટીમ સમેટાઇ ગઇ હતી. જ્યારે હાઇએસ્ટ રન ચેઝ અફઘાનિસ્તાના નામે નોંધાયેલો છે. યુએઇની ટીમ સામે મેદાને ઉતરતા 2016માં 183 રન 5 વિકેટે અફઘાન ટીમે કર્યા હતા. જ્યારે લોએસ્ટ ડિફેન્ડ 2019 માં ઓમાનના નામે છે. તેણે 134 રનના સ્કોરને હોંગકોગની ટીમ સામે સુરક્ષીત રાખ્યુ હતુ.

આ પણ વાંચોઃ T20 World Cup: વિરાટ કોહલી સામે પણ પાકિસ્તાન ‘લાચાર’, T20 વિશ્વકપ હજુ સુધી એકેય વાર વિકેટ ઝડપવાનો ‘મોકો’ નથી મળ્યો

આ પણ વાંચોઃ  IND vs PAK, T20 World Cup 2021, Live Streaming: આજે ભારત પાકિસ્તાન વચ્ચે મહાસંગ્રામ, 200 દેશમાં દેખાશે Live, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે નિહાળી શકાશે

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">