Melbourne News: મેક્સવેલ બ્નયો પિતા, સોશિયલ મીડિયા પર તસવીર કરી શેર, અનુષ્કા શર્માએ પણ આપ્યા અભિનંદન
2013માં મેલબોર્ન સ્ટાર ઈવેન્ટમાં થયેલી મુલાકાત બાદ બંનેએ 2020માં ભારતીય અંદાજમાં લગ્ન કર્યા. તમને જણાવી દઈએ કે 18 માર્ચ 2022ના રોજ આ કપલે લગ્ન કર્યા હતા. જે બાદ હવે મેક્સવેલ પિતા બન્યો છે, પત્ની વિનીએ પુત્રને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી જાહેર કર્યું. જોકે આ પોસ્ટ પર બોલિવૂડ અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પણ તેને અભિનંદન પાઠવ્યા છે.
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પિતા બની ગયા છે. તેમની પત્ની વિની રમણે એક પુત્રને જન્મ આપ્યો છે. મેક્સવેલની પત્ની વિનીએ બાળકની કેટલીક ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. આમાં તેનો અને મેક્સવેલનો હાથ પણ દેખાય છે . મેક્સવેલ-વિન્નીની પોસ્ટ પર ફેન્સ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પણ તેને અભિનંદન પાઠવ્યા છે.
આ દરમિયાન મેક્સવેલ અને વિનીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આમાં તેણે એક ફોટો શેર કરીને જણાવ્યું કે તે માતા-પિતા બની ગઈ છે. વિની અને મેક્સવેલે તેમના પુત્રનું નામ પણ રાખ્યું છે. નાના બાળકનું નામ ‘લોગન મેવેરિક મેક્સવેલ’ રાખવામાં આવ્યું છે. અનુષ્કા શર્માની સાથે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ પણ અભિનંદનની કોમેન્ટ કરી છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે 18 માર્ચ 2022ના રોજ આ કપલે લગ્ન કર્યા હતા. ગ્લેન અને વિની પહેલીવાર 2013માં મેલબોર્ન સ્ટાર ઈવેન્ટમાં મળ્યા હતા. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી, બંનેએ 2020 માં ભારતીય શૈલીમાં લગ્ન કર્યા.
આ પણ વાંચો : સિડનીનું આ પ્રખ્યાત અને બહુચર્ચિત ઓપેરા હાઉસ, જાણો શું છે ખાસિયત
વાસ્તવમાં, વિન્ની ભારતીય મૂળની ઓસ્ટ્રેલિયન નાગરિક છે. વિનીએ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં મેન્ટોન ગર્લ્સ સેકન્ડરી કોલેજમાંથી તબીબી શિક્ષણ પૂર્ણ કર્યું. મેક્સવેલ અને વિનીના લગ્નની પાર્ટીમાં RCBના ખેલાડીઓએ ખૂબ જ મસ્તી કરી હતી. વિરાટ કોહલી ખુલ્લેઆમ ડાન્સ કરતો જોવા મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો