IPL 2025 : શું 20 કરોડમાં RCB ટીમનો ભાગ બનશે રોહિત શર્મા? ઓક્શન પહેલા સાથી ખેલાડીનું મોટું નિવેદન

IPL 2025 પહેલા મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવી પડશે. જો આ વખતે રોહિત શર્માને રિટેન કરવામાં નહીં આવે તો હરાજીમાં તેના માટે કેટલી મોટી બોલી લાગી શકે છે તે અંગે આર અશ્વિને મોટું નિવેદન આપ્યું છે.

IPL 2025 : શું 20 કરોડમાં RCB ટીમનો ભાગ બનશે રોહિત શર્મા? ઓક્શન પહેલા સાથી ખેલાડીનું મોટું નિવેદન
Rohit SharmaImage Credit source: PTI
Follow Us:
| Updated on: Oct 15, 2024 | 7:23 PM

IPL 2025 પહેલા મેગા ઓક્શન થવા જઈ રહી છે. BCCIએ રિટેન્શનના નિયમો પણ જાહેર કર્યા છે. માનવામાં આવે છે કે આ મહિનાના અંતમાં જે ખેલાડીઓને રિટેન કરવામાં આવશે તેમના નામની જાહેરાત કરવામાં આવશે. દરેક ટીમને વધુમાં વધુ 6 ખેલાડીઓ જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે 5 ટાઈટલ જીતનાર રોહિત શર્મા આગામી સિઝન સુધી આ ટીમ સાથે રહેશે કે નહીં. આ દરમિયાન ભારતના સ્ટાર સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને રોહિત શર્માને લઈ મોટું નિવેદન આપ્યું છે.

રોહિત શર્મા પર અશ્વિનનું મોટું નિવેદન

જો રોહિત શર્માને રિલીઝ કરવામાં આવશે તો તે હરાજીમાં જોવા મળશે. કેટલાક અહેવાલો અનુસાર, જો રોહિત હરાજીમાં આવે છે, તો પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેના માટે મોટી બોલી લગાવી શકે છે. આ બંને ખેલાડીઓ હરાજીમાં નવા કેપ્ટનની શોધમાં છે. આવી સ્થિતિમાં રવિચંદ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.

રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !
પગની એડી ફાટી જાય છે? તો ઘરે બનાવો આ ક્રિમ, તરત મળશે રાહત
Water Reminder : શરીર માટે પાણી અમૃત, આ 9 ટિપ્સ તમને પાણી પીવાની પાડશે આદત
Blood Sugar Patients : શું ડાયાબિટીસમાં રોટલી અને ભાત એક સાથે ખાવા જોઈએ?
જાણો કોણ છે બિગ બોસ 18નો પ્રથમ કેપ્ટન, જુઓ ફોટો
તોફાની સદી ફટકાર્યા બાદ સંજુ સેમસનને મળી કેપ્ટનશીપ

રોહિત માટે 20 કરોડ રૂપિયા રાખવા પડશે

એક ચાહકે અશ્વિનને તેની યુટ્યુબ ચેનલ પર વિરાટ કોહલી અને રોહિત શર્મા એક જ ટીમમાં રમવા વિશે પૂછ્યું હતું. તેના જવાબમાં અશ્વિને કહ્યું કે જો RCB રોહિતને પોતાની ટીમમાં સામેલ કરવા માંગે છે, તો તેમણે 20 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. રવિચંદ્રન અશ્વિને જણાવ્યું કે, ‘જો તમે રોહિત શર્મા માટે જઈ રહ્યા છો તો તમારે 20 કરોડ રૂપિયા રાખવા પડશે. 20 કરોડ ત્યાં ગાયબ થઈ જશે.’

રોહિત પાસે કેપ્ટનશિપનો ઘણો અનુભવ

રોહિત શર્માએ ડેક્કન ચાર્જીસથી તેની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તે 2011માં મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો. ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સે વર્ષ 2013માં રોહિતને કેપ્ટન બનાવ્યો હતો. કેપ્ટન તરીકે તે પહેલી જ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવવામાં સફળ રહ્યો હતો. આ પછી તેણે મુંબઈની ટીમને 2015, 2017, 2019 અને 2020માં IPLની ચેમ્પિયન બનાવી હતી. પરંતુ ગત સિઝનમાં તેને સુકાની પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. મુંબઈની ટીમે રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપી હતી.

કોહલી- રોહિત RCBમાં એકસાથે રમશે !

બીજી તરફ, જો આપણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો ફાફ ડુ પ્લેસિસ છેલ્લી કેટલીક સિઝનથી આ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. પરંતુ તે હવે 40 વર્ષનો થઈ ગયો છે. આવી સ્થિતિમાં RCB ટીમ તેને આગામી સિઝન માટે રિટેન કરશે કે નહીં તે જોવું રહ્યું. જો ફાફ ડુ પ્લેસિસને જાળવી રાખવામાં નહીં આવે તો RCBએ નવા કેપ્ટનની શોધ કરવી પડશે. ટીમમાં વિરાટ કોહલી પણ હાજર છે, પરંતુ તેણે કેપ્ટનશીપ છોડી દીધી છે. હવે તે માત્ર બેટ્સમેન તરીકે રમે છે.

આ પણ વાંચો: શું મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી થશે બહાર ? રોહિત શર્માએ આપ્યો જવાબ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ખેડામાં રોગચાળો વકર્યો, અનેક વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરી
ખેડામાં રોગચાળો વકર્યો, અનેક વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરી
CM ભૂપેન્દ્ર પટેલે નવી ટેક્સટાઈલ પોલીસી કરી લોન્ચ
CM ભૂપેન્દ્ર પટેલે નવી ટેક્સટાઈલ પોલીસી કરી લોન્ચ
Viral Video : ચોરી કરવા માટે અપનાવી અનોખી રીત
Viral Video : ચોરી કરવા માટે અપનાવી અનોખી રીત
વસો પંથકમાં નરાધમે 4 બાળકી અને 1 સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
વસો પંથકમાં નરાધમે 4 બાળકી અને 1 સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
દાહોદ સરહદી બોર્ડર પાસેથી ઝડપાયું 168 કરોડ રુપિયાનું MD ડ્રગ્સ
દાહોદ સરહદી બોર્ડર પાસેથી ઝડપાયું 168 કરોડ રુપિયાનું MD ડ્રગ્સ
સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલ્યુ
સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલ્યુ
કાલાવડ પંથકમાં સતત 3 દિવસથી ભારે વરસાદ ! અનેક ગામોના નદી- નાળા છલકાયા
કાલાવડ પંથકમાં સતત 3 દિવસથી ભારે વરસાદ ! અનેક ગામોના નદી- નાળા છલકાયા
અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO
વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
g clip-path="url(#clip0_868_265)">