IND vs AUS : ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવવા મજબૂત ટીમ પસંદ કરી, એક ચોંકાવનારું નામ પણ ટીમમાં સામેલ
ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. બંને દેશો વચ્ચે ODI શ્રેણી 22 સપ્ટેમ્બરથી શરૂ થશે. મોટા સમાચાર એ છે કે કેપ્ટન પેટ કમિન્સ સહિત ઓસ્ટ્રેલિયાના તમામ ઈજાગ્રસ્ત ખેલાડીઓ ફિટ થઈ ગયા છે અને તેમનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
વર્લ્ડ કપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાવાની છે જેના માટે કાંગારૂઓએ ટીમની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાએ રવિવારે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી જેમાં એક આશ્ચર્યજનક નામ પણ સામેલ છે. અમે વાત કરી રહ્યા છીએ માર્નસ લાબુશેન (Marnus Labuschagne) વિશે જેને ભારત સામેની વનડે શ્રેણી માટે ટીમમાં તક આપવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે ઓસ્ટ્રેલિયાના તમામ મોટા મેચ વિનર ખેલાડીઓ ફિટ થઈને ટીમમાં પરત ફર્યા છે. જેમાં પેટ કમિન્સ, સ્ટીવ સ્મિથ (Steve Smith), મિશેલ સ્ટાર્ક, ગ્લેન મેક્સવેલનો સમાવેશ થાય છે. કેમરૂન ગ્રીન પણ ટીમમાં ફિટ થઈને પરત ફર્યો છે.
ટ્રેવિસ હેડ બહાર, માર્નસ લાબુશેન ટીમમાં સામેલ
ઓસ્ટ્રેલિયાના ડાબા હાથના વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડની વનડે શ્રેણીમાં પસંદગી કરવામાં આવી નથી. આ ખેલાડીને દક્ષિણ આફ્રિકાની વનડે શ્રેણી દરમિયાન હાથમાં ઈજા થઈ હતી. તેના હાથમાં ફ્રેક્ચર છે અને માનવામાં આવી રહ્યું છે કે તેનું વર્લ્ડ કપમાં રમવું પણ મુશ્કેલ છે. ટ્રેવિસ હેડની ઈજાને કારણે માર્નસ લાબુશેનને હવે ભારતના પ્રવાસ પર લાવવામાં આવ્યો છે અને માનવામાં આવે છે કે આ ખેલાડી વર્લ્ડ કપમાં પણ રમતો જોવા મળશે.
ODI શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ:
પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, માર્નસ લેબુશેન, એલેક્સ કેરી, સીન એબોટ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, સ્પેન્સર જોન્સન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેથ્યુ શોર્ટ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝમ્પા.
Australia are almost back to full strength for the ODI series against India but sweat on the fitness of their in-form star heading into #CWC23
Read on https://t.co/eiMH8CDPHG
— ICC (@ICC) September 17, 2023
ભારત-ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણીનું શેડ્યૂલ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 સપ્ટેમ્બરથી વનડે સિરીઝ શરૂ થશે. ત્રણ મેચની સીરિઝની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. જે બાદ બીજી મેચ 24 સપ્ટેમ્બરે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં યોજાશે. જ્યારે સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે.
આ પણ વાંચો : Asia Cup 2023: 8 મહિના પહેલા બાકી રહેલું કામ મોહમ્મદ સિરાજે એશિયા કપમાં પૂરું કર્યું
ઓસ્ટ્રેલિયાએ ભારતને 2-1થી હરાવ્યું હતું
તમને જણાવી દઈએ કે આ વર્ષે માર્ચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ તે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ ઈન્ડિયાને 2-1થી હરાવ્યું હતું. તે શ્રેણીમાં ભારતે પ્રથમ મેચ જીતી હતી પરંતુ તે પછી ઓસ્ટ્રેલિયાએ જોરદાર વળતો હુમલો કર્યો અને વિશાખાપટ્ટનમ અને ચેન્નાઈમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું.