Asia Cup 2022: એશિયા કપ માટે ભારતીય ટીમમાં માત્ર ત્રણ જ ઝડપી બોલર છે… આ દાવ ભારે ન પડી જાય

એશિયા કપ 2022 (Asia Cup 2022) માટે ભારતીય ટીમ (Team India) ની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમમાં જ્યાં માત્ર ત્રણ વિશેષજ્ઞ ફાસ્ટ બોલરોને જગ્યા મળી છે. આ સાથે જ ટીમમાં ચાર સ્પિનરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ માત્ર ત્રણ ઝડપી બોલરોને સામેલ કરવાના નિર્ણયથી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Asia Cup 2022: એશિયા કપ માટે ભારતીય ટીમમાં માત્ર ત્રણ જ ઝડપી બોલર છે... આ દાવ ભારે ન પડી જાય
Team India (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 1:35 PM

એશિયા કપ 2022 (Asia Cup 2022) માટે ભારતીય ટીમ (Team India) ની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) જેવા ક્રિકેટરો 15 સભ્યોની ટીમમાં પરત ફર્યા છે. બીજી તરફ ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) અને હર્ષલ પટેલ (Harshal Patel) ઈજાના કારણે સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે. બુમરાહનું બહાર નીકળવું એક મોટો આંચકો છે કારણ કે તે ભારતીય બોલિંગ યુનિટનો જીવ છે.

ટીમમાં માત્ર ત્રણ સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર

ખાસ વાત એ છે કે ત્રણ સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar), અવેશ ખાન (Avesh Khan) અને અર્શદીપ સિંહ (Arshdeep Singh) ને ભારતીય ટીમમાં જગ્યા મળી છે. જે એક આશ્ચર્યજનક નિર્ણય છે. જો આ ત્રણમાંથી કોઈને ઈજા થાય છે તો ભારતીય ટીમની મુશ્કેલી વધી શકે છે. ભુવનેશ્વર કુમાર ઘણો અનુભવી છે પરંતુ અર્શદીપ અને અવેશ ખાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ નથી. અવેશ ખાનને પસંદ કરવાનું આશ્ચર્યજનક હતું. કારણ કે તે હજી વધુ કઇ ખાસ પ્રભાવિત કરી શક્યો નથી. અવશે વિન્ડીઝ સામેની તાજેતરની T20 શ્રેણીમાં 10થી વધુના ઈકોનોમી રેટથી રન આપ્યા હતા.

ટીમ ઈન્ડિયાનો પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરા (Akash Chopra) પણ પસંદગીકારોના માત્ર ત્રણ ઝડપી બોલરોને સામેલ કરવાના નિર્ણયથી આશ્ચર્યચકિત છે. આકાશ ચોપરાએ લખ્યું, ‘ટીમમાં માત્ર ત્રણ ફાસ્ટ બોલર છે. તે મારી એકમાત્ર ચિંતા છે.’

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભારતે દુબઇમાં મેચ રમાવી છે

ભારતે તેની મેચ દુબઈમાં રમવાની છે. જે અગાઉ સ્પિન માટે મદદરૂપ હતી. પરંતુ સમયની સાથે આ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે અને હવે આ વિકેટ ઝડપી બોલરોને પણ અનુકૂળ આવે છે. જો કે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનો હોવાને કારણે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચ સ્પિનરો કરતાં ફાસ્ટ બોલરોને વધુ મદદ કરશે.

ટીમમાં સ્પિન બોલરોની ભરમાર

ભારતીય પસંદગીકારોએ ચાર સ્પિન બોલરો રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સ્થાન આપ્યું છે. આ સાથે દીપક હુડ્ડા સ્પિન બોલિંગમાં પણ નિષ્ણાત છે. ભારતીય પસંદગીકારોએ UAE ની પરંપરાગત સ્પિનિંગ સ્થિતિને ધ્યાનમાં રાખીને ફાસ્ટ બોલરો કરતાં વધુ સ્પિનરો પસંદ કરવાનો નિર્ણય લીધો હશે. પરંતુ ચાર સ્પિન બોલરોને સામેલ કરવાનું આ જોખમ પણ ભારે પડી શકે છે.

ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે

UAE માં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર એશિયા કપ 2022માં 6 ટીમો ભાગ લેવા જઈ રહી છે. શ્રીલંકા, ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. તો છઠ્ઠી અને અંતિમ ટીમ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ પછી નક્કી કરવામાં આવશે. ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ 20 ઓગસ્ટથી શરૂ થશે. ભારત 28 ઓગસ્ટે કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યું છે.

એશિયા કપ માટે ભારતની ટીમઃ

રોહિત શર્મા (સુકાની), કેએલ રાહુલ (ઉપ સુકાની), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">