MS Dhoni : એમએસ ધોનીની ફિલ્મોમાં થશે એન્ટ્રી, પત્ની સાક્ષીએ કહ્યું એક્શન ફિલ્મમાં મળશે જોવા!
મહેન્દ્ર સિંહ ધોની ( MS Dhoni)ની પત્ની નિર્માતા તરીકે તેની પ્રથમ ફિલ્મ રિલીઝ કરવા માટે તૈયાર છે. તેણે કહ્યું છે કે જો સ્ક્રિપ્ટ સારી હશે તો એમએસ ધોની હીરો બનવા તૈયાર છે.
MS Dhoni Film:મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની ફિલ્મ પ્રોડ્યુસર બની ગઈ છે. તેણે તાજેતરમાં તમિલ ફિલ્મ LGM (લેટ્સ ગેટ મેરિડ)પ્રોડ્યુસ કરી છે. ધોની એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ રમેશ થમિલમાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં નાદિયા, હરીશ કલ્યાણ, ઈવાના, આરજે વિજય અને યોગી બાબુ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટમાં સાક્ષીએ કહ્યું કે એમએસ ધોની હીરો બનવા માટે તૈયાર છે, બસ સ્ક્રિપ્ટ સારી હોવી જોઈએ.
જ્યારે તેને પુછવામાં આવ્યું કે, શું ધોની કોઈ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે, તો તેણે કહ્યું, “જો કંઈક સારું છે, તો તે કરી શકે છે. તે કેમેરાથી શરમાતો નથી. તે 2006 થી જાહેરાતો કરી રહ્યો છે અને તે કેમેરાનો સામનો કરવામાં ડરતો નથી. જ્યારે સાક્ષીને પૂછવામાં આવ્યું કે તે કઈ પ્રકારની ફિલ્મો કરી શકે છે તો તેણે કહ્યું, “એક્શન.”
સાક્ષીની ફિલ્મનું કનેક્શન ધોની સાથે છે
સાક્ષીએ જણાવ્યું કે તેણે આ તમિલ ફિલ્મ કેમ બનાવી. એમએસ ધોનીને આ રાજ્ય સાથે ખૂબ લગાવ છે, તેથી તેણે તમિલમાં ફિલ્મ બનાવી. આ પહેલા એલજીએમના લોન્ચિંગ સમયે ધોનીએ કહ્યું હતું કે તમિલનાડુએ તેને દત્તક લીધો છે. આ સિવાય નાના બજેટનો બિઝનેસ શરૂ કરવો એ પણ એક મુખ્ય કારણ છે.
સાક્ષીએ કહ્યું, “અમને ખબર હતી કે અમે પહેલા કંઈક નાની વસ્તુથી શરૂઆત કરીશું. ફિલ્મની સ્ટોરી અંગે સાક્ષીએ જણાવ્યું કે આ ફિલ્મ સાસુ અને વહુના સંબંધોની સ્ટોરી છે. ફિલ્મના ડાયરેકટર રમેશે કહ્યું કે, સાક્ષી ફિલ્મના દરેક ભાગમાં સામેલ હતી. તેમણે કહ્યું કે, સાક્ષી ફિલ્મમાં એવી અભિનેત્રી ઈચ્છતી હતી કે, જે તમિલ બોલી શકે, તે ઈચ્છતી હતી કે, પાત્ર રિયલ લાગે, સાક્ષી અને ધીનીએ ફિલ્મમેકિંગમાં ખુબ મદદ કરી છે.