IND vs ENG: વરસાદને લઇને ત્રીજા દિવસની રમત વહેલા સમાપ્ત કરી દેવાઇ, ઇંગ્લેન્ડ 25-0, ભારત 70 રનની લીડ

ભારત અને ઇંગ્લેન્ડ (England vs India) વચ્ચેની ત્રીજા દિવસની રમત વરસાદના કારણે વહેલા સમાપ્ત કરી દેવામાં આવી હતી. વરસાદને લઇને ત્રીજા દિવસે અંતિમ સેશન ધોવાઇ ગયુ હતુ. કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ.

IND vs ENG: વરસાદને લઇને ત્રીજા દિવસની રમત વહેલા સમાપ્ત કરી દેવાઇ, ઇંગ્લેન્ડ 25-0, ભારત 70 રનની લીડ
Trent Bridge, Nottingham
Follow Us:
| Updated on: Aug 06, 2021 | 11:26 PM

ભારત અને ઇંગ્લેન્ડ (England vs India) વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત ને વરસાદે પ્રભાવિત કરી હતી. બીજા દિવસની રમતમાં વરસાદે વિક્ષેપ સર્જ્યા બાદ આજે પ્રથમ સેશનની શરુઆતે જ વરસાદે રમતનો સમય ખરાબ કર્યો હતો. ત્યાર બાદ ફરી એકવાર ટી બ્રેક બાદ શરુ થયેલા ત્રીજા સેશનની રમતની શરુઆતે જ વરસાદ વરસવો શરુ થઇ ગયો હતો. આમ વરસાદે ત્રીજુ સેશન ધોઇ નાંખ્યુ હતુ.

વરસાદે દિવસની શરુઆતે પણ પરેશાની સર્જી હતી. પરંતુ સમય ઓછો ખરાબ થયો હતો અને મેચ ઝડપ થી આગળ વધી હતી. જોકે આ દરમ્યાન કેટલીક ઓવરને ઘટાડી દેવામાં આવી હતી. ત્યાર બાદ ભારતીય બેટીંગ ઇનીંગ વરસાદના સંકટ વચ્ચે હેમખેમ સમાપ્ત થઇ હતી. ભારતીય બેટ્સમેનોએ ઇંગ્લેન્ડ સામે 95 રનની મજબૂત લીડ મેળવતી રમત રમી હતી.

ઇંગ્લેન્ડની બીજી બેટીંગ ઇનીંગ શરુ થવા સાથે જ વરસાદે મુશ્કેલીઓ સર્જવાની શરુઆત કરી હતી. કાળા ડિબાંગ વાદળો નોટિંગહામમાં છવાયા હતા. ત્યાર બાદ વરસાદ વરસવો શરુ થયો હતો. વરસાદ રોકાતા પહેલા તો થોડીકવાર મેચ શરુ કરવાની તૈયારીઓ કરાઇ હતી. પરંતુ ફરી એકવાર વરસાદ વરસતા મેચને આગળ વધારી શકાઇ નહોતી.જોકે વરસાદ તીવ્ર ગતીએ વરસવાને લઇને આખરે મેચને આગળ વધારવી મુશ્કેલ બની ગઇ હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અંપાયરોએ મેદાનનુ નિરીક્ષણ કર્યુ હતુ અને બાદમાં મેચને સમાપ્ત ઘોષીત કરી દેવાઇ હતી. આમ હવે ચોથા દિવસની રમત શરુ થવાની રાહ નિરાશા સાથે જોનવા મજબૂર થવુ પડ્યુ હતુ.

ઇંગ્લેન્ડે ત્રીજા દિવસના અંતે વિના વિકેટે 25 રનનો સ્કોર કર્યો હતો. જ્યારે ભારતીય લીડના આંકને પહોંચવા માટે ઇંગ્લેન્ડ હજુ 70 રન દુર છે. આમ ભારત ત્રીજા દિવસને અંતે મજબૂત સ્થિતીમાં જોવા મળી રહ્યુ છે. ચોથા દિવસે ભારતે દિવસના અંત પહેલા ઇંગ્લેન્ડને સમેટવા પ્રયાસ કરવો પડશે. ભારતીય બોલરોના હાથમાં હવે જીતની ચાવી છે. જે કમાલ હવે બોલરોએ કરી દેખાડવો પડશે.

કેએલ રાહુલ અને જાડેજાના અર્ધશતક

ભારતીય ટીમે (Team India) 4 વિકેટે 125 રનના સ્કોર સાથે ની રમતને આજે ત્રીજા દિવસે આગળ વધારી હતી. ઇંગ્લેન્ડ પર ભારતે લીડ મેળવી લીધી હતી.ઓપનર કેએલ રાહુલ (KL Rahul) 214 બોલમાં 84 રની રમત રમી હતી. કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ શાનદાર ભાગીદારી રમત રમી હતી અને ઇંગ્લેન્ડના સ્કોરને પાર કરતી રમત રમી હતી. રાહુલ 84 રન કરીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ ભારતની લીડને આગળ વધારતી રમત રમી હતી. તેણે અર્ધશતકીય રમત રમી હતી.રવિન્દ્ર જાડેજાએ 86 બોલમાં 56 રન જાડેજાએ કર્યા હતા. આ દરમ્યાન તેણે 1 સિક્સ અને 8 ચોગ્ગા લગાવ્યા હતા.

ઓલી રોબિન્સનની 5 વિકેટ

ઇંગ્લીશ બોલરોએ ગઇકાલે ભારતની એક બાદ ચાર વિકેટ મેળવી હતી. બાદમાં આજે ફરી એકવાર ભારતીય બેટસમેનો પર દબાણ સર્જવાનો પ્રયાસ કર્યો હતો. ઓલી રોબિન્સને 5 વિકેટ ઝડપી હતી. જ્યારે જેમ્સ એન્ડરસને 4 વિકેટ વિકેટ મેળવી હતી.

આ પણ વાંચોઃ IPL 2021: ટૂર્નામેન્ટ માટે પ્રવાસ ખેડતા પહેલા BCCIએ ટીમ ફ્રેન્ચાઈઝીઓને કહ્યું પહેલા વેક્સીન!

આ પણ વાંચોઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકીની ઐતિહાસિક જીત બાદ MS Dhoni છવાયો, કારણ છે 7 વર્ષ જૂનું

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">