AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK, T20 World Cup 2021: પૂર્વ ક્રિકેટરે અમિતાભ બચ્ચનનો જાણીતો ડાયલોગ ‘મોત કે સાથ અપોઇન્ટમેન્ટ’ શેર કર્યો, ‘મૌકા-મૌકા’ ટ્રેન્ડ થવા લાગ્યુ

સોશિયલ મીડિયા પર ભારત પાકિસ્તાન (India vs Pakistan) ની મેચને લઇને અનેક બાબતો ટ્રેન્ડ થવા લાગી છે. જેમાં પાકિસ્તાનની અનેક લોકો ખૂબ મજા પણ લઇ લીધી છે.

IND vs PAK, T20 World Cup 2021: પૂર્વ ક્રિકેટરે અમિતાભ બચ્ચનનો જાણીતો ડાયલોગ 'મોત કે સાથ અપોઇન્ટમેન્ટ' શેર કર્યો, 'મૌકા-મૌકા' ટ્રેન્ડ થવા લાગ્યુ
Amitabh Bachchan
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 2:34 PM
Share

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે આજે હાઇ વોલ્ટેજ મેચ રમાનારી છે. મહાસંગ્રામને લઇને તમામ તૈયારીઓ ટીમ ઇન્ડીયા (Team India) એ કરી લીધી છે. હવે મેચ શરુ થવા માટે ની પળોને ગણવામાં આવી રહી છે. BCCI દ્વારા ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) નુ આયોજન UAE માં કરવામાં આવ્યુ છે. આજે ભારત વિશ્વકપમાં તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમીને અભિયાનનો પ્રારંભ કરશે. મેચ પહેલા જ સોશિયલ મીડિયા પર મેચને લઇને કેટલીક બાબતો ટ્રેન્ડ થઇ રહી છે. જેમાં મૌકા-મૌકા (Mauka Mauka)પણ સૌથી આગળ ચાલી રહ્યુ છે.

શનિવાર થી જ ભારત પાકિસ્તાન વચ્ચેની મેચનો ફિવર સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે. શનિવારે અને આજે રવિવારે પણ મેચને લઇને અનેક બાબતો ટ્રેન્ડ થવા લાગી છે. જેમાં ખાસ કરીને તો મૌકા-મૌકા શબ્દ તો ખૂબ ટ્રેન્ડ થયો છે. ક્રિકેટ ચાહકોએ પણ તે શબ્દ પર ખૂબ મજા લીધી છે. તો વળી આવી જ રીતે INDvPAK અને T20WorldCup2021 પણ ખૂબ ટ્રેન્ડ કરી રહ્યુ છે.

આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર વાસિમ જાફર પણ પાકિસ્તાનની ખેંચવામાં પાછળ કેવી રીતે રહી જાય. કારણ કે તે દરેક હરીફ ટીમની મજા લેતો હોય છે, એમાંય આવા માહોલ અને પાકિસ્તાનની વાતમાં તો તે સ્વભાવિક જ આગળ હોય. તેણે અગ્નિપથ ફિલ્મના એક ડાયલોગ વાળી અમિતાભ બચ્ચન અને એક બાળકની તસ્વીર શેર કરી છે.

જેમાં બાળકના ફોટો શેર કરીને લખ્યુ છે કે, તે દુબઇ મેચ જોવા માટે માટે જવા ઇચ્છે છે. તો બચ્ચનની તસ્વીર પર ડાયલોગ લખ્યો છે કે, આજ સાંજે 6 વાગ્યે મારુ મોત સાથે એપોઇન્ટમેન્ટ છે. જાફરે બીજી એક પોસ્ટ શેર કરી છે, જેમાં અમરીશ પુરીને તસ્વીર શેર કરી છે. જેમાં લખ્યુ છે કે, આખરે તે દિવસ આવી ગયો.

આજે સાંજે દુબઇમાં આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે. પાકિસ્તાન હજુ સુધી એક પણ વાર ભારત સામે ટી20 વિશ્વકપમાં મેચ જીતી શક્યુ નથી.

આ પણ વાંચોઃ T20 World Cup: વિરાટ કોહલી સામે પણ પાકિસ્તાન ‘લાચાર’, T20 વિશ્વકપ હજુ સુધી એકેય વાર વિકેટ ઝડપવાનો ‘મોકો’ નથી મળ્યો

આ પણ વાંચોઃ  IND vs PAK, T20 World Cup 2021, Live Streaming: આજે ભારત પાકિસ્તાન વચ્ચે મહાસંગ્રામ, 200 દેશમાં દેખાશે Live, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે નિહાળી શકાશે

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">