AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ હોટલમાં એવું શું કર્યું કે ચાહકો થયા નિરાશ

ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20માં ઓસ્ટ્રેલિયાને 2 વિકેટે હરાવ્યું હતું. વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે 209 રનનો લક્ષ્યાંક એક બોલ બાકી રહેતા હાંસલ કર્યો હતો. જો કે ટીમ ઈન્ડિયાની આ જીત બાદ ખેલાડીઓએ જે કર્યું તેનાથી ફેન્સ ખૂબ જ નારાજ છે. ચાલો તમને જણાવીએ કે પ્રથમ T20 મેચ પછી શું થયું?

ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ હોટલમાં એવું શું કર્યું કે ચાહકો થયા નિરાશ
team india
| Updated on: Nov 24, 2023 | 1:24 PM
Share

વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં હાર્યા બાદ ટીમ ઈન્ડિયા ફરી એકવાર મેદાનમાં આવી ગઈ છે. આ વખતે પણ ઓસ્ટ્રેલિયા સામે હતું. પ્રસંગ હતો T20 શ્રેણીની પ્રથમ મેચનો અને ટીમ ઈન્ડિયાએ 2 વિકેટે જીત મેળવી હતી. જો કે, ટીમ ઈન્ડિયાની જીત બાદ કંઈક એવું થયું જેનાથી ફેન્સ ગુસ્સે થઈ ગયા.

જીત બાદ ટીમ ઈન્ડિયાએ હોટલમાં કેક કાપી

લોકો BCCIને ટ્રોલ કરી રહ્યા છે અને તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. ખરેખર, વિશાખાપટ્ટનમમાં જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ હોટલમાં કેક કાપી હતી. ટીમ ઈન્ડિયાની આ કેક પાર્ટીએ કેટલાક ચાહકોને નારાજ કર્યા હતા.

ટીમ ઈન્ડિયાથી કેમ નારાજ છે ચાહકો?

રિંકુ સિંહ અને મુકેશ કુમારે મેચ બાદ કેક કટિંગ કરી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકોએ BCCIને સલાહ આપી છે કે વર્લ્ડ કપની હાર બાદ આવી T20 મેચ જીતીને કેક કાપવામાં આવી રહી છે પણ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર કેમ પોસ્ટ કરવામાં આવી રહ્યો છે. ફેન્સના મનમાં હજી વર્લ્ડ કપ ફાઈનલની હાર તાજા છે એવામાં ફેન્સ વર્લ્ડ કપ ન જીતવાથી નિરાશ છે અને એક મેચની જીતને વર્લ્ડ કપ ફાઈનલની હાર સાથે સરખાવી રહ્યા છે.

ભારતે પ્રથમ T20 મેચ જીતી

પ્રથમ T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 208 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જોશ ઈંગ્લિશે શાનદાર સદી ફટકારી અને 50 બોલમાં 110 રન બનાવ્યા. સ્ટીવ સ્મિથે પણ 52 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ આ ટાર્ગેટ મેચની અંતિમ બોલ પર હાંસલ કર્યો હતો. ભારતના ઈશાન કિશને 39 બોલમાં 58 રનની ઈનિંગ રમી હતી જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 42 બોલમાં 80 રન ફટકાર્યા અને પ્લેયર ઓફ ઘ મેચ બન્યો હતો.

રિંકુ સિંહે ફિનિશરની ભૂમિકા ભજવી

અંતે મેચ ટાઈ રહી હતી પરંતુ રિંકુ સિંહે મેચ ફિનિશર તરીકે જબરદસ્ત ભૂમિકા ભજવી હતી. આ ડાબા હાથના બેટ્સમેને 14 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા. રિંકુ સિંહે પણ છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી પરંતુ તે તેના સ્કોરમાં ગણાઈ ન હતી કારણ કે તે બોલ નો બોલ હતો અને તે નો બોલના કારણે ટીમ ઈન્ડિયા જીતી ગઈ હતી.

આ પણ વાંચો : વર્લ્ડ કપ બાદ લગ્ન સિઝન શરૂ, આ ભારતીય ક્રિકેટરની પડી વિકેટ, પ્રેમિકા સાથે કર્યા લગ્ન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">