IPLમાં ચેમ્પિયન બન્યા બાદ KKRની પાર્ટીમાં અનન્યા પાંડેએ આન્દ્રે રસેલ સાથે ડાન્સ કર્યો, જુઓ Video
બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે કેકેઆરના માલિક શાહરુખ ખાનની દિકરી સુહાના ખાનની બેસ્ટ ફ્રેન્ડ છે. અનન્યા આઈપીએલ 2024 દરમિયાન કેકેઆરની દરેક મેચમાં ટીમને સપોર્ટ કરતી જોવા મળી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હાર આપી આઈપીએલમાં ત્રીજી વખત ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે. કેકેઆરની ટીમ 10 વર્ષ બાદ આઈપીએલ ટ્રોફી જીતી છે. આ જીત બાદ કેકેઆરની ટીમે પાર્ટી કરી હતી.
આ પાર્ટીમાં ખેલાડીઓ સિવાય બોલિવુડ સ્ટાર ડાન્સ કરી રહ્યા છે. જીત બાદ શાહરુખ ખાનથી લઈ અનન્યા પાંડે અને જુહી ચાવલા સુધી તમામ લોકો જશ્નમાં જોવા મળ્યા હતા.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ વચ્ચે કેકેઆરના સ્ટાર ઓલરાઉન્ડર આંદ્ર રસેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ જીતનો જશ્ન જોવા મળી રહ્યો છે. વીડિયોમાં રસેલ બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેની સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. રસેલ અને અનન્યા બંન્ને શાહરુખ ખાનની ફિલ્મ ડંકીનું ગીત લુટ પુટ ગયા પર ડાન્સ કરી રહ્યા છે. રસેલના ટીમ સાથી રમનદીપ સિંહ અને કેકેઆરના મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિત આ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયો ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, રસેલ બોલિવુડ ડેબ્યુ કરી ચુક્યો છે. તેમણે એક ગીત લડકી તુ કમાલ કી આઈપીએલ દરમિયાન રિલીઝ થયું હતુ.
Andre Russell enjoying “Lutt Putt Gaya” Song during the IPL winning Party. pic.twitter.com/Q8sg53FuFi
— Johns. (@CricCrazyJohns) May 27, 2024
અભિનેતા ચંકી પાંડેની દિકરી છે અનન્યા પાંડે
કોલકાતાને ત્રીજી વખત ચેમ્પિયન બનવામાં રસેલનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેમણે આ સીઝનમાં 15 મેચમાં 222 રન બનાવ્યા અને 19 વિકેટ લીધી છે.તમને જણાવી દઈએ કે, અનન્યા પાંડે બોલિવુડના ફેમસ અભિનેતા ચંકી પાંડેની દિકરી છે. તે કેકેઆરની ટીમને આઈપીએલમાં સપોર્ટ કરતી જોવા મળે છે.
બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે કેકેઆરના માલિક શાહરુખ ખાનની દિકરી સુહાના ખાનની બેસ્ટ ફ્રેન્ડ છે. કેકેઆરનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રમનદીપ, વરુણ ચક્રવર્તી અને કોચ અભિષેક નાયર દેસી બોયઝના ગીત પર ડાન્સ કરી રહ્યા છે.
આ પણ વાંચો : અંબાણી પરિવારની એકની એક દિકરીએ અમેરિકામાં અભ્યાસ કર્યો, નાની ઉંમરમાં જ બની હતી અબજોપતિ