ધોનીએ વર્લ્ડ કપ દરમિયાન મારેલી વિનિંગ સિક્સ જ્યાં લેન્ડ થઈ ત્યાં બન્યુ Victory Memorial Stand
મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ 2023 ODI વર્લ્ડ કપની તેની પ્રથમ મેચનું આયોજન કરવા માટે તૈયાર છે . જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા સામે આજે 21 ઑક્ટોબરે રમશે. મેચના એક દિવસ પહેલા, મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ તેના X હેન્ડલ પર ફરીથી ડિઝાઈન કરેલી સીટોની તસવીર શેયર કરી જ્યાં ધોનીની 2011 વર્લ્ડ કપ વિનિંગ સિક્સ લેન્ડ થઈ હતી.
Mumbai : મુંબઈના વાનખેડે સ્ટેડિયમની બે સીટ, જ્યાં 2011માં એમએસ ધોનીની (MS Dhoni) આઇકોનિક વર્લ્ડ કપ જીતનાર સિક્સ લેન્ડ થયો હતો, તેને એક વિશેષ અનુભવ આપવા માટે ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે. આ સીટ હવે “વર્લ્ડ કપ 2011 વિક્ટરી મેમોરિયલ સ્ટેન્ડ” નામની ખાસ ડિઝાઇન કરેલી કેબિનનો ભાગ છે.
મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ 2023 ODI વર્લ્ડ કપની તેની પ્રથમ મેચનું આયોજન કરવા માટે તૈયાર છે . જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા સામે આજે 21 ઑક્ટોબરે રમશે. મેચના એક દિવસ પહેલા, મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ તેના X હેન્ડલ પર ફરીથી ડિઝાઈન કરેલી સીટોની તસવીર શેયર કરી જ્યાં ધોનીની 2011 વર્લ્ડ કપ વિનિંગ સિક્સ લેન્ડ થઈ હતી.
આ પણ વાંચો : AUS vs PAK : પાકિસ્તાનની મેચમાં કડક સુરક્ષા વ્યવસ્થાના નામ પર દર્શકો પર લાગવામાં આવ્યા અજીબ બંધનો
The two seats where MS Dhoni’s 2011 ODI World Cup winning six landed at the Wankhede Stadium will forever be symbolic to every cricket fan ✨#MCA #MumbaiCricket #IndianCricket #Wankhede #BCCI pic.twitter.com/HM2uFhLz1F
— Mumbai Cricket Association (MCA) (@MumbaiCricAssoc) October 20, 2023
“Dhoni finishes off in style!”
Happy birthday to the man who hit the winning runs in the 2011 @cricketworldcup final, @msdhoni! pic.twitter.com/X0s7Jo7cWp
— ICC Cricket World Cup (@cricketworldcup) July 7, 2018
આ પણ વાંચો : AUS vs PAK Breaking News : કાંગારુઓ સામે પાકિસ્તાનની ટીમ ઓલઆઉટ, રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાની 62 રનથી મેળવી જીત
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે 2011 વર્લ્ડ કપની ફાઇનલમાં ધોનીએ આગળથી નેતૃત્વ કર્યું હતુ. 79 બોલમાં અણનમ 91 રન માટે તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો કારણ કે મેન ઇન બ્લુએ બીજી વખત ODI વર્લ્ડ કપ જીતવા માટેના 275 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો.
લસિથ મલિંગાએ વીરેન્દ્ર સેહવાગને શૂન્ય રને અને સચિન તેંડુલકરને 18 રને આઉટ કર્યા બાદ ભારતની શરૂઆત ખરાબ રહી હતી. જોકે, ગૌતમ ગંભીર (122 બોલમાં 97 રન) અને યુવા વિરાટ કોહલી (49 બોલમાં 35) એ ત્રીજા માટે 83 રન ઉમેર્યા હતા.
કોહલીનો કેચ અને તિલકરત્ને દિલશાનને બોલ્ડ કર્યા પછી, ધોની ગંભીર સાથે જોડાયો અને બંનેએ 109 રનની મેચ-ડિફાઈનિંગ ભાગીદારી કરી. ધોનીએ અંતિમ ઓવરમાં વિજયી સિક્સ ફટકાર્યો હતો, જેના કારણે આખો દેશ ઝૂમી ઉઠયો હતો.