AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આને કહેવાય ક્રિકેટ, અફઘાનિસ્તાનની જીતને પગલે, ભારતના ગ્રુપના સમીકરણો બદલાયા, સેમી ફાઈનલમાં પ્રવેશવા ચારેય ટીમ માટે તક

T20 વર્લ્ડ કપમાં આજે સવારે રમાયેલ સુપર 8ની લીગ મેચમાં, અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. અફઘાનિસ્તાનની જીતને પગલે સુપર 8માં ગ્રુપ-1નું સમીકરણ બદલાઈ જવાની સાથે ખૂબ જ રસપ્રદ બની ગયું છે. આ ગ્રુપ-1ની ચારેય ટીમ માટે હજુ પણ સેમીફાઈનલમાં પ્રવેશવાના દરવાજા ખુલ્લા છે.

આને કહેવાય ક્રિકેટ, અફઘાનિસ્તાનની જીતને પગલે, ભારતના ગ્રુપના સમીકરણો બદલાયા, સેમી ફાઈનલમાં પ્રવેશવા ચારેય ટીમ માટે તક
Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2024 | 1:06 PM
Share

અફઘાનિસ્તાને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવીને ઐતિહાસિક જીત મેળવી હતી. આજે રવિવારને 23 જૂનના રોજ ભારતીય સમય અનુસાર સવારે કિંગ્સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડમાં રમાયેલી, સુપર 8ની લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 149 રન બનાવવાના હતા. પરંતુ ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 19.5 ઓવરમાં 127 રન કરીને ઓલ આઉટ થઈ ગઈ હતી.

સુપર 8 માં ગ્રુપ-1નું સમીકરણ રસપ્રદ બન્યું

ઓસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાનની 21 રને થયેલી જીતને કારણે, સુપર 8માં ગ્રુપ-1નું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ જવાની સાથે ખૂબ જ રસપ્રદ બન્યું છે. આ ગ્રુપની ચારેય ટીમો હજુ પણ સેમીફાઈનલની સ્પર્ધામાં છે. જો કે ગ્રુપ-1માંથી ચાર પૈકી ટોચ પર રહેલી માત્ર બે ટીમોને જ સેમીફાઈનલમાં જવાની તક મળશે. જો ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને આજે હરાવ્યું હોત તો, ભારત અને ઓસ્ટ્રેલિયા બંને સેમિફાઇનલમાં પહોંચી ગયા હોત. પરંતુ હવે એવુ થઈ શક્યું નથી. અફઘાનિસ્તાનની જીતથી બાંગ્લાદેશને પણ થોડી રાહત મળવા સાથે જો અને તો સાથે સેમિફાઈનલમાં પ્રવેશવા માટેની રેસમાં રહ્યું છે.

ટીમ ઈન્ડિયા

ટીમ ઈન્ડિયા માટે સમીકરણ એકદમ સરળ છે. જો ભારતીય ટીમ, આવતીકાલ 24મી જૂનના રોજ ઓસ્ટ્રેલિયાને હરાવશે તો તે સેમિફાઇનલમાં સીધુ પહોંચી જશે. ઓસ્ટ્રેલિયા સામે કદાચ ભારત હારી જાય તો પણ તેના પર મોટાભાગે કોઈ અસર નહીં પડે. પરંતુ એ હાર બહુ મોટા માર્જિનથી ના હોવી જોઈએ. ભારતીય ટીમનો નેટ રન રેટ હાલમાં +2.425 છે. જો તે ઓસ્ટ્રેલિયા સામે મોટી હાર મેળવે છે અને અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સામે ખુબ સારા માર્જીનથી જીતે છે, તો જ ટીમ ઈન્ડિયાની બહાર થવાની સંભાવના રહેશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન નેટ રન રેટના આધારે ભારતને પાછળ છોડી શકે છે.

ઓસ્ટ્રેલિયા

અફઘાનિસ્તાન સામે આજે હાર મલ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં થોડીક મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હવે તેણે T20 વર્લ્ડ કપ 2024ની સેમિ ફાઈનલમાં પ્રવેશવા માટે 24મી જૂને સેન્ટ લુસિયામાં રમાનાર મેચમાં ભારતને હરાવવું જ પડશે. જો કે ભારતીય ટીમને હરાવી દે તેમ છતા ઓસ્ટ્રેલિયાને સેમિ ફાઈનલમાં પ્રવેશવા માટે બાંગ્લાદેશની મદદની પણ જરૂર પડશે અને તેમણે આશા રાખવી પડશે કે, બાંગ્લાદેશ તેની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને હરાવે. અફધાનિસ્તાન સામે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાનો વર્તમાન નેટ રન-રેટ +0.223 છે. જો તે ભારત સામે હારે તો પણ તેને બાંગ્લાદેશના મદદની જરૂર પડશે. જો ઓસ્ટ્રેલિયા ભારત સામે હારી જાય અને બાંગ્લાદેશ અફઘાનિસ્તાનને હરાવે તો, ઓસ્ટ્રેલિયા, અફધાનિસ્તાન અને બાંગ્લાદેશ ત્રણેય ટીમોના બે-બે પોઈન્ટ હશે અને નેટ રન રેટના આધારે કોણ સેમિ ફાઈનલમાં જાય તેનો નિર્ણય લેવામાં આવશે.

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાનની ટીમને સેમિફાઇનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશને હરાવવું પડે. આ ઉપરાંત અફઘાનિસ્તાન ઈચ્છે કે, ભારત ઓસ્ટ્રેલિયા સામે પણ જીતે. જો અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સામે હારે છે, તો અપેક્ષા રાખવી જોઈએ કે ઓસ્ટ્રેલિયા ભારત સામે મોટા માર્જિનથી હારે. ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ અફઘાનિસ્તાનનો નેટ રન રેટ હાલમાં -0.650 છે. જો ઓસ્ટ્રેલિયા ભારત સામે જીતે છે તો અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે મોટા અંતરથી જીતવું પડશે. તો બન્નેના ચાર પોઈન્ટ થાય અને આખરી ફેંસલો નેટ રનરેટના આધાર પર જાય.

બાંગ્લાદેશ

બાંગ્લાદેશને ક્વોલિફાય થવા માટે હવે કોઈ મોટા ચમત્કારની જરૂર છે. જોકે પોઈન્ટ ટેબલના આધારે ટેકનિકલી તે હજુ પણ સેમિ ફાઈનલની રેસમાં છે. જો અને તો વચ્ચે બાંગ્લાદેશને અફઘાનિસ્તાન સામે મોટા અંતરથી જીતવું પડશે. સાથે જ એવી પણ આશા રાખવી જોઈએ કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવે. હવે બાંગ્લાદેશ કોઈ પણ સંજોગોમાં ભારતથી આગળ નીકળી શકે તેમ નથી. ગઈકાલ શનિવારે ભારત સામે હાર્યા બાદ, બાંગ્લાદેશનો નેટ રન રેટ હાલમાં -2.489 છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">