Ravindra Jadejaએ ઇન્સ્ટાગ્રામ પર DP બદલ્યું, પત્ની નહિ પરંતુ આ ખાસ વ્યક્તિનો રાખ્યો ફોટો
IPL 2023 Final : રવિન્દ્ર જાડેજાએ એવા સમયે જીત અપાવી હતી, જ્યારે સૌ કોઈના દિલની ધડકન વધી ગઈ હતી. જીત બાદ રવિન્દ્ર જાડેજાને મેદાનમાં ધોનીએ ઉંચકી લીધો હતો,
રવિન્દ્ર જાડેજાએ IPL 2023 ની ફાઇનલમાં CSK માટે તેના પ્રદર્શનથી ઘણા લોકોના દિલ જીતી લીધા, જ્યાં તેણે છેલ્લા બે બોલમાં એક સિક્સ અને એક ફોર ફટકારીને તેની ટીમને ટાઇટલ સુધી પહોંચાડ્યું. મેચ પછી તેના હાવભાવને ચાહકો દ્વારા પણ જોવામાં આવ્યો અને પ્રશંસા કરવામાં આવી. ફાઈનલમાં બાદ એમએસ ધોનીએ જાડેજા (Ravindra Jadeja)ને ઊંચક્યો હતો. આ ફોટોને બાપુએ ઈન્સ્ટાગ્રામ પર તેના પ્રોફાઈલ પિક્ચર તરીકે મૂક્યો છે.
જાડેજાએ ઇન્સ્ટાગ્રામનો ડીપી બદલ્યું
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના સુકાની એમએસ ધોની અને સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વચ્ચે સંભવિત અણબનાવ અંગે સોશિયલ મીડિયા પર જે અફવાઓ ફેલાઈ રહી હતી તે બધા ભૂલી ગયા છે. જાડેજા CSK માટે ફાઈલ મેચમાં સ્ટાર બન્યો હતો જ્યારે છેલ્લી ઓવરમાં તેના પરાક્રમે ચેન્નાઈને પાંચમી જીત અપાવી. ગુજરાત ટાઇટન્સ સામેની જીત બાદ જાડેજાએ ઇન્સ્ટાગ્રામનો ડીપી બદલ્યું છે.
Jadeja’s insta DP . i think for him this is the greatest moment of his life pic.twitter.com/SrdkNhDCYr
— Enigma (@arka__sai) May 30, 2023
ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વાર ટ્રોફી જીતી
IPL 2023 Final માં ધોનીની ટીમે બાજી મારી લીધી હતી. એક સમયે અંતિમ નહીં પરંતુ અંતિમ બંને બોલ પર શ્વાસ રોકાયેલા હતા અને જાડેજાએ જે કામ કર્યુ હતુ એ ચેન્નાઈ માટે યાદગાર હતુ. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની આગેવાની કરતા પાંચમી વાર ટ્રોફી જીતી છે. ચેન્નાઈ હવે મુંબઈની બરાબરી છે, જે બે ટીમ આઈપીએલની ટ્રોફી પાંચ-પાંચ વાર જીતી શક્યા છે. પાંચમી વારની ટ્રોફી ચેન્નાઈના હાથમાં અપાવવામાં અંતિમ બે બોલમાં 10 રન રવિન્દ્ર જાડેજાએ ફટકારીને અપાવ્યા હતા. જીત માટે ચોગ્ગો ફટકારી પરત ફરતા જાડેજાને ધોનીએ પોતાના હાથોથી ઉંચકી લીધો હતો.
View this post on Instagram
જાડેજાએ કહ્યુ-ધોની માટે કર્યુ
અંતિમ ઓવરના અંતિમ બે બોલ પર પહેલા છગ્ગો અને બાદમાં ચોગ્ગો ફટકારીને કર્યુ હતુ એ જબરદસ્ત હતુ. જીત બાદ જાડેજાએ કહ્યુ હતુ કે, તેણે મેદાન પર જે પણ કર્યું તે ખૂબ જ ખાસ વ્યક્તિ માટે હતું. અને, તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ એમએસ ધોની છે. તેણે CSK ની જીતની સ્ક્રિપ્ટ ધોની માટે જ લખી હતી.