AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs AFG: પાકિસ્તાનની શરમજનક સ્થિતી, અફઘાનિસ્તાને શ્રેણી કબ્જે કરી, આજે ક્લીન સ્વિપ કરી ઈતિહાસ રચવાનો મોકો

શારજાહમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની ટી20 સિરીઝ રમાઈ રહી છે. આ દરમિયાન શરુઆતની બંને મેચ પાકિસ્તાને હરાવીને અફઘાનિસ્તાને જીતી લીધી છે. આમ સિરીઝમાં 2-0 થી લીડ મેળવી લીધી છે.

PAK vs AFG: પાકિસ્તાનની શરમજનક સ્થિતી, અફઘાનિસ્તાને શ્રેણી કબ્જે કરી, આજે ક્લીન સ્વિપ કરી ઈતિહાસ રચવાનો મોકો
Afghanistan wins by 7 wickets
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 9:50 AM
Share

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝ શારજાહમાં રમાઈ રહી છે. 24 માર્ચથી શરુ થયેલી આ શ્રેણીની બીજી મેચ રવિવારે રમાઈ હતી. બીજી મેચમાં પાકિસ્તાનના સુકાની શાદાબ ખાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પરંતુ પ્રથમ મેચની માફક બીજી T20 મેચમાં પાકિસ્તાની ખેલાડીઓ કશુ ઉકાળી શક્યા નહોતા. 6 વિકેટના નુક્શાન પર નિર્ધારીત 20 ઓવરમાં 130 રનનો સ્કોર નોંધાવી શક્યા હતા. જેમાં સૌથી વધુ ઈમાદ વસીમે અડધી સદી વડે નોંધાવ્યા હતા. જ્યારે શફીક ગોલ્ડન ડક અે ઓપનર સઈમ અયૂબ સિલ્વર ડક સાથે પરત ફર્યો હતો.

અફઘાનિસ્તાને સરળતાથી 133 રનનુ લક્ષ્ય અંતિમ ઓવરમાં પાર કરી લઈને જીત મેળવી હતી. આ સાથે જ સતત બીજી ટી20 મેચ જીતીને હવે અફઘાનિસ્તાને પાકિસ્તાન સામેની દ્વી-પક્ષીય સિરીઝ પોતાને નામ કરી લીધી છે. સિરીઝની અંતિમ ટી20 મેચ સોમવારે રમાનારી છે. આમ હવે પાકિસ્તાને ક્લીન સ્વીપ કરીને ઈતિહાસ રચવાનો તક છે.

પાકિસ્તાની બેટિંગ ફ્લોપ, અફઘાને મારી બાજી

પ્રથમ મેચમાં 92 રને સમેટાઈ જનારી પાકિસ્તાનનની ટીમ રવિવારે પણ આસાન લક્ષ્ય આપીને અટકી ગઈ હતી. ઈમાદ વસીમે 64 રનની ઈનીંગ રમી હતી. તેણે 57 બોલનો સામનો કરીને પાકિસ્તાનના સ્કોર બોર્ડને મોટુ કર્યુ હતુ. જ્યારે સુકાની શાદાબ ખાને 32 રન નોંધાવ્યા હતા.

જવાબમાં અફઘાનિસ્તાનના ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝે 44 રનનુ યોગદાન આપ્યુ હતુ. તેણે 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ ઈબ્રાહિમ ઝદરાને 38 રન નોંધાવ્યા હતા. નજીબુલ્લાહ ઝદરાને 23 રન અને મોહમ્મદ નબીએ 14 રન નોંધાવીને ટીમને જીત માટેનુ બાકીનુ કામ પુરુ કર્યુ હતુ. બંને અંત સુધી ક્રિઝ પર રહ્યા હતા.

શ્રેણીમાં દરેક મેચ ઈતિહાસ રચનારી

પ્રથમ મેચ જીતીને પાકિસ્તાન સામે જીત મેળવ્યાની અફઘાનિસ્તાન માટે પ્રથમવાર ખુશીઓનો અહેસાસ હતો. અફઘાનિસ્તાનના ખેલાડીઓએ ઝનૂન પૂર્વક જીતનો ઈરાદો પાર પાડ્યો હતો. પ્રથમ ટી20 મેચમાં 6 વિકેટે અફઘાનિસ્તાને જીત મેળવી હતી. ઇતિહાસમાં આ પ્રથમવાર પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનને જીત મળી હતી. બીજી મેચમાં હરાવીને અફઘાનિસ્તાને સિરીઝ કબ્જે કરી લીધી છે. આમ બીજી મેચમાં ઈતિહાસ રચના શ્રેણી કબ્જે કરી લીધી છે. હવે અતિમ ટી20 મેચ સોમવારે રમાનારી છે. આ મેચમાં અફધાનિસ્તાન જીત મેળવીને 3-0 થી ક્લીન સ્વિીપ કરવાનો ઈરાદો રાખશે. આમ કરતા જ સોમવારે પણ ઈતિહાસ રચાઈ શકે છે. સોમવારની હાર પાકિસ્તાન માટે સૌથી મોટી શરમજનક સ્થિતી હશે.

g clip-path="url(#clip0_868_265)">