શું જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડની કારકિર્દી પુરી થઇ ગઇ? સુકાની જો રૂટે મહત્વનું નિવેદન આપ્યું

આ મહિનાની શરૂઆતમાં ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. જેમાં સૌથી વધુ વિકેટ લેનાર જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડનો પણ સમાવેશ કરવામાં ન હતો આવ્યો.

શું જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડની કારકિર્દી પુરી થઇ ગઇ? સુકાની જો રૂટે મહત્વનું નિવેદન આપ્યું
James Anderson and Stuart Broad (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 5:54 PM

ઇંગ્લેન્ડના ટેસ્ટ ટીમના સુકાની જો રુટે સ્પષ્ટ કરી દીધું છે કે ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન (James Anderson) અને સ્ટુઅર્ટ બ્રોડ (Stuart Broad) માટે રમતની સફર પુરી નથી થઇ. ઇંગ્લેન્ડ ક્રિકેટ (England Cricket) ટીમ હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં પાંચ મેચની એશિઝ ટેસ્ટ સીરિઝમાં 0-4 થી હારી ગઇ હતી. જેને પગલે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે ઇંગ્લેન્ડની ટીમમાં પરિવર્તન કરવામાં આવી રહ્યો છે.

આ મહિનામાં શરૂઆતમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતમાં સૌથી વધુ વિકેટ લેનાર જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડનું નામ જોડવામાં ન હતું આવ્યું. સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસનને બાદ કરતા ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનાર ટીમના ડોમ બેસ, સેમ બિલિંગ્સ, રોરી બર્ન્સ, જોસ બટલર, હસીબ હમીદ અને ડેવિડ મલાનને પણ બહારનો રસ્તો બતાવી દીધો છે.

ટીમમાંથી બહાર કરી દેવામાં આવતા બ્રોડ અને એન્ડરસન નારાજ

જો રૂટે સ્વિકાર કર્યો કે ટીમમાંથી બહાર કરવામાં આવતા સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસન નારાજ થઇ ગયા છે. જો રૂટે આઈસીસી સાથે વાત કરતા કહ્યું કે, “મે એન્ડરસન અને બ્રોડ સાથે વાત કરી. તે બંને ખેલાડીઓ ટીમમાં પસંદગી ન પામતા નારાજ છે. જોકે આ ઘટના બાદ એવું જરા પણ નથી કે આ તે બંને ખેલાડીઓની ક્રિકેટ કારકિર્દીનો અંત છે. ગર્મીની સિઝનમાં સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસનને ટીમ તરફથી રમતો જોવા માટે ચાહકો ઘણા આતુર હતા.”

આજનું રાશિફળ તારીખ : 20-07-2024
અંજીર તમારા શરીરમાં ફાયદાને બદલે કરશે નુકસાન, આ લોકો ભૂલથી પણ ન ખાતા
150 રૂપિયા રોજ બચાવી બનાવી શકશો 2 કરોડ રૂપિયા... SIP નો આ કરોડપતિ ફોર્મ્યુલા છે અદ્ભુત
મખાના ખાવાથી કયો રોગ મટે છે?
આ દેશમાં ભારતના 10 રૂપિયા થઈ જાય છે લગભગ 2 હજાર રૂપિયા
સૂતા પહેલા જીરાનું પાણી પીવાના 5 ફાયદા

જેમ્સ એન્ડરસને એવા સંકેત આપ્યા છે કે તે કાઉન્ટી ક્રિકેટમાં લંકાશાયર માટે મજબુત પ્રદર્શન કરીને ટીમમાં પોતાની જગ્યા જલ્દી મેળવી લેશે અને આ વર્ષે ન્યુઝીલેન્ડ અને ભારત સામેની સીરિઝ દરમ્યાન તે ટીમમાં પરત ફરશે. જો રૂટે વધુમાં કહ્યું કે, “વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે પસંદ કરવામાં આવેલ ખેલાડીઓ માટે ભવિષ્ય માટે ટીમમાં જગ્યા બનાવવા માટેની આ સુંદર તક છે. જે ખેલાડીઓ આ વિન્ડીઝ સામેની સીરિઝમાં ટીમ સાથે પ્રવાસ કરી રહ્યા છે તેમણે અલગ ભુમીકા માટે ડગલુ માંડવા અને ટીમ ઇંગ્લેન્ડને આગળ લઇ જવા માટે એક સુંદર તક મળી છે.”

બોલર માર્ક વુડ, ઓલી રોબિન્સન અને ક્રિસ વોક્સ જો રૂટ પાસે વેસ્ટ ઇન્ડિઝ માટે વિકલ્પ છે. જ્યારે ફાસ્ટ બોલર સાકિબ મહમુદ અને યોર્કશાયરના અનકેપ્ડ ફાસ્ટ બોલર મેથ્યુ ફિશર પણ સીરિઝ દરમ્યાન ટીમ સાથે જોડાઇ શકે છે. ઇંગ્લેન્ડ  સમયે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઇન્ટ ટેબલમાં નવમાં સ્થાને છે અને વેસ્ટ ઇન્ડિઝ તેનાથી માત્ર એક સ્થાન આગળ છે.

આ પણ વાંચો : રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી સામે બોલીને મુશ્કેલીમાં મુકાયો રિદ્ધિમાન સાહા, BCCI પુછપરછ કરશે

આ પણ વાંચો : IPL 2022: 5 ટીમો વચ્ચે બે ગ્રુપ બનાવવામાં આવ્યા, દરેક ટીમ 14 લીગ મેચ રમશે, જાણો સમગ્ર માહિતી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">