વનડે ક્રિકેટ વિશ્વ કપ 2023ના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 9 મેચના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાનની મેચ 14 ઓક્ટોબરના રોજ રમાશે. અગાઉ આ મેચ 15 ઓક્ટોબરના રોજ રમાવાની હતી. આ મેચ સિવાય અન્ય 8 મેચના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
વનડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (ICC Cricket World Cup 2023) જેનુ આયોજન ભારતમાં થવાનુ છે તેના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કુલ 9 મેચમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારત-પાકિસ્તાનની (India vs Pakistan) મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સિવાય અન્ય 8 મેચના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. વનડે વિશ્વ કપનું આયોજન ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે થવાનું છે.
વનડે વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. અગાઉ આ મેચ 15 ઓક્ટોબરના રોજ યોજાવાની હતી પણ હવે તે મેચના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 2 વાગ્યે શરૂ થશે. વિશ્વ કપની તમામ ડે-નાઇટ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. જ્યારે તમામ ડે-મેચ સવારે 10.30 વાગ્યે શરૂ થશે.
ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની દિલ્હીમાં આયોજિત મેચ હવે 14 ઓક્ટોબરની જગ્યાએ 15 ઓક્ટોબરના રોજ રમાશે. પાકિસ્તાનની શ્રીલંકા સામેની લખનૌમાં આયોજિત મેચ 12 ઓક્ટોબરના સ્થાને 10 ઓક્ટોબરના રોજ રમાશે. ઓસ્ટ્રેલિયાની દક્ષિણ આફ્રિકા સામેની મેચ 12 ઓક્ટોબરના રોજ રમાશે, જે અગાઉ 13 ઓક્ટોબરના રોજ રમાવાની હતી. ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ જે અગાઉ 14 ઓક્ટોબરના રોજ રમાવાની હતી તે હવે 13 ઓક્ટોબરે રમાશે.
ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશની મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે હવે ડે-મેચ તરીકે રમાશે. 12 નવેમ્બરના રોજની ડબલ હેડર મેચના કાર્યક્રમમાં પણ ફેરફાર થયો છે. ઓસ્ટ્રેલિયા-બાંગ્લાદેશ વચ્ચેની મેચ અને ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 12 નવેમ્બરની જગ્યાએ 11 નવેમ્બરના રોજ રમાશે. ભારત અને નેધરલેન્ડ વચ્ચેની મેચ હવે 11 નવેમ્બરની જગ્યાએ 12 નવેમ્બરના રોજ બેંગ્લુરૂમાં રમાશે. આ મેચ ડે-નાઇટ મેચ હશે.
ભારતીય ટીમનું વિશ્વ કપ કાર્યક્રમ
ભારત વિ. ઓસ્ટ્રેલિયા, 8 ઓક્ટોબર, ચૈન્નઇ
ભારત વિ. અફઘાનિસ્તાન, 11 ઓક્ટોબર, દિલ્હી
ભારત વિ. પાકિસ્તાન, 14 ઓક્ટોબર, અમદાવાદ
ભારત વિ. બાંગ્લાદેશ, 19 ઓક્ટોબર, પુણે
ભારત વિ. ન્યૂઝીલેન્ડ, 22 ઓક્ટોબર, ધર્મશાળા
ભારત વિ. ઇંગ્લેન્ડ, 29 ઓક્ટોબર, લખનૌ
ભારત વિ. શ્રીલંકા, 2 નવેમ્બર, મુંબઇ
ભારત વિ. દક્ષિણ આફ્રિકા, 5 નવેમ્બર, કોલકત્તા
ભારત વિ. નેધરલેન્ડ, 12 નવેમ્બર, બેંગ્લુરૂ
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો