પાકિસ્તાનમાં ટેસ્ટ સીરિઝ શરૂ થતા પહેલા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરને મળી ધમકી, ‘જીવતો પાછો નહીં આવે’

|

Feb 28, 2022 | 9:31 PM

ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાનમાં પહોંચી ગઇ છે પણ સીરિઝ પહેલા જ વિવાદ થઇ ગયો. ઓસ્ટ્રેલિયાના એક ક્રિકેટરને સોશિયલ મીડિયામાં જાનથી મારી નાખવામાં ધમકી મળી છે.

પાકિસ્તાનમાં ટેસ્ટ સીરિઝ શરૂ થતા પહેલા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરને મળી ધમકી, જીવતો પાછો નહીં આવે
Ashton Agar (PC: Cricket Australia)

Follow us on

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ (Cricket Australia) ટીમ બે દશક બાદ પાકિસ્તાનના પ્રવાસે પહોંચી છે. ખેલાડીઓનું પાકિસ્તાનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પણ હવે આ પ્રવાસમાં વિવાદ શરૂ થયો છે. ઓસ્ટ્રેલિયા ટીમના ક્રિકેટર એશ્ટન અગર (Ashton Agar) ને સોશિયલ મીડિયામાં ધમકી આપવામાં આવી છે. તેને ધમકી આપવામાં આવી છે કે તે પાકિસ્તાનમાં આવે નહીં. આ ધમકીનો મેસેજ એશ્ટન અગરની પાર્ટનર મેડલીનને મોકલવામાં આવ્યો છે. ધ સિડની મોર્નિંગ હેરાલ્ડના રિપોર્ટ પ્રમાણે, એશ્ટન અગરની પાર્ટનર મેલીનને મેસેજ મોકલામાં આવ્યો છે કે એશ્ટન અગર પાકિસ્તાનમાં ન જાય. જો તે પાકિસ્તાનમાં જશે તો જીવતો પાછો નહીં આવે.

તમને જણાવી દઇએ કે એશ્ટન અગર પાકિસ્તાન (Pakistan Cricket) સામે રમાનાર સીરિઝમાં ઓસ્ટ્રેલિયા ટીમનો સભ્ય છે. એશ્ટન અગરની પાર્ટનર મેડલીને આ મેસેજને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને રિપોર્ટ કર્યો છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પાકિસ્તાનમાં પહોંચેલી ઓસ્ટ્રેલિયાની ટીમના પ્રવક્તાએ આ ધમકીની પુષ્ટિ કરી છે અને ત્યારબાદ ટીમની સુરક્ષાની તપાસ કરી છે અને વધારો પણ કર્યો છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

Australian cricketer Ashton Agar receives threat ahead of Test series in Pakistan

એવું માનવામાં આવી રહ્યું છે કે આ એક ફેક ઇન્ટાગ્રામ એકાઉન્ટમાંથી મેસેજ મોકલવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 24 વર્ષ બાદ પાકિસ્તાનનો પ્રવાસ કરી રહી છે. એવામાં વિશ્વની નજર આ સીરિઝ પર રહેલી છે. વર્ષ 2009 માં શ્રીલંકાની ટીમ જ્યારે પાકિસ્તાન આવી હતી, ત્યારે તેના પર આતંકી હુમલો થયો હતો. ત્યારબાદથી પાકિસ્તાનમાં માત્ર 6 ટેસ્ટ મેચનું આયોજન થયું છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી જાણકારી આપવામાં આવી છે કે આ ધમકી સીરીયસ નથી. માત્ર એક ખોટો સંદેશો છે. ત્યારબાદ પણ અમે તપાસ શરૂ કરી દીધી છે. ખેલાડીઓ માટે એક સિક્યોરિટી પ્લાન કામ કરી રહ્યો છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 માર્ચથી પહેલી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. આ પહેલી ટેસ્ટ મેચ પાકિસ્તાનના રાવલપિંડીમાં રમાશે.

આ પણ વાંચો : રશિયા પર વધુ એક એક્શન, ફૂટબોલ વર્લ્ડ કપમાં ધ્વજ અને રાષ્ટ્રગીતનો ઉપયોગ કરી શકશે નહીં

આ પણ વાંચો : Video: યુઝવેન્દ્ર ચહલે સિરાજના વાળની ઉડાવી મજાક, કહ્યુંઃ લાગી રહ્યું છે ઘાસમાં પાણી નથી નાખ્યું

Next Article