AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwin Catch VIDEO, TNPL: ચિત્તાની ઝડપે દોડીને અશ્વિને હવામાં ઝડપ્યો આશ્ચર્યજનક કેચ

TNPL 2023: હાલમાં તામિલનાડુ પ્રીમિયર લીગ ધૂમ મચાવી રહી છે. સ્ટાર ખેલાડીઓ સહિતના ક્રિકેટરો શાનદાર માહોલ જમાવી રહ્યા છે અને ક્રિકેટ ચાહકો પણ ખૂબ રોમાંચ માણી રહ્યા છે.

Ashwin Catch VIDEO, TNPL: ચિત્તાની ઝડપે દોડીને અશ્વિને હવામાં ઝડપ્યો આશ્ચર્યજનક કેચ
Ashwin take catch of the match in TNPL
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 11:17 AM
Share

હાલમાં તામિલનાડુ પ્રીમિયર લીગની ચર્ચા ખૂબ જ મચી છે. લીગમાં ખેલાડીઓ ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે. ખેલાડીઓ શાનદાર શોટ જમાવી રહ્યા છે, તો બોલર્સ પણ વિકેટ ઝડપીને ધમાલ મચાવી રહ્યા છે. ફિલ્ડરો ચપળતા પૂર્વકની ફિલ્ડીંગથી દંગ રાખી રહ્યા છે. આવી જ રીતે રવિવારે શાનદાર કેચ ફિલ્ડર દ્વારા જોવા મળ્યો હતો. જેનો વિડીયો દેશ અને વિદેશમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અશ્વિનના શાનદાર કેચની દુનિયાભરમાં વાહ વાહી થઈ રહી છે.

જોકે આ વાત અશ્વિન એટલે રવિચંદ્રનની નહીં પરંતુ મુરુગનની વાત છે. મુરુગન અશ્વિને શાનદાર કેચ ઝડપ્યો હતો. તે ચિત્તાની ઝડપે ઉંચા હવામાં ઉછળેલા બોલને ઝડપવા માટે દોટ લગાવી ભાગ્યો હતો. એક સમયે એમ લાગી રહ્યુ હતુ કે, આ કેચ નહીં હોય બોલ નો મેન્સ લેન્ડ પર જ પડશે. પરંતુ અશ્વિને આ અશક્ય વાતને શક્ય બનાવી દીધી હતી.

દંગ રાખી દેતો કેચ

TNPL ના જ નહીં પરંતુ ક્રિકેટના શાનદાર કેચ પૈકીની યાદીમાં ગણના થાય એવો આ કેચ છે. અશ્વિને શાનદા ઝડપતા તેનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થવા લાગ્યો છે. TNPL ના કોમેન્ટેટર પણ એક સમયે એમ માની રહ્યા હતા કે, કેચ નહીં થઈ શકે પરંતુ મુરુગન અશ્વિને આ શક્ય બનાવી દીધુ હતુ. મદુરે પેંથર્સ અને ડિંડીગુલ ડ્રેગન્સ વચ્ચે થઈ રહેલી આ ટક્કરમાં આ અશક્ય કેચ ઝડપાયો હતો. ડિંડીગુલ ડ્રેગન્સની બેટિંગ ઈનીંગ ચાલી રહી હતી. એ દરમિયાન ચોથી ઓવરમાં એસ અરુણે મોટો શોટ રમ્યો હતો. ઓવર લઈને ગુરુજપનીત સિંહ આવ્યો હતો. તેને આ ત્રીજી વિકેટ નસીબ થઈ હતી. કારણ કે આ પહેલા તે 2 વિકેટ ઝડપી ચુક્યો હતો.

ચોથી ઓવરના ચોથા બોલ પર ડિંડીગુલના બેટર અરુણે શોટ જમાવ્યો હતો. તેણે શોટ મોટો રમવા માટે પૂરી તાકાત લગાવી હતી અને બોલ ખૂબ જ ઉંચો હવામાં ચડ્યો હતો. પરંતુ બોલ બાઉન્ડરી રેખાની અંદર જ લેન્ડ થયો હતો. એક સમયે તેણે જમાવેલો આ બોલ કોઈ ફિલ્ડર નહીં હોય એવા સ્થળે જ જમીન પર મેદાનમાં પડશે એમ લાગી રહ્યુ હતુ, પરંતુ અશ્વિન ઝડપભેર બોલની નિચે આવી ગયો હતો અને ડાઈવ લગાવીને હવામાં જ બોલને પોતાના હાથમાં ઝડપી લીધો હતો.

બોલને ઝડપવા માટે અશ્વિન જ નહીં પરંતુ બીજા પણ સાથી ફિલ્ડરો પણ બોલ પડવાની દીશામાં દોડી રહ્યા હતા. પરંતુ આ દરેક માટે બોલ સુધી પહોંચવુ અશક્ય હતુ. ખુદ મુરુગન અશ્વિન માટે પણ અશક્ય લાગી રહ્યુ હતુ. કોમેન્ટેટરના મતે પણ બોલ સુધી પહોંચવુ અશક્ય હતુ. પરંતુ અશ્વિનના ઈરાદા અને તેની છલાંગે કેચ સફળ બનાવ્યો હતો.

ડિંડીગુલે જીતી લીધી મેચ

મેચની વાત કરવામાં આવે તો પ્રથમ બેટિંગ મદુરે પેન્થર્સે કરી હતી. જેણે 123 રન નોંધાવ્યા હતા. જવાબમાં ડિંડીગુલ ડ્રેગન્સે 14મી ઓવરમાં જ લક્ષ્યને પાર કરી લઈને મેચ પોતાના નામે કરી લીધી હતી. રવિચંદ્રન અશ્વિનની કેપ્ટનશિપ ધરાવતી ડ્રેગન્સે 7 વિકેટથી મેચમાં વિજય મેળવ્યો હતો.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">