Video: યુઝવેન્દ્ર ચહલે સિરાજના વાળની ઉડાવી મજાક, કહ્યુંઃ લાગી રહ્યું છે ઘાસમાં પાણી નથી નાખ્યું
ટીમ ઇન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે મોહમ્મદ સિરાજની હેર સ્ટાઇલને લઇને કરી મજાક, તેનો વીડિયો સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે વાયરલ.

ટીમ ઇન્ડિયાના (Team India) ના બોલર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) હસી મજાક માટે જાણીતો છે. તે મેચ સમયે અને મેચ પછી સાથી ખેલાડીઓ સાથે હસી મજાક કરતો જોવા મળે છે. હાલમાં જ ભારતીય ક્રિકેટ બોર્ડે એક વીડિયો શરે કર્યો છે. જેમાં યુઝવેન્દ્ર ચહલ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) સાથે મજાક કરતો જોવા મળ્યો છે. તેણે મોહમ્મદ સિરાજના માથાના વાળને લઇને મજાક કરી હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચે ધર્મશાળામાં રમાયેલી ટી20 સીરિઝની અંતિમ અને ત્રીજી મેચ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં યહલ શ્રેયસ અય્યર સાથે એક વીડિયો શુટ કરી રહ્યો છે. તે શ્રેયસ અય્યર સાથે વાત કરતો હોય છે ત્યારે મોહમ્મદ સિરાજ આવી પહોંચે છે. મો. સિરાજના વાળને લઇને ચહલે કહ્યું કે, “હવે અમારી સાથે છે મોહમ્મદ સિરાજ. તમે તેના વાળને જોશો તો એવું લાગી રહ્યું છે કે ઘાસમાં પાણી નાખવામાં નથી આવી રહ્યું. ઘાસ સુકાઇ ગયું છે.”
યુઝવેન્દ્ર ચહલન આ કોમેન્ટ સાંભળીને શ્રેયસ અય્યર હસવા લાગ્યો હતો. ત્યાર બાદ ચહલે સિરાજને પુછ્યું કે, “સાંભળવામાં આવ્યું છે કે તમે મેચથી પહેલા સલુન જાવ છો અને વાળ કપાવો છે. તેના પર સિરાજે જવાબ આપ્યો કે એવું કઇ જ નથી, વાળને લઇને આવું માઇન્ટસેટ જરા પણ નથી.”
From mantra of success to a guest apperance! 😎😎
Chahal TV Special: @ShreyasIyer15, with @mdsirajofficial for company, chats with @yuzi_chahal after #TeamIndia‘s T20I series sweep. 👌 👌 – By @Moulinparikh
Full interview 🎥 🔽 #INDvSL @Paytm https://t.co/FOL75d7bIs pic.twitter.com/4Awzp9BvIK
— BCCI (@BCCI) February 28, 2022
તમને જણાવી દઇએ કે ભારતે શ્રીલંકાને ત્રણ ટી20 મેચની સીરિઝમાં 3-0થી હરાવ્યું છે. સીરિઝની અંતિમ મેચમાં ભારતે 6 વિકેટથી જીત મેળવી હતી. મહત્વની વાત એ છે કે ટી20ની આ સીરિઝમાં તમામ મેચમાં શ્રેયસ અય્યરે શાનદાર પ્રદર્શન કરતા ત્રણ અડધી સદી ફટકારી છે. તેણે ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં 45 બોલમાં આક્રમક 73* રનની અણનમ ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો : વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ સ્પિનર સોની રામાધીનનું 92 વર્ષની વયે નિધન