AUS vs PAK: વોર્નર અને માર્શે પાકિસ્તાની બોલર્સની કરી જબરદસ્ત ધુલાઈ, ઓસ્ટ્રેલિયાએ 368 રનનુ વિશાળ લક્ષ્ય ખડક્યુ

ICC World Cup Match Report, Australia vs Pakistan: પાકિસ્તાનના સુકાની બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. આમ ઓસ્ટ્રેલિયન ટીમને બેટિંગ કરવા માટે પ્રથમ નિમંત્રણ આપ્યુ હતુ. જોકે ઓસ્ટ્રેલિયન ઓપનર્સે પાકિસ્તાની બોલરોને પરેશાન કરી દીધા હતા. મિચેલ માર્શ અને ડેવિડ વોર્નરે ધમાલ મચાવતી બેટિંગ શરુઆતથી જ કરતા પાકિસ્તાનના બોલરોને પરસેવો છૂટી ગયો હતો.

AUS vs PAK: વોર્નર અને માર્શે પાકિસ્તાની બોલર્સની કરી જબરદસ્ત ધુલાઈ, ઓસ્ટ્રેલિયાએ 368 રનનુ વિશાળ લક્ષ્ય ખડક્યુ
ICC World Cup Match Report
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2023 | 5:57 PM

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગ્લુરુમાં વિશ્વકપ 2023ની મેચ રમાઈ રહી છે. પાકિસ્તાનના સુકાની બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. આમ ઓસ્ટ્રેલિયન ટીમને બેટિંગ કરવા માટે પ્રથમ નિમંત્રણ આપ્યુ હતુ. જોકે ઓસ્ટ્રેલિયન ઓપનર્સે પાકિસ્તાની બોલરોને પરેશાન કરી દીધા હતા. મિચેલ માર્શ અને ડેવિડ વોર્નરે ધમાલ મચાવતી બેટિંગ શરુઆતથી જ કરતા પાકિસ્તાનના બોલરોને પરસેવો છૂટી ગયો હતો.

ઓસ્ટ્રેલિયાના બંને ઓપનોએ સદી નોંધાવી હતી. બંને ઓપનરોએ 259 રનની વિશાળ ભાગીદારી 33.5 ઓવર્સમાં નોંધાવી હતી. બંને ઓપનર્સે પાકિસ્તાન સામે વિશાળ લક્ષ્ય ખડકવાનો પાયો નાંખ્યો હતો. 41મી ઓવરમાં જ ઓસ્ટ્રેલિયાએ 300નો આંકડો પાર કરી લીધો હતો. વોર્નરે ધમાલ ભરી બેટિંગ કરતા દર્શકોને મોજ થઈ ગઈ હતી. બંને ઓપનરોએ ચોગ્ગા અને છગ્ગા વરસાવ્યા હતા.

વોર્નરની ધમાલ

ઓપનર ડેવિડ વોર્નરે તોફાની બેટિંગ કરી હતી. વોર્નરે 163 રન નોંધાવ્યા હતા. 124 બોલનો સામનો કરીને 9 છગ્ગા અને 14 ચોગ્ગાની મદદ વડે આ સ્કોર નોંધાવ્યો હતો. હારિસ રઉફે તેને પોતાની જાળમાં ફસાવ્યો હતો. તેણે વનડે ક્રિકેટમાં 7મી વાર 150 પ્લસ સ્કોર નોંધાવ્યો હતો. સૌથી વધુ વાર 150ના આંકડાને વટાવનારા બેટર્સની યાદીમાં વોર્નર બીજા સ્થાને છે. વોર્નર અને મિચેલ માર્શ બંનેએ ઓસ્ટ્રેલિયા માટે મજબૂત શરુઆત કરાવી હતી. માર્શ 34મી ઓવરના પાંચમાં બોલે શાહિન આફ્રિદીનો શિકાર થયો હતો. તેણે 108 બોલનો સામનો કરીને 121 રન નોંધાવ્યા હતા. માર્શે 10 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા.

શું તમારી ગાડી કે બાઈક પર ભગવાનનું નામ લખેલું છે? જાણો પ્રેમાનંદ મહારાજે કરી સચોટ વાત
નહાયા પછી ભૂલથી પણ ના કરતા આ 5 કામ, નહીં તો ગરીબી આવી જશે
Knowledge : વાઈનના ગ્લાસમાં દાંડી કેમ હોય છે? બહુ ઓછા લોકો જાણે છે આ રહસ્ય
ક્રિકેટની સાથે આ સરકારી પદ પર છે યુઝવેન્દ્ર ચહલ, મળે છે મોટો પગાર !
Winter Tips : શિયાળામાં ઈન્ડોર પ્લાન્ટ Succulentsની આ રીતે રાખો કાળજી
Makhana : શિયાળામાં શેકેલા મખાના કયા સમયે ખાવા જોઈએ, નિષ્ણાતો પાસેથી જાણો

માર્શની વિકેટ ગુમાવ્યાના આગળના બોલ પર જ ગ્લેન મેક્સવેલ ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠો હતો, તે આફ્રિદીના બોલ પર બાબર આઝમના હાથમાં કેચ આપી બેઠો હતો. સ્ટીવ સ્મિથ 9 બોલનો સામનો કરીને 7 રન નોંધાવી પરત ફર્યો હતો. તે ઉસામા મીરનો શિકાર થયો હતો. ત્યાર બાદ માર્કસ સ્ટોઈનીશે ઓપનર વોર્નરને સાથ પૂરાવતી બેટિંગ કરી હતી. જોકે વોર્નર બાદ ઓસ્ટ્રેલિયાની રનની ગતિ ધીમી પડી ગઈ હતી. સ્ટોઈનીશ 21 રન, જોશ ઈંગ્લીશ 13 રન, માર્નશ લાબુશેન 8 રન, અને મિચેલ સ્ટાર્ક 2 રન નોંધાવી પરત ફર્યા હતા.

પાકિસ્તાની બોલરોની ધુલાઈ

શરુઆતથી જ ઓસ્ટ્રેલિયન ઓપનરોએ ધુલાઈ કરવાની શરુઆત કરી હતી. હારિસ રઉફની 4 ઓવરમાં જ 59 રન નોંધાવ્યા હતા. જોકે બાદમાં વિરામ બાદ બાબરે 43મી ઓવરમાં બોલીંગ સોંપતા તેણે ડેવિડ વોર્નરની મહત્વની વિકેટ ઝડપી હતી. 8 ઓવર કરીને 83 રન લુટાવ્યા હતા.ઉસામા મીરે 9 ઓવર કરીને 82 રન ગુમાવ્યા હતા. હસન અલી તેમજ નવાઝે પણ ખૂબ રન લુટાવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">