IND Vs PAK : એટિટ્યુડ એક નંબર પણ પર્ફોમન્સ… પાકિસ્તાની ક્રિકેટરોની મશ્કરી ઊડી, મીમ્સ થયા વાયરલ
પાકિસ્તાનના ખેલાડીઓ પોતાની ઔકાત દેખાડવામાં કઈં જ બાકી રાખતા નથી. રવિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો.

પાકિસ્તાનના ખેલાડીઓ પોતાની ઔકાત દેખાડવામાં કઈં જ બાકી રાખતા નથી. રવિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની ખેલાડીઓ મેચ તો હારી ગયા પરંતુ તેમનો એટિટ્યુડ સાતમા આસમાને હતો. હરિસ રઉફ અને શાહીન આફ્રિદી તો અલગ જ ધૂનમાં જોવા મળ્યા હતા.
એશિયા કપમાં પાકિસ્તાન પર ભારતની સાત વિકેટથી શાનદાર જીત બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનો દોર શરૂ થયો છે. ચાહકોએ ઝડપથી પ્લેટફોર્મ પર રમૂજ કન્ટેન્ટ શેર કર્યા હતા, ભારતના જીતની ઉજવણી કરી અને પાકિસ્તાનની મજાક ઉડાવી.
પાકિસ્તાનની બેટિંગ લાઇન અપ ઉપર રમુજી કોમ્મેંટ્સથી લઈને ભારતીય સ્ટાર્સની પ્રશંસા સુધી, મીમ્સ ઇન્ટરનેટ પર જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે. એક વ્યક્તિએ ટીમની સતત હાર થતા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને ચાહકો માટે કાર્ડિયોલોજિસ્ટ રાખવાની વાત કરી.
વૈશ્વિક ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની ભારત સામેની બીજી હાર બાદ થયેલા દુઃખ પર એક ચાહકે દુઃખ વ્યક્ત કર્યું કે, તેમની ઊંઘ ઉડી ગઈ છે. કેટલાક લોકોએ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાને રાજીનામું આપવા કહ્યું છે.




