ODI વર્લ્ડ કપ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં લાગી આગ, ડ્રેસિંગ રૂમની વસ્તુઓ બળીને ખાખ
કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 9 ઓગસ્ટની રાત્રે આગ લાગી હતી. અચાનક આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ડ્રેસિંગ રૂમમાં પડેલો સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો.
ODI વર્લ્ડ કપ 2023ને લઈને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળની તૈયારીઓને ઈડન ગાર્ડન્સ (Eden Gardens)માં આગ લાગવાથી આંચકો લાગ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 9 ઓગસ્ટની રાત્રે સ્ટેડિયમમાં જ્યારે રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે આગ (Fire) લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આગની જ્વાળાઓ એટલી જોરદાર હતી કે તેના કારણે ડ્રેસિંગ રૂમમાં પડેલો સામાન બળી ગયો હતો.
વર્લ્ડ કપની તૈયારીઓમાં અડચણ
ODI વર્લ્ડ કપ 2023ને લઈને કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં દિવસ-રાત કામ ચાલી રહ્યું છે. ક્રિકેટના મહાકુંભ માટે સ્ટેડિયમને નવો લુક આપવાના પ્રયાસો ચાલુ છે. આવી સ્થિતિમાં આ દરમિયાન આગ લાગવી એ કામમાં અડચણ ઉભી કરવા સમાન છે.
Fire breaks out at Eden Gardens dressing room on Wednesday night when the renovation work was going on before World Cup 2023.
The workers immediately informed the fire dept and two fire tenders were rushed to douze the fire .
( Video last night ) pic.twitter.com/lYSH7VxoXe
— Syeda Shabana (@ShabanaANI2) August 10, 2023
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
જો કે આગમાં જાન-માલનું બહુ નુકસાન થયું ન હતું, પરંતુ ડ્રેસિંગ રૂમમાં પડેલી વસ્તુઓ જ બળીને ખાખ થઈ ગઈ હતી. પરંતુ, આ અચાનક આગ લાગવાનું કારણ તપાસવામાં આવશે. જો કે, એવું માનવામાં આવે છે કે આગનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે ODI વર્લ્ડ કપ 2023ની કુલ 5 મેચ કોલકાતામાં રમાવાની છે, જેમાં એક સેમી ફાઈનલ મેચ પણ છે.
ફાયરની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્ટેડિયમમાં આગ રાત્રે 12 થી 12ની વચ્ચે લાગી હતી. આગ લાગતાની સાથે જ ફાયરની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારબાદ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે આ દરમિયાન ડ્રેસિંગમાં વેરવિખેર વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. આગ લાગવાના સમયે પણ સ્ટેડિયમમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું.
આ પણ વાંચોઃ IND vs PAK: વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કરમાં કોણ જીતશે? જાણો બાગેશ્વર બાબાનો જવાબ
રિનોવેશન પૂર્ણ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર
કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 28 ઓક્ટોબરે વર્લ્ડ કપની તેની પ્રથમ મેચ રમાશે. જ્યારે આ ગ્રાઉન્ડ પર રિનોવેશનની કામગીરી પૂર્ણ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર રાખવામાં આવી છે. ICC અધિકારીઓએ પણ સ્ટેડિયમની તૈયારીઓ પર સતત નજર રાખી છે. આવતા મહિને તે ફરી કોલકાતા આવશે તેવા અહેવાલ છે. આવી સ્થિતિમાં, સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમના ભાગમાં અચાનક આગ લાગવાથી બંગાળના ક્રિકેટ એસોસિએશનની મુશ્કેલીમાં વધારો થયો છે.