AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravindra Jadeja, IPL 2023: રવિન્દ્ર જાડેજાના વિજયી ચોગ્ગા બાદ રિવાબા રોઈ પડ્યા, પછી પતિના ચરણ સ્પર્શ કર્યા, ઈમોશનલ Video

Ravindra Jadeja-Rivaba Jadeja, IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સે અમદાવાદમાં ગુજરાત સામે ફાઈનલમાં જીત મેળવીને પાંચમી વાર ટાઈટલ જીત્યુ છે. રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા જાડેજા વિજયી પળે ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા.

Ravindra Jadeja, IPL 2023: રવિન્દ્ર જાડેજાના વિજયી ચોગ્ગા બાદ રિવાબા રોઈ પડ્યા, પછી પતિના ચરણ સ્પર્શ કર્યા, ઈમોશનલ Video
Ravindra Jadeja wife Rivaba Jadeja touch husband feet Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 8:52 PM
Share

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL Final માં જીત મેળવીને પાંચમી વાર આઈપીએલ ચેમ્પિયન બન્યુ છે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ સાથે ચેન્નાઈએ બરાબરી કરી લીધી છે. મુંબઈ અને ચેન્નાઈ બંને ટીમ પાંચ-પાંચ વાર આઈપીએલ ચેમ્પિયન બન્યા છે. પાંચમુ ટાઈટલ મેળવવા માટે અંતિમ બોલની લડાઈ રવિન્દ્ર જાડેજાએ લડી હતી. તેના વિજયી ચોગ્ગાએ ચેન્નાઈને ચેમ્પિયન બનાવી દીધુ હતુ. અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામે ચેન્નાઈ ચેમ્પિયન બન્યુ હતુ. જાડેજાના વિજયી ચોગ્ગા સાથે જ તેમના પત્નિ રિવાબા જાડેજાના આંખમાંથી હર્ષના આંસૂઓ સરી પડ્યા હતા.

રવિન્દ્ર જાડેજાએ ચેન્નાઈની બેટિંગ ઈનીંગના અંતિમ બે બોલ પર 10 રનની જરુર હતી. જાડેજા સ્ટ્રાઈક પર હતો અને તેણે પહેલા છગ્ગો ફટકરતા અંતિમ બોલ પર જીત માટે 4 રનની જરુર હતી. જાડેજાએ અંતિમ બોલ પર વિજયી ચોગ્ગો ફટકારી દીધો હતો અને આમ ગુજરાત સામે અમદાવાદમાં જાડેજાએ ચેન્નાઈને ચેમ્પિયન બનાવ્યુ હતુ.

પહેલા આંસૂ નિકળ્યા, મેદાનમાં ચરણસ્પર્શ

ચેન્નાઈને ટ્રોફી જીતાડતી બેટિંગ કર્યા બાદ રિવાબા પતિની વિજયી લડાઈની પળને જોઈ આંખમાંથી આંસૂ સરી પડ્યા હતા. રિવાબાના આંસૂ હર્ષના હતા. જે પળ માટે દુનિયાભરની નજર જાડેજા પર હતી અને એ કામ પાર પાડવામાં પતિ રવિન્દ્રસિંહ સફળ રહ્યો હતો. આંખમાં આંસૂ બાદ રિવાબા જાડેજા પોતાના પતિને શુભેચ્છા આપવા માટે મેદાનમાં પહોંચ્યા હતા. જ્યાં રિવાબા પતિ રવિન્દ્ર જાડેજાને મેદાનમાં જ પગે પડીને ચરણસ્પર્શ કર્યા હતા. જાડેજાને પગે લાગ્યા બાદ રિવાબા ગળે ભેટી પડ્યા હતા. રિવાબા એકદમ ઈમોશનલ જોવા મળ્યા હતા અને તેમનો આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થવા લાગ્યો છે.

રિવાબા અનેક વાર આઈપીએલ સિઝન દરમિયાન ક્રિકેટના સ્ટેડિયમમાં ચેન્નાઈને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. ફાઈનલમા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રિવાબા અંતિમ ઓવર દરમિયાન અન્ય ફેન્સની જેમ જ ચિંતામાં નજર આવતા હતા. જાડેજાએ ચિંતાની આ પળ વચ્ચે જ ચોગ્ગો ફટકારીને માહોલ ખુશીઓમાં ફેરવી દીધો હતો.

જાડેજાની વિકેટ પર અગાઉ જશ્ન થતો!

ચેન્નાઈને ચેમ્પિયન બનાવનાર આ એ જ રવિન્દ્ર જાડેજા છે, જેની વિકેટ પર સિઝનમાં અગાઉ કેટલાક લોકો જશ્ન મનાવતા હતા. ધોનીને મેદાનમાં બેટિંગ કરતો જોવા માટે થઈને કેટલાક ક્રિકેટ ચાહકો જાડેજાની વિકેટ પડવાની રાહ જોતા હતા. આ વાત જાડેજાએ ખુદ ઈશારા ઈશારામાં બતાવી હતી. આ તેનુ દર્દ હતુ. પરંતુ ગોલ્ડન ડક ધોની બાદ જાડેજાએ અમદાવાદમાં ચેન્નાઈ માટે અંતિમ બોલ પર કમાલ કરી દીધો હતો.

આ પણ વાંચોઃ IPL 2023 Final CSK vs GT: ચેમ્પિયન બન્યા બાદ CSK ફેમિલીની ટ્રોફી સાથે તસ્વીર, ખેલાડીઓ જ નહીં તેમની પત્નિના ચહેરા પણ ખુશખુશાલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">