Afghanistan: રાશિદ ખાને કેપ્ટનશીપ છોડી દેતા હાંફળા ફાંફળા બનેલા અફઘાનિસ્તાન બોર્ડે આ ક્રિકેટરને કેપ્ટન બનાવી દીધો!
T20 World Cup 2021 ને લઇને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ તેની ટીમની ઘોષણા કરી દીધી છે. આ દરમ્યાન હવે ક્રિકેટ ટીમને લઇને વિવાદ સર્જાયો છે. રાશિદ ખાને તુરત જ કેપ્ટનશીપ છોડી તો, મુશ્કેલીમાં મુકાયેલા બોર્ડે હવે નવો કેપ્ટન જાહેર કર્યો છે.
અફઘાનિસ્તાન (Afghanistan) ની સ્થિતી હાલમાં અસ્થિર છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના શાસન બાદ દેશભરમાં અસ્થિરતાનો માહોલ છવાયેલો છે. જેની સીધી અસર ક્રિકેટ સહિત રમતો પર પણ પડી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) દ્વારા T20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) માટે ટીમની ઘોષણા કરી દેવામાં આવી હતી. જેમાં રાશિદ ખાન (Rashid Khan) ને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ રાશિદ ખાને તુરત જ કેપ્ટન પદે થી રાજીનામુ ધરી દીધુ હતુ. હવે બોર્ડે હાલ તો ઉતાવળે મોહંમ્મદ નબી (Mohammad Nabi) ને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે રાશિદ ખાનની આગેવાની હેઠળ ની ટીમને T20 વિશ્વકપ માટે પંસદ કરી હતી. પરંતુ આ દરમ્યાન 20 મીનીટના અંતરાલમાં જ રાશિદ ખાને ટીમના કેપ્ટન પદેથી રાજીનામુ ધરી દીધુ હતુ. આ ઉપરાંત ટીમમાં મોટેભાગે એવા જ ખેલાડીઓને જ પસંદ કરવામાં આવ્યા હતા. જે કેટલાક સમય થી અફઘાનિસ્તાનની ટીમના સભ્ય રહ્યા હોય.
પરંતુ રાશિદ ખાને ટીમની કેપ્ટનશીપ છોડી દેવાને લઇને હંગામો મચી ગયો હતો. રાશિદ ખાને ટ્વીટ કરીને રાજીનામુ ધરવાનુ કારણ પણ દર્શાવ્યુ હતુ, તેણે લખ્યુ હતુ કે, કેપ્ટન અને દેશના જવાબદાર નાગરિકના રુપમાં હું ટીમમાં પસંદગી થવાનો અધિકાર ધરાવુ છું. પસંદગી સમિતિ અને એસીબીએ તે ટીમ માટે મારી સહમતી લીધી નહોતી. જેની ઘોષણા એસીબી મીડિયાએ કરી હતી. હું અફઘાનિસ્તાન ટી20 ટીની કેપ્ટનશીપ છોડી રહ્યો છું. અફઘાનિસ્તાનના માટે રમવુ મારા માટે હંમેશા ગર્વની વાત રહી છે.
Afghanistan National Cricket Team Squad for the World T20 Cup 2021. pic.twitter.com/exlMQ10EQx
— Afghanistan Cricket Board (@ACBofficials) September 9, 2021
અફઘાનિસ્તાનની ટીમ
રશીદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), હઝરતુલ્લાહ ઝઝાઈ (વિકેટકીપર), ઉસ્માન ગની, અસગર અફઘાન, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, હશમતુલ્લાહ શાહિદી, મોહમ્મદ શહઝાદ, મુજીબ ઉર રહેમાન, કરીમ જનત, ગુલબાદીન નઇબ, નવીન ઉલ હક, હમીદ હસન, શર્ફુદ્દીન અશરફ, દૌલત ઝાદરાન, શફૂર ઝદરાન અને કૈસ અહમદ.