15 રનમાં 5 વિકેટ… પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું, બાંગ્લાદેશે ખરાબ રીતે હરાવી શ્રેણી જીતી
બાંગ્લાદેશ સામેની T20 શ્રેણીની બીજી મેચમાં પાકિસ્તાનને મોટી હારનો સામનો કરવો પડ્યો. બાંગ્લાદેશે પાકિસ્તાનને 8 રનથી હરાવ્યું અને શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી. આ મેચમાં પાકિસ્તાનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું.

પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ભારે અપમાનનો સામનો કરવો પડ્યો છે. ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી T20 શ્રેણીની બીજી મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને 8 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો. બાંગ્લાદેશે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી.
બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ
આ પહેલીવાર છે જ્યારે બાંગ્લાદેશે 1 થી વધુ મેચની T20 શ્રેણીમાં પાકિસ્તાનને હરાવ્યું છે. આ મેચમાં પાકિસ્તાનની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહી અને બાંગ્લાદેશના બોલરોએ ફરી એકવાર તેમને વાપસી કરવાની તક આપી નહીં.
પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું
બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે જાખર અલીની શાનદાર ઈનિંગને કારણે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા હતા. પરંતુ જવાબમાં, ફહીમ અશરફની લડાયક ઈનિંગ છતાં પાકિસ્તાનની ટીમ 19.2 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશના બોલરો, ખાસ કરીને મહેદી હસન, મુસ્તફિઝુર રહેમાન અને શોરીફુલ ઈસ્લામે શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાની ટીમને વિજય તરફ દોરી ગઈ.
ઝહીર અલીની ફિફ્ટી
ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેનાર પાકિસ્તાની ટીમે બાંગ્લાદેશને શરૂઆતી ઝટકો આપ્યો. સલમાન મિર્ઝાની શાનદાર બોલિંગને કારણે બાંગ્લાદેશે માત્ર 28 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી. જેના કારણે યજમાન ટીમ દબાણમાં આવી ગઈ. જોકે, ઝહીર અલીએ જવાબદારી લીધી અને 55 રનની ઈનિંગ રમી. તેની ઈનિંગમાં 1 ફોર અને 5 સિક્સરનો સમાવેશ થતો હતો, જેના કારણે બાંગ્લાદેશ 133/8ના સન્માનજનક સ્કોર સુધી પહોંચી ગયું. મહેદી હસને પણ 25 બોલમાં 2 ફોર અને 2 સિક્સરની મદદથી 33 રનનું યોગદાન આપ્યું.
ફહીમ અશરફના પ્રયત્નો નિરર્થક રહ્યા
134 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. બાંગ્લાદેશના ઝડપી બોલરોએ શરૂઆતના ઝટકા આપ્યા અને પાકિસ્તાનને 15/5 પર સમેટ્યું. સૈમ અયુબ, મોહમ્મદ હરિસ, હસન નવાઝ, ફખર ઝમાન, મોહમ્મદ નવાઝ વહેલા પેવેલિયન પાછા ફર્યા. આ કટોકટીમાં, ફહીમ અશરફે આક્રમક બેટિંગ કરી અને 51 રનની ઈનિંગ રમી. પરંતુ આ સ્કોર જીત માટે પૂરતો ન હતો.
આ પણ વાંચો: 37 ચોગ્ગા-છગ્ગા, 318 રન… ભારતીય કેપ્ટનની જોરદાર સદી, ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ભણાવ્યો પાઠ
