ઝીરોથી હિરો બન્યો અભિષેક શર્મા, 100 રન ફટાકરવા સાથે જ નોંધાવી દીધો વિક્રમ, આમ કરનારો પ્રથમ ભારતીય ક્રિકેટર

ભારતીય યુવા ખેલાડી અભિષેક શર્માએ શાનદાર રમત દર્શાવી છે. તેણે હરારેમાં તોફાન મચાવતી બેટિંગ કરી હતી. આંતરરાષ્ટ્રિય T20 કરિયરમાં બીજી જ મેચ રમતા અભિષેક શર્મા સદી નોંધાવી છે. તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ આ મામલે પાછળ છોડી દીધા છે.

ઝીરોથી હિરો બન્યો અભિષેક શર્મા, 100 રન ફટાકરવા સાથે જ નોંધાવી દીધો વિક્રમ, આમ કરનારો પ્રથમ ભારતીય ક્રિકેટર
શર્માએ નોંધાવ્યો વિક્રમ
Follow Us:
| Updated on: Jul 07, 2024 | 7:13 PM

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે હરારેમાં T20 સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય યુવા ખેલાડી અભિષેક શર્માએ શાનદાર રમત દર્શાવી છે. તેણે હરારેમાં તોફાન મચાવતી બેટિંગ કરી હતી. કેપ્ટન અને ટીમના ઓપનર શુભમન ગિલની વિકેટ ગુમાવ્યા બાદ પણ માનસિક રીતે મજબૂત રહીને તેણે ડિફેન્સને બદલે આક્રમક રમત દર્શાવી હતી.

શર્માએ ઝિમ્બાબ્વે સામે સદી નોંધાવી છે. આંતરરાષ્ટ્રિય T20 કરિયરમાં બીજી જ મેચ રમતા અભિષેક શર્મા સદી નોંધાવી છે. આ મેચમાં તેણે 200 થી વધારેના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને રન નિકાળ્યા હતા. ભારતીય ટીમે અભિષેકની બેટિંગ વડે માત્ર 2 વિકેટે 234 રનનો વિશાળ સ્કોર નિર્ધારીત 20 ઓવરમાં નોંધાવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 20-07-2024
અંજીર તમારા શરીરમાં ફાયદાને બદલે કરશે નુકસાન, આ લોકો ભૂલથી પણ ન ખાતા
150 રૂપિયા રોજ બચાવી બનાવી શકશો 2 કરોડ રૂપિયા... SIP નો આ કરોડપતિ ફોર્મ્યુલા છે અદ્ભુત
મખાના ખાવાથી કયો રોગ મટે છે?
આ દેશમાં ભારતના 10 રૂપિયા થઈ જાય છે લગભગ 2 હજાર રૂપિયા
સૂતા પહેલા જીરાનું પાણી પીવાના 5 ફાયદા

અભિષેક શર્માની તોફાની ઇનિંગ

હરારેમાં રમાયેલી ઝિમ્બાબ્વે સામેની મેચમાં ઓપનર અભિષેક શર્માએ 46 બોલમાં જ પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 8 સિક્સર ફટકારી હતી. પરંતુ સદી ફટકાર્યા બાદ તે વધારે સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો. શતક નોંધાવ્યાના આગળના બોલ પર તેણે વિકેટ ગુમાવી દીધી હતી. તેણે આ ઈનિંગમાં 212.77ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. ભારત માટે આ સંયુક્ત રીતે ત્રીજી સૌથી ઝડપી T20 સદી નોંધાઈ છે.

આમ કરનારો પ્રથમ ભારતીય બેટ્સમેન

અભિષેક શર્મા માટે આ સદી ખૂબ જ ખાસ છે. અભિષેકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની બીજી T20 મેચ રમતા જ આ સદી ફટકારી છે. આ સાથે, તે સૌથી ઓછી ઇનિંગ્સમાં T20I સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન તરીકે ભારતીય ક્રિકેટમાં નોંધાઈ ચૂક્યો છે. આ પહેલા આ રેકોર્ડ દીપક હુડ્ડાના નામે નોંધાયેલો હતો. દીપક હુડ્ડાએ પોતાની ત્રીજી T20I ઇનિંગ્સમાં જ સદી ફટકારવાની સિદ્ધિ મેળવી હતી. તો વળી અભિષેક શર્મા તેની બીજી T20I ઇનિંગમાં જ સદી ફટકારનાર વિશ્વનો માત્ર ત્રીજો બેટ્સમેન નોંધાયો છે.

ભારત માટે સૌથી ઓછી ઇનિંગ્સમાં પ્રથમ T20I સદી નોંધાવનાર બેટર

  • બીજી ઇનિંગ્સઃ અભિષેક શર્મા
  • ત્રીજી ઇનિંગ્સઃ દીપક હુડ્ડા
  • 4 ઇનિંગ્સઃ કેએલ રાહુલ
  • 6 ઇનિંગ્સઃ યશસ્વી જયસ્વાલ
  • 6 ઇનિંગ્સઃ શુભમન ગિલ
  • 12 ઇનિંગ્સઃ સુરેશ રૈના

આ પણ વાંચો: શામળાજી-ચિલોડા હાઈવે પર જોખમી ખાડાઓને લઈ MP એ યુદ્ધના ધોરણે સમારકામ કરવા NHAI ને પત્ર લખ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

પોરબંદરમાં જળ પ્રકોપની સ્થિતિ, શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ
પોરબંદરમાં જળ પ્રકોપની સ્થિતિ, શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ
સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જળ આક્રમણના એંધાણ
સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જળ આક્રમણના એંધાણ
વલસાડમાં મૃતકોની અંતિમક્રિયા માટે લોકો જીવ જોખમમાં મૂકે છે
વલસાડમાં મૃતકોની અંતિમક્રિયા માટે લોકો જીવ જોખમમાં મૂકે છે
આ 5 રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભના સંકેત
દ્વારકામાં 2 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતા આભ ફાટ્યા જેવી સ્થિતિ-Video
દ્વારકામાં 2 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતા આભ ફાટ્યા જેવી સ્થિતિ-Video
મહેસાણાના નંદાસણ પાસેથી MD ડ્રગ્સ સાથે SOG એ શખ્શને ઝડપી પાડ્યો, જુઓ
મહેસાણાના નંદાસણ પાસેથી MD ડ્રગ્સ સાથે SOG એ શખ્શને ઝડપી પાડ્યો, જુઓ
કડીમાં કોટન સ્પિનિંગ મિલમાં સહકર્મીએ બેરિંગ મારી હત્યા કરી, જુઓ વીડિયો
કડીમાં કોટન સ્પિનિંગ મિલમાં સહકર્મીએ બેરિંગ મારી હત્યા કરી, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદને કારણે લીલો દુષ્કાળ સર્જાવાની ભીતિ
સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદને કારણે લીલો દુષ્કાળ સર્જાવાની ભીતિ
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ, પૂરની સ્થિતિ- જુઓ -Video
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ, પૂરની સ્થિતિ- જુઓ -Video
જુનાગઢમાં અનરાધાર વરસાદથી ચોતરફ જળ બંબાકાર, અનેક નદીઓમાં ઘોડાપૂર
જુનાગઢમાં અનરાધાર વરસાદથી ચોતરફ જળ બંબાકાર, અનેક નદીઓમાં ઘોડાપૂર
g clip-path="url(#clip0_868_265)">