ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ શુક્રવારે જાહેરાત કરી છે કે આઈપીએલ 2022 (IPL 2022) માં હવે 10 ટીમો રમશે અને આ 10 ટીમો વચ્ચે કુલ 74 મેચ રમાશે. જેમાં 10 ટીમો 14 લીગ મેચ રમશે. જેમાં દરેક ટીમ પાંચ ટીમો સામે બે મેચ રમશે અને ચાર ટીમો સામે 1-1 મેચ રમશે. આઈપીએલ 2022 માં કુલ 10 ટીમોને બે ગ્રુપમાં વહેચી નાખવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રોયલ્સસ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સને ગ્રુપ A માં રાખવામાં આવ્યા છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સને ગ્રુપ B માં રાખવામાં આવ્યા છે.
The 10 IPL teams is divided into 2 groups with a total of 70 league matches & 4 knockout matches in IPL 2022.
આ પહેલા 8 ટીમોને ટુર્નામેન્ટમાં ગ્રુપ વગર ડબલ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાડવામાં આવતી હતી. જેમાં દરેક ટીમ અન્ય ટીમો સામે 2-2 મેચ રમી હતી. પણ આ સિઝનમાં 2 નવી ટીમોનો સમાવેશ થવાના કારણે આ બદલાવ થયો છે. બંને ગ્રુપને સીડિંગ સિસ્ટમના આધાર પર બનાવવામાં આવ્યા છે. જેમાં ટીમોને એ આધાર પર રાખવામાં આવી છે કે તે કેટલીવાર ચેમ્પિયન બની છે અને કેટલીવાર ફાઇનલ રમી છે.
ઉદાહરણ તરીકે કોલકાતા નાઇટ રાઇડર્સ પોતાના ગ્રુપમાં મુંબઈ, રાજસ્થાન, દિલ્હી અને લખનૌ સામે 2-2 મેચ રમશે. તો બીજા ગ્રુપમાં સમાન પંક્તિવાળી ટીમ હૈદરાબાદ સામે 2 મેચ રમશે. તો ચેન્નઈ, બેંગ્લોર, પંજાબ અને ગુજરાત સામે 1-1 મેચ રમશે.